અંજાર માં મુસ્લિમ સમાજ ની મિટિંગ યોજાઈ

અંજાર માં કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી નો થશે નવનિર્માણ

અંજાર શહેર મુસ્લિમ સમાજ ની મિટિંગ માં સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે જાહેર સમર્થન….

સમાજ નાં જરૂરતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થશે..

અંજાર તા. ૦૬/૦૧/૨૦૨૫

અંજાર કુંભાર સમાજવાડી મધ્યે સમસ્ત અંજાર શહેર મુસ્લિમ સમાજ નાં આગેવાનો તેમજ દરેક સમાજ નાં અગ્રણીઓ , સક્રિય કાર્યકર્તાઓ , સમાજ સેવકો , સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ નાં આગેવાનો , તેમજ મુસ્લિમ ભાઈઓ ની બહોળી સંખ્યા માં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

પીર ગરીબુલ્લાહ સાંઈ એન્ડ પીર સૈયદ ઝાહીદશાહ ઇનાયતુલ્લાહ શાહ વક્ફ ટ્રસ્ટ ની નવનિર્માણ થનાર સાર્વજનિક સમાજવાડી બાબતે મિટિંગ બોલાવવા માં આવેલ. જે મિટિંગ ની શરૂઆત કુરઆને શરીફ ની તીલાવત થી કરવામાં આવી હતી. તીલાવતે કુરઆન મૌલાના રિયાશતઅલી કાદરી સાહેબે કરી હતી. ત્યારબાદ કાર્યક્રમ ને આગળ વધારતા ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત તેમજ મિટિંગ બોલાવા બાબતે ચર્ચા પીર સૈયદ લતીફશા બાપુ (સીનુગ્રા વાળા) એ કરી હતી.

 

ત્યારબાદ સર્ક્યુલર મુજબ નાં એજન્ડાઓ મુજબ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદરહુ વક્ફ ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુ્મઅલી બાપુ એ સદરહુ વક્ફ ટ્રસ્ટ નાં અત્યાર સુધી નાં ઓડિટ રિપોર્ટો રજૂ કરી ટ્રસ્ટ નાં હિસાબ કિતાબ સંદર્ભે ચર્ચા કરી હતી..

 

ભૂતપૂર્વ મેનેજીંગ ટ્રસ્ટીશ્રી સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશાહ બાપુ (ર.અ.) ની સદરહુ વક્ફ ટ્રસ્ટ તેમજ સર્વે સમાજ બાબતે ની ખિદમત (સેવાઓ) ને યાદ કરી હાજર સર્વે ભાઈઓ એ ખીરાજે અકીદત પેશ કરી હતી.

 

સદરહુ વક્ફ ટ્રસ્ટ સંચાલિત ફૈઝે પંજતન સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ તેમજ પાયાવિધિ બાબતે અને સમાજવાડી નાં નિર્માણ માં અંદાજિત ખર્ચ પ્રમાણે ફંડ તેમજ ડોનેશન ભંડોર ભેગો કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. સદરહુ વક્ફ ટ્રસ્ટ થકી સમાજ માં વધુ માં વધુ સેવાકીય કાર્ય થાય તે માટે ટ્રસ્ટ નાં નેજા હેઠળ નવી સમિતિ ની રચના બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉપરોક્ત તમામ ચર્ચા વિચારણા બાદ ઉપસ્થિત તમામ ભાઈઓ ની સર્વે સમંતિ એ વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કુંભાર સમાજ નાં અગ્રણી હનીફભાઈ કુંભાર એ સમાજ માટે સાર્વજનિક સમાજવાડી કેટલી હદે જરૂરી છે તે બાબતે પોતાના મંતવ્ય રજૂ કરી કુંભાર સમાજ દ્વારા જાહેર સમર્થન આપ્યું હતું.

એડવોકેટ ગુલામભાઈ શેખ એ શેખ સમાજ વતી જાહેર સમર્થન આપતાં જણાવ્યું હતું , કે જયારે પણ આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય છે તો અઘવળતા નો સામનો કરવો પડે છે , પરંતુ આ સાર્વજનિક સમાજવાડી નાં નિર્માણ થી સર્વે સમાજ ને આ સાર્વજનિક સમાજવાડી આશિર્વાદરૂપ સાબિત થશે.

ખત્રી સમાજ નાં અગ્રણી હાજીસફીભાઈ ખત્રી એ જણાવ્યું હતું કે , તેમનો સમાજ હંમેશા તન , મન અને ધન થી હંમેશા આવા નેક કાર્ય માં આગળ રહ્યું છે. અને આ સાર્વજનિક સમાજવાડી નાં પાયા માં પણ તેમનું મહત્વપૂર્વ યોગદાન રહેશે અને તેમણે તેમના સમાજ વતી સાર્વજનિક સમાજવાડી માટે જાહેર સમર્થન આપ્યું હતું.

લોહાર સમાજ નાં પ્રમુખ હાજી અબ્દુલ અઝીઝભાઈ એ સમાજ વતી જાહેર સમર્થન આપતાં જણાવ્યું હતું , કે આ સાર્વજનિક સમાજવાડી નો નિર્માણ બધા સમાજ ને સાથે મળી ને કરવા અપીલ કરી હતી.

સિનિયર એડવોકેટ અને કાનૂની સલાહકાર શ્રી ઈકબાલભાઈ દેદા એ જણાવ્યું હતું કે , સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે દરેકે દરેક વ્યક્તિ એ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપવો જોઈએ.

અંજાર શહેર મુસ્લિમ હિતરક્ષક સમિતિ નાં પ્રમુખ હાજીભચલશા શેખ એ પોતાના ઉદબોધન માં જણાવ્યું હતું કે , અંજાર શહેર માં રહેલી વક્ફ મિલ્કતો ની જાળવણી સાથે તે મિલ્કતો નાં નવનિર્માણ માટે આગળ આવવું જોઈએ.

રાયમા યુથ સર્કલ નાં પ્રમુખશ્રી સલીમભાઈ રાયમા એ જણાવ્યું હતું કે , સમાજ માટે સાર્વજનિક સમાજવાડી ની ખાસ જરૂર છે. તથા જરૂરતમંદો ને સાર્વજનિક સમાજવાડી નિઃશુલ્ક મલે તેવી અપીલ કરી હતી..

બાયડ સમાજ નાં અગ્રણી રજાકભાઈ બાયડ (પટેલ) અને યુવા આગેવાન વસીમ હોથી નાં જણાવ્યા મુજબ આ સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ થી જરૂરતમંદો ને ખુબ જ રાહત મળશે. અને આ સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે બાયડ સમાજ હંમેશા તત્પર રહેશે.

કાર્યક્રમ નાં અધ્યક્ષસ્થાને થી ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી તથા કોમીએકતા નાં પ્રતીક પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુ એ જણાવ્યું હતું કે , આ સાર્વજનિક સમાજવાડી નો નવનિર્માણ સમસ્ત સમાજો માટે લાભદાયી નીવડશે. આ સાર્વજનિક સમાજવાડી સમાજ નાં આગેવાનો નાં માર્ગદર્શન મુજબ રાહતદરે આપવામાં આવશે. વધુ માં બાપુ એ જણાવ્યું હતું કે , આ સમાજવાડી ની આવક તેમજ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ બાળકો તેમજ યુવાઓ ને અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ મિટિંગ માં સૈયદ અયુબઅલી હૈદરશાહ , પીર સૈયદ અસગરહુસૈન હાજીમખદુમઅલી બાપુ , સૈયદ મોહસીનઅલી હૈદરશાહ , સૈયદ મકબુલહુસૈન મુતલબશાહ , હાજીઆધમભાઈ બાયડ , મેમણ હાજીદાઉદભાઈ સાંગાણી , હાજી જુસબ લોઢીયા , મેમણ દાઉદ અબ્દુલ લતીફ , રમજુભાઈ રાયમા , હાજીકાસમભાઈ આરબ , હાજીઉંમરભાઈ સુમરા , મૌલાના ઉંમર સાહેબ , હાજીસતારભાઈ ખત્રી , હાજી રમજુખાન જમાલખાન , હાજીમોહમ્મદહુસૈન ખત્રી , ઉંમરભાઈ જીએજા પટેલ , સુમરા હુસૈન ભચુ , મામદ જત , મજીદ રાયમા , મુસ્તાક બુખારી , શબ્બીરભાઈ સુમરા , શાહીદ સુમરા , સુલતાન સુમરા , એડવોકેટ ઇમ્તિયાઝ બાયડ , એડવોકેટ જાવેદભાઈ બાયડ , એડવોકેટ ઈમરાન રાજા , ડો. અલ્તાફભાઈ મેમણ , ડો. અમીન બાયડ , ડો. આદિલ બાયડ , ડો. એ.જે.સોલંકી , ડો. ઈમરાન બાયડ , મૌલાના મુબારક જત , મામ ત્રાયા , નજીરભાઈ ખત્રી , દાઉદ સમેંજા , અબ્દુલ ત્રાયા , સિદ્ધિક કુંભાર , આરીફ કુંભાર , અસલમ કુંભાર , નિઝામ કુંભાર , વસીમ હોથી , ગની સમા , રફીક કુંભાર , જત ફકીરમામદ , જુમ્મા અનવર જરીયા , જત યાકુબ જુમ્મા , અલ્તાફ ખલીફા , અબ્દુલખાન પઠાણ , મામદ સુમરા , ફારૂકમેમણ , ઇમ્તિયાઝ મેમણ , હાજી અલી મેમણ , લતીફ મેમણ , સલીમ. એફ. રાયમા , મોહમ્મદ હુસૈન રાયમા , ઓસમાણભાઈ રાયમા , ઇમ્તિયાઝ રાયમા , મોહમ્મદભાઈ જત , ઝહીરભાઈ રાયમા , જુસબભાઈ બાયડ , સલીમ લિયાકત બાયડ , હાફિઝ અનીશ મંધરા , હાફિક્સ સલમાન રાયમા , યાસીન શેખ , યમન શેખ , ઈબ્રાહીમ શેખ , શબ્બીર રાયમા , અનવર જત, સલમાન કુરેશી , ઈર્શાદ સુમરા , એજાજ ધોબી , આદિલ ખત્રી , શરીફ શેખ , ખત્રી અબ્દુલકાદીર , લોહાર અબ્દુલ કરીમ , નુરમામદ શેખ , જાવેદ બાયડ , કાસમભાઈ રાયમા (છોટુ શેઠ ) તથા અન્ય મુસ્લિમ સમાજ નાં ભાઈઓ બહોળીસંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન અને આભારવિધિ પીર સૈયદ લતીફશાહ બાપુ (સીનુગ્રા વાળા) એ કર્યું હતું.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા.

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *