રાષ્ટ્રીય પ્રકલ્પ ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા બાળકોના બૌધિક વિકાસ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજ પૂરી પાડતું પ્રશ્નમંચ..

 

ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ અંતર્ગત *”ભારત કો જાનો”* પ્રશ્નમંચ ના માધ્યમથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજણ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે અને તેમના બૌધિક વિકાસ માટે દર વર્ષે આ પ્રકલ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ ખુબ ઉત્સાહ સાથે આ પ્રકલ્પ માં બાળકો જોડાયા હતા અને આયોજન સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મધ્યે તા. ૧૪/૦૯/૨૦૨૪ ના સાંજે 04.00 વાગ્યે યોજવામાં આવ્યું હતું.

આ પ્રકલ્પનું શુભારંભ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય પધારેલા મહેમાનો શ્રી કિશોરસિંહ ચુડાસમા (મુંદરા તાલુકા સંઘચાલકજી), શ્રી અજયભાઈ પરમાર(શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા), શ્રી પંકજભાઈ પ્રજાપતિ(શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા), ફાધર જેમ્સ(સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ), શ્રી દિપેનભાઈ પંડ્યા(પ્રાંત પ્રમુખ, કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાંત), શ્રી જયરાજભાઈ જાડેજા(ભારત કો જાનો સંયોજક, કચ્છ -સૌરાષ્ટ્ર પ્રાંત), શ્રી પરાગભાઇ સોમપુરા (પ્રમુખશ્રી મુંદરા શાખા), શ્રી સ્નેહલભાઈ વ્યાસ(ઉપપ્રમુખ), શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત(ઉપપ્રમુખ), શ્રી કેતનભાઈ પ્રજાપતિ(મંત્રી મુંદરા શાખા), શ્રી નવીનભાઈ(અરિહંત ગ્રુપ), શ્રી નિર્મલસિંહ પરમાર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે સાથે નારાયણ સ્તોત્ર શ્રી ઋષિરાજ સ્કૂલ ભુજપુર ના બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

સંસ્થાના આમંત્રણ ને માન આપી પધારેલા સૌ મહેમાનો નું સંસ્થા વતી સાબ્દિક સ્વાગત સંસ્થા ના પ્રમુખ શ્રી પરાગભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવેલ સાથે સાથે સંસ્થાનો પરિચય શ્રી ભુષણભાઈ ભટ્ટ અને પ્રસંગ પરિચય શ્રી સ્નેહલભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં પ્રાથમિક અને માધ્યમિક મળી કુલે ૧૮ શાળા ના ૧૪૪૭ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને ૧૭ જેટલા આચાર્યશ્રીઓ નો સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા બનનાર પ્રાથમિક શાળાઓ માં પ્રથમ ક્રમાંકે ઋષીરાજ સ્કૂલ ભુજપુર, દ્વિતીય ક્રમાંકે પર્લ સ્કૂલ, તૃતીય ક્રમાંકે ઋષીરાજ સ્કૂલ મુંદરા રહી હતી જ્યારે માધ્યમિક શાળાઓ માં પ્રથમ ક્રમાંક ગાંધી વિદ્યાલય પત્રી, દ્વિતીય ક્રમાંકે પર્લ સ્કૂલ, તૃતીય ક્રમાંકે અદાણી પબ્લિક સ્કૂલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સમગ્ર સ્પર્ધા ના ક્વિઝ માસ્ટર તરીકે ની સુંદર ભૂમિકા શેફાલીબેન સોમપુરા અને હિરલબેન દહીંસરિયા, કલોક માસ્ટર નેહાબેન મહેતા એ સાથે મળીને ભજવી હતી. અને ભારત કો જાનો સ્પર્ધામાં સહ સંયોજક ની ભૂમિકામાં જેમને ખુબ બારીકાઇ સાથે કાર્ય કર્યું છે એવા હેતલબેન ઉમરાણીયા જેમણે સ્પર્ધામાં બોર્ડ પર સ્પર્ધક ટીમ ની માર્કિંગ થિયરી મુજબ ની ખુબ સરસ જવાબદારી પૂર્ણ કરી હતી.

કાર્યક્રમ ના અતિથિ વિશેષ તરીકે અંજાર થી કચ્છ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ શ્રી દીપેનભાઈ પંડ્યા અને ભારત કો જાનો ના સંયોજક શ્રી જયદીપભાઈ જાડેજા પધાર્યા હતા જેમના વક્તવ્ય બાદ સૌ વિજેતા ટીમો ને સંસ્થા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમ ના સ્પોન્સર તરીકે અરિહંત ગ્રુપ ના નવીનભાઈ મહેતા અને નિર્મલસિંહ પરમાર રહ્યા હતા. જેમનું સન્માન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

કોઈ પણ કાર્યક્રમ નું આધાર કાર્યક્રમ ના સંચાલન પર આધારિત હોય છે ત્યારે મમતાબેન શાહ દ્વારા સોનામાં સુગંધ ભળે તેવું સંચાલન કરી સૌ ને આ સ્પર્ધાકિય કાર્યક્રમ નિહાળવા માટે મંત્રમુગ્ધ કર્યા હતા. અને કાર્યક્રમ ને અંતે રાજેન્દ્રભાઈ કુબાવત દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રકલ્પના સંયોજક શ્રી રાજેશભાઈ ઠક્કર અને સહ સંયોજક હેતલબેન ઉમરાણીયા રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી પરાગભાઇ સોમપુરા, મંત્રી શ્રી કેતનભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી સ્નેહલભાઈ વ્યાસ, રાજેન્દ્રભાઈ કુબાવત, ભુષણભાઇ ભટ્ટ, મનોજભાઈ પરમાર, મંજૂલભાઈ ભટ્ટ, નીરજભાઈ મહેતા, ડો. મયુરભાઈ પટેલ, તુષારભાઈ શાહ, ડો. નિલેશભાઈ પટેલ, રાજેશભાઈ ચોહાણ, હિરેનભાઈ મહેતા, પ્રવિણભાઇ પટેલ, મહિલા સંયોજિકા પ્રિયંકાબેન પ્રજાપતિ, ડો. પૂજાબેન જોષી, જીજ્ઞાબેન રાવલ, સુરુચિબેન મોડ, આરતીબેન ભટ્ટ, જાગૃતિબેન પટેલ, હિરલબેન રાવ, આશાબેન ચાવડા, હેતલબેન પરમાર, જયશ્રીબેન સોની, આશાબેન ભટ્ટ, મનીષાબેન પટેલ, હેતલબેન પટેલ સૌ ઉપસ્થિત રહી જુદી જુદી જવાબદારી નિભાવી કાર્ય સફળ બનાવવા મદદરૂપ થયા હતા. એવું મુંદરા શાખા ના પ્રસાર પ્રચાર સંયોજક કપિલભાઈ વ્યાસ ની યાદીમાં જણાવાયું હતું.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *