વાત છે શ્રી કરછ વાગડ સાત ચોવીસી સમાજનાં ૧૮ માં સમુહ લગ્નની વડતાલ ના પાદરે સાત ચોવીસી સમાજ આખો જ્યારે આનંદની પળોમાં ગરકાવ હતો ત્યારે હૈયામાં ઉમંગ અને ભીતર લાગણીની ભીનાશથી તમામ હૈયા તરબોળ હતા ત્યારે
પ્રથમ દિવસે સવારની નવકારશી બાદ વિશાળ સામીયાણા માં સાજન માજન અને સંગીત ની સુરાવલીઓ ના સંગાથે શ્રીફળ વિધિ સહુ ના મોં માં પેંડા ની મિઠાશ થી મધુર બનાવી રીંગ સેરેમની સાથે કેક કટિંગ કરી આનંદ ઉલ્લાસથી પુણૅ થઇ
બપોરે બરાબર ચાર વાગ્યે હલ્દી રસમ ની હળવી પળો માં હાસ્ય,રંગ,આનંદ, અને ફુલોની સુગંધ થી વાતાવરણ મધમધી ઉઠ્યું
સાંજ ના ચોવિહાર બાદ સહુ કપલ સજીધજી અને યોવન ના થનગનાટ સાથે સંગીત સંધ્યા માં વિન્ટેજ કાર થી ભવ્યાતિભવ્ય રાજાશાહી એન્ટ્રી કરી અને જાણે આખો સાત ચોવીસી સમાજ અહીં જ હાજર હોય એટલી વિશાળ સંખ્યામાં આપણા સમાજ ની જ યુવા સંગીતકાર મૈત્રી સંધવી અને તેની ટીમ ના સથવારે સુમધુર ગીતો થી દાંડીયા રાસ માં જોડાયા એ દ્રશ્ય અહીં હાજર સાથે યુ ટ્યુબ ઉપર હજારો ની સંખ્યામાં જોઈ સહુ એ આનંદ ની અનુભૂતિ માણી
બીજા દિવસે પરોઢે પ્રભાતીયા ના સુંદર ગાન સાથે વહેલી સવારે શુભ મુહૂર્તે
ગોર મહારાજ ના મંત્રોચ્ચાર સાથે મંડપારોપણ ની શુભ વિધિ સંપન્ન થઇ
*રુડા માંડવડા રોપાવો રુડા બાજોઠ સજાવો માણારાજ*
*માંડવડા મોતીડે વધાવો માણારાજ*
*રુડા માણેકથંભ રોપાવો માણારાજ*
*માણેકથંભ રુપલડે વધાવો માણારાજ*
ત્યાર બાદ જે ક્ષણ ની વરરાજા આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે તે વરધોડા ની શુભ શરૂઆત ૧૧ રજવાડી બગી માં બરાબર ટાઈમ મુજબ થઈ બેન્ડપાર્ટી અને નાસીક ઢોલ ના તાલે ૪૪/૪૪ પરીવારો સાજન માજન અને સમાજ ના સથવારે નું એ અદભુત દ્રશ્ય જોવું એ પણ એક લ્હાવો કહેવાય જે લોકો યુ ટ્યુબ ઉપર લાઇવ જોતાં હશે તેમને સમુહલગ્ન માં ના આવવા નો અફસોસ થયો હશે
ત્યારબાદ શાનદાર ભવ્યાતિભવ્ય એન્ટ્રી સાથે વર/ કન્યા લગ્ન મંડપમાં પધાર્યા અને એ ૨૨/૨૨ જોડલા નું એકસાથે પાણીગ્રહણ નું એ દ્રશ્ય જેમણે જોયું તે ધન્ય છે
ત્યાર બાદ આપણી પરંપરા મુજબ ઓતરવિધી અને ત્યારબાદ જે આખા સમુહલગ્ન નું હાર્દ કહેવાય તે દાતા પરીવાર તથા કાર્યકરો સાથે વર કન્યા ના સત્કાર સમારંભ યોજાયો
સો પ્રથમ આભાર તો માતબર આર્થિકબળ પુરું પાડનાર દાતા
પરીવારો નો કારણ કે દાતા પરીવારો ના સમાજ પ્રત્યેના લગાવ અને લાગણી ના કારણે જ આપણે આટલું મોટું કાર્ય સંપન્ન કરી શકીએ છીએ
મુખ્ય દાતા પરીવાર શ્રી માતુશ્રી સામુબેન ગોરધનભાઈ વોરા પરીવાર ભરુડીયા સુરત ની તો જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે તેમણે મુખ્ય દાતા નો લાભ તો લીધો જ પણ સાથે સાથે દરેક 22 સે 22 કપલ ને સુવર્ણ ચેન થી બહુમાન કરી સમાજ માં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ખુબ ખુબ આભાર દાતા પરીવારો નો
જેમણે રાત દિવસ જોયા વગર લગભગ છેલ્લા 1 મહીના થી તો ખડે પગે કર્તવ્યતા થી આ કાર્ય સંપન્ન કર્યું છે તેવા કન્વીનર શ્રી સતીષભાઈ ગાંધી તથા તેમની આણંદ મંડળ ની ટીમ સાથે સહ કન્વીનર શ્રી નીલેશભાઈ કુબડીયા તથા અમદાવાદ મંડળ અને સહ કન્વીનર શ્રી ભાવીકભાઇ મહેતા સાથે તેમની લોડાઇ ની ટીમ ની જેટલી અનુમોદના, પ્રશંસા કરીએ તેટલી ઓછી જ છે સમુહલગ્ન કમીટીના ના સભ્યશ્રી ઓ તથા કારોબારી સભ્યો શ્રી સાથે નામી અનામી ધણા કાર્યકરો ના સહકાર વગર તો આટલું મોટું આ કામ પાર પાડવું શક્ય જ નથી તેમનો પણ ખૂબ ખૂબ ખૂબ આભાર
આજના ડીજીટલ યુગમાં આપણી જુની કેટ કેટલીય પરંપરા, રીત રીવાજો અને નિયમો ભુલાઈ ગયા છે ત્યારે જુની પરંપરા તથા નવું કાંઇક જોડી ને તે મુજબ થતાં લગ્નમાં સાત ચોવીસી સમાજની એકતા ના દશૅન થાય છે ફરી ફરી આપણા સમાજ ની આ એકતા તથા સાત ચોવીસી સમાજ ને વંદન ફરી ફરી એ નવયુગલો નું વિવાહિત જીવન નિરોગી બને અને સમાજ ના સુંદર કાર્યો કરી ખુબ ખુબ આગળ વધી સમાજ તથા કુટુંબ નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ
ફરી ફરી સહુ કાર્યકર ગણે જે મહેનત કરી અમોને હુંફ પુરી પાડી છે તેમનો ખુબ ખુબ આભાર
બસ શકય એટલી વ્યવસ્થા આપવાની કોશિશ કરી છે છતાં પણ કોઈ ને અગવડ પડી હોય તો મિરછામિદુકકડમ
સારું થયું તે આપના સહકાર થી અને કોઈ અગવડ પડી હોય તો અમારી ક્ષતિ ગણશો
આ ઐતિહાસિક સમુહ લગ્નની સૌ દાતાઓ સૌ પરિવાર અને માનવ મેરામણ ઉમટી પડ્યા હતા અને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા
નગરશેઠશ્રી સ્વરૂપ ચંદભાઈ અમુલખભાઈ શેઠ પ્રમુખશ્રી ધીરજભાઈ બાબુલાલ સંઘવી ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ જખસી મહેતા માનદ મંત્રીઅમૃતલાલ જેઠાલાલ ભાઈ. ધિરૂભાઇ મણીલાલ પુજ .વોરા સહ મંત્રી સહમંત્રી રમેશકુમાર જગજીવન કોઠારી ખજાનચી કિર્તીભાઈ ગોપાલજીભાઈ મહેતા ઉપરાંત
સમૂહ લગ્ન સમિતિ ના સતિષભાઈ અમૃતલાલ ગાંધી ભાવિકભાઈ અમૃતલાલ મહેતા નિલેશભાઈ હીરાલાલ કુબડીયા રાકેશભાઈ સંઘવી હાર્દિકભાઈ મહેન્દ્રભાઈ ગઢેચા બકુલભાઈ જયંતીલાલ કાંકરેચા કિશોરભાઈ બાદરલાલ મહેતા પંકજભાઈ વખત ચંદભાઈ પટવા રોહિતભાઈ દિનેશભાઈ મહેતા હસમુખભાઈ નાનાલાલ વોરા સુરેશભાઈ રતિલાલ ગઢેચા પ્રવીણભાઈ ચમનલાલ પારેખ જીતેન્દ્ર નાનાલાલ કોરડીયા અમરચંદભાઈ મહાદેવભાઇ ત્રેવાળીયા સંદીપભાઈ મણીલાલ દોશીતથા વિમલ કાંતિભાઈ મહેતા અરવિંદભાઈ ધનજીભાઈ મહેતાસહિતના ભારે જહે મત ઉઠાવી રવિભાઈ મણીલાલ પુજે ઉદબોધન મા સમાજ ની એકતા પર ભાર મુકયો હતોઆ લગ્ન ઉત્સવને 16 ચાંદ લગાવ્યા હતા સમાજના વડીલોએ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા મુન્દ્રાથી શ્રી તપગરછ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાતથા ભચાઉ થી મહેશભાઇ શાહની સંયુક્ત યાદીમાં જણાવવાયુ છે
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા