માંડવી ગુજૅર જૈનસમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે દાતાના સહકારથી માંડવીના જૈન સમાજના પાચેગચ્છના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો.

ધોરણ 3 થી 10 મા ગત વાર્ષિક પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ત્રણ નંબરે આવનારને ઓગસ્ટ 2023 થી માર્ચ 2024 સુધી 8 મહિના સુધી દાતા તરફથી શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરાઈ.

માંડવી ગુજૅર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે દાતાના સહકારથી માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છના દસમા ધોરણ સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તેજસ્વી તારલાઓને સરસ્વતી સન્માન સમારોહ જૈન પુરી માંડવી મધ્યે તારીખ 23/07 ને રવિવારના રંગેચંગે સંપન્ન થયો હતો.
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષક શ્રી દિનેશભાઈ શાહના પ્રમુખ પદે યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં માંડવીની skrm અંગ્રેજી માધ્યમ સ્કૂલના આચાર્યા શ્રીમતી હીનાબેન સચીનભાઈ શાહ અને એડવોકેટ નોટરી રેશ્માબેન શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મૂળ માંડવીના પરંતુ મુંબઈ રહેતા દાતા માતૃશ્રી જીવતીબેન કેશવલાલ સંઘવી પરિવારના નટવરલાલભાઈ સંઘવી અને રેખાબેન સંઘવી મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજથી માનવ જ્યોતના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર વ્યક્તિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાસંગિક પ્રવચનમાં દાતા પરિવારને અભિનંદન પાઠવી જાગૃતિ અભિયાન મંચની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. સંસ્થા વતી પ્રબોધભાઈ મુનવરનુ બહુમાન કરાયું હતું. તેમણે માનવજ્યોત સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી. માંડવીના નાની પક્ષ જૈન સંઘના પ્રમુખ અશોકભાઈ શાહ, નગરપાલિકા ની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પારસભાઈ સંઘવી અને નગરસેવક લાંતીકભાઈ શાહ મંચસ્થ રહ્યા હતા.


રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકતા, દાતા નટવરલાલ સંઘવી પરિવાર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી, માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહને પાંચેગચ્છના તેજસ્વી તારલા માટે સરસ્વતી સન્માન સમારોહ ગોઠવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
દાતા પરિવારના નટવરલાલભાઈ સંઘવીએ માંડવીમાં પ્રથમ જ વખત ધોરણ 3 થી 10 માં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબરે પાસ થનારા તેજસ્વી તારલાઓને ઓગસ્ટ 2023 થી માર્ચ 2024 સુધી 8 મહિના સુધી દર મહિને રોકડ શિષ્યવૃતિ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ થી વધાવી લીધી હતી. 8 મહિના સુધી બંને માધ્યમના તેજસ્વી તારલાઓને શિષ્યવૃત્તિ આપવાની ઘટના માંડવી માટે ઐતિહાસિક ઘટના છે.
અતિથિ વિશેષ શ્રીમતી હીનાબેન શાહ અને રેશમાબેન શાહે પણ દાતાને અને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.
આ સમારોહમાં ધોરણ 3 થી 10 માં બંને માધ્યમમા પ્રથમ ત્રણ નંબરે પાસ થનારને રોકડ ઇનામ, ચાર નોટબુક અને બે બોલપેન આપી મહેમાનોના હસ્તે સન્માયા હતા. જ્યારે બાલમંદિર થી ધોરણ એક અને બે તથા LKG, UKG ને KGના તમામ બાળકોને શૈક્ષણિક ઉપકરણોથી સન્માયા હતા.
પ્રારંભમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ભાવિ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમણે જીવદયા અને માનવસેવા માટે ટહેલ નાખતા સ્થળ ઉપર જ રૂપિયા 30,000 એકઠા થઈ ગયા હતા. દાતા પરિવારના સંઘવી નટવરલાલ કેશવલાલ શાહે શૈક્ષણિક પ્રોજેક્ટ જીવદયા અને સાધર્મિક ભક્તિ માટે કુલ રૂપિયા 82,000/- હજાર નું દાન આપેલ હતુ.
આ સરસ્વતી સન્માન સમારોહમાં હરસુખભાઈ શાહ, જયકુમાર દોશી, પ્રવીણ સંઘવી, વિરલ શાહ, ભરત શાહ, વિનય શાહ, બાલુભાઈ દોશી, પરેશ સંઘવી, છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ શાહ, પારસ સંઘવી, લાંતીક શાહ સહિત બહોળી સંખ્યામાં પાંચેગચ્છ ના બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી સંસ્થાના અગ્રણી નરેશભાઈ દોલતભાઈ શાહે કરી હતી. સંસ્થાના લહેરીભાઈ શાહ, અજીતભાઈ પટવા, કિર્તીભાઈ વસા ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.
દાતા પરિવારના નટવરભાઈ સંઘવી અને રેખાબેન સંઘવીનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ:- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *