આદીવાલો પર તંત્ર દ્વારા પેન્ટીગ તેમ જ રંગ રોગાનકરી લાખો રૂપિયા ખર્ચ કરીનાખયા છે
સરકાર દ્વારા યાત્રાધામ દ્વારકાને હેરિટેજ સ્માર્ટ સિટી નો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે બે જવાબદાર તંત્ર ને મંદિર પરિસરની બહાર આવેલ દિવાલમાં પાન માવા ખાઈને પિચકારા કરતા લોકો પર ક્યારે ડંડાતમક કાર્ય વાહી કરશે
દ્વારકાધીશ જગત મંદિર એક પવિત્ર નગરી છે આ પવિત્ર નગરીની ગરિમા જળવાય તેનું જવાબદાર કોણ દ્વારકા ની જનતા પૂછી રહી છે
ભગવાન દ્વારકાધીશના મંદિર મોક્ષ દ્વાર પરિસર બહાર મુખ્ય ત્રણ ગેટ આવેલા છે જેમાં ગેટ નંબર એક વર્ષો થયા બંધ થઈ ગયો છે ત્યારબાદ ગેટ નંબર 2 ગેટ પર થી રોજ હજારો યાત્રિકો પસાર થતા હોય છે તેમજ રોજની છ ધજાજી ની શોભાયાત્રાઓ ની સાથે આવતા ભક્તો પણ આ ગેટ પાસેથી મંદિર અંદર જતા હોય છે ત્યારે આ ત્રણ ગેટની બહાર જે દિવાલો આવેલી છે આ દિવાલ બહાર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મંદિરને સુશોભન થાય તેવા કલાત્મક પેન્ટિંગ ચિત્રો તેમજ રંગ કરવામાં આવ્યા હતા હાલની આ દીવાલ ની પરિસ્થિતિ એવી છે કે
પાન માવા ની પિચકારીઓથી દીવાલને ગંદી કરી દેવામાં આવી છે આ દિવાલ પર જે કોઈ વ્યક્તિઓ પાન માવા ખાઈને થુકે છે તે દ્વારકાના નગરપાલિકાના તેમજ મંદિર આસપાસ સીસી કેમેરા લગાવેલા છે તેમાં કેદ થાય છે તો તંત્ર કેમ આવા લોકોને પાન માવા ખાઈને આ દીવાલ ઉપર થૂંકવાનું રોક લગાવતા નથી
શું તંત્રને આ બધું પોસાય છે તેમ દ્વારકાની જનતાનો સવાલ છે થોડા સમય પહેલા દ્વારકા ના એક જાગૃત નાગરિક દ્વારા આજ દિવાલ ના વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે બોલી અને વાયરલ કરેલા હતા અને તંત્રની આંખ ઉઘાડવા બે થી ત્રણ વખત વિડીયો વાયરલ કર્યા છતાં પણ ધોર નિંદ્રામાં ઊંઘતું તંત્ર ક્યારે જાગશે
ભારત દેશમાંથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાતા હોય છે હજારો યાત્રિકો આ દિવાલના દ્રશ્યો જોઈ યાત્રાધામ દ્વારકાની ખરાબ છાપ લઈ જાય છે
મંદિર પરિસર આસપાસ મોટાભાગના બહારથી આવતા ફેરિયાઓ તેમજ ત્યાં બેસતા અને ચપ્પલ સાચવવા લોકો પણ ત્યાં બેસે છે એ લોકો પણ પાનમાંવાના પિચકારા આ દિવાલ પર કરતા હોય છે તેમ જ આસપાસ આવેલ દુકાનદારો પણ આ કામમાં સહભાગી છે આ દરેક લોકો આ દિવાલ પર પાનના પિચકારી કરતા સીસી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે છતાં પણ તંત્રને આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે
આ દિવાલ પર ધાર્મિક પોસ્ટરો લગાવાય છે અને નીચે પાન માવા ના પિચકારાઓ છે સુ આછે આછે હિન્દુ સંસ્કૃતિ
ચાર ધામમા સૌથી મોટું ધામ આપણું દ્વારકા ધામ છે દૂર દૂરથી ભક્તો ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવતા હોય છે ત્યારે ભગવાન દ્વારકાધીશના મંદિર બહાર આવી ગંદકી જોઈએ યાત્રિકોને ખૂબ જ દુઃખ થતું હોય છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ છે ભગવાન દ્વારકાધીશના આસ્થા ના કેન્દ્ર પર આટલી બધી ગંદકી છતાં પણ જવાબદાર તંત્ર આખા આડા કાન કેમ કરી રહી છે
રિપોર્ટ:- અનિલ લાલ, દ્વારકા