નાના નાના વેપારીઓને હેરાન કરી તેમના ગલ્લા ઉઠાવવામાં આવે છે પરંતુ જ્યાં એમનાથી મોટા હોય ત્યાં તો હપ્તા લઈને ગલ્લા રહેવા દેવામાં આવે છે
હપ્તા લઈને ગલ્લા ચલાવવા દેવામાં આવતા અને દબાણ હટાવવા આવે ત્યારે દેખાવ માટે ફક્ત ત્રણ થી ચાર ગલ્લા ઉઠાવી લઈ જાય છે અને બતાવે છે કે અહીં દબાણ હટી ગયેલું છે પરંતુ ખરેખર એવું કંઈ હોતું નથી દબાણ હટાવવામાં આવતું નથી જે પૈસા આપે છે એ લોકોના રહેવા દેવામાં આવે છે અને જે પૈસા નથી આપતા તેઓના ગલ્લા ઉઠાવી લેવામાં આવે છે
દબાણ ખાતા ના આવા ભ્રષ્ટ અધિકારીઓ ઉપર ક્યારે કાર્યવાહી થશે
જો એમને કંઈ કહેવા જઈએ તો કે અમારા ઉપર અધિકારી અમને ઓર્ડર આપ્યો છે એટલે એ જે કહે છે એ અમે કરીશું.
શું ખરેખર ઉપપ્રિય અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે પછી તેઓના મન ફાવે તેમ કામ કરી લોકોને પૈસા લઈ દબાણ હટાવવામાં આવે છે આ તપાસનો વિષય.
બ્યુરો:- ખોડાભાઈ પરમાર