માંડવી માં સર્વ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલીસ યોજાઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવવા માં આવ્યું.
કરબલા નાં અમર શહીદો ની યાદ માં કોમી એકતા નાં પ્રતીક , સુફીસંત અને વલી એ કામીલ સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ રહેમતુલ્લાહ અલય્હે નાં માર્ગદર્શન મુજબ છેલ્લા ૫૦ વર્ષો થી થતી માનસ મોહબ્બત મજલિસ અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી દ્વારા પરંપરાગત રીતે કોમી સદભાવ અને એકતા નાં પ્રતીક રૂપે ઐતિહાસિક શહેર માંડવી મોટા સલાયા મધ્યે આસુરા પોર ચોક મધ્યે તા.૧૪/૦૭/૨૦૨૪, રવિવારે બપોરે ૦૪:૦૦ વાગ્યે સર્વ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલીસ નું આયોજન ગુજરાત ની સૌ પ્રથમ નંદીશાળા નાં અધ્યક્ષ અને સચ્ચિદાનંદ સંપ્રદાય નાં પ.પુ.મહંત સ્વામી ત્રિકમદાસજી મહારાજ નાં અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતું. જેમાં પૂર્વ રાજ્યમંત્રી માન. શ્રી વાસણભાઈ ગોપાલભાઈ આહીર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.માંડવી વિસ્તાર નાં મંદિરો નાં પૂજારીશ્રીઓ , માંડવી નાં મામલતદાર શ્રી ગોકલાણી સાહેબ, માંડવી શહેર પી. આઈ. શ્રી શીમ્પી સાહેબ , માંડવી મરીન પી. આઈ. શ્રી સોલંકી સાહેબ ,માંડવી ચેમ્બર ઓફ કોમર્સ નાં વાડીલાલભાઈ દોશી, પીર સૈયદ અબ્દુલ્લાહશા અ.રસુલશા , પીર સૈયદ હાસમશા લતીફશા તેમજ મુખ્ય સંતો મહંતો , સ્થાનિક અધિકારીશ્રીઓ , તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓ અને વિવિધ સમાજ નાં આગેવાનો તથા મહાનુભાવો
હાજર રહ્યા હતા. જેમાં કરબલા નાં અમર શહીદો અને દેશ ની રક્ષા માટે શહીદ થયેલા વીર જવાનો ,સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં પ્રમુખ સૌના દુઆગીર પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલી એ કોમી એકતા નાં પ્રતીક સુફી સંત અને વલી એ કામીલ સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ એ શરૂ કરેલ પરંપરા માંડવી માં શરૂઆત કરાઈ છે તે બદલ સાથ સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, શહાદતને વરેલા ઇમામ હુસૈને બદીઓ ડામવા , મહિલાઓ ની આબરૂ ની રક્ષા કરવા , સ્વાતંત્ર્ય માટે અને અસત્ય સામે સત્ય ની જીત માટે શહાદતને વહોર્યા હતા. કરબલા નાં અમર શહીદો કોઈ એક કોમ , એક ફીરકા કે કોઈ એક દેશ માટે નહિ પણ તમામ ઇન્સાનિયત અને સત્યતા માટે શહીદ થયા હતા. તેઓ સત્યતા અને આઝાદી નાં રહેબર છે. સારા અને સાચા કામો માટે શહાદત વહોરનારા ને દુનિયા વર્ષો સુધી યાદ કરે છે, મોહરમ એ સમગ્ર સમાજ અને વિશ્વમાં શાંતી, ભાઇચારો એકતા પ્રસરે તેવું પર્વ છે.એમણે એમ પણ જણાવ્યું હતું કે ,ભારત નાં મુસ્લિમો ને મુસ્લિમ સતા ધરાવતા દેશો થી વધુ સારી સ્વતંત્રતા આપણા દેશ માં છે. આપણો દેશ એક એવું મહાન દેશ છે જ્યાં સર્વ ધર્મ નાં લોકો હંમેશા સદભાવના થી રહે છે.આ દેશ ધાર્મિક લાગણીઓ , શ્રદ્ધાઓ અને આધ્યાત્મિક પરંપરા થી હંમેશા પ્રગતિ કરતો રહેશે.સર્વે લોકો ને કોમી એકતા , ભાઈચારા થી જીવન જીવવા , ધાર્મિક ઉશ્કેરણી થી દૂર રહેવા ની શીખ આપી દેશ, સમાજ માટે હંમેશા સારા કાર્યો કરવા ભાઈચારો જાળવવા ની શીખ આપી દેશ માં કોમીએકતા જરવાઈ રહે તે માટે દુઆ કરી હતી.
કાર્યક્રમ નાં અધ્યક્ષ સ્થાને થી પ. પુ. ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે , પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ એ પોતાનું સંપૂર્ણ જીવન લોક કલ્યાણ અર્થે અને કોમીએકતા , ભાઈચારા અને સર્વ ધર્મ ની સેવાઓ માટે અર્પિત કર્યું હતું.પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ એ શરૂ કરેલ પરંપરા જાળવી રાખવા બદલ પીર સૈયદ કૌશરઅલીશા બાપુ ને અભિનંદન પાઠવી કચ્છ માં હંમેશા કોમીએકતા અને ભાઈચારા ની ભાવના જળવાઈ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.માંડવી શહેર માં યોજાતા આવા સદભાવના નાં કાર્યક્રમ થી લોકોને નવી પ્રેરણા મળશે. સમગ્ર રાજ્ય માં આ કાર્યક્રમ ની નોંધ લેવાય છે અને ભાઈચારા ની ભાવના થી માંડવી શહેર ની નવી ઓળખ ઉભી થશે તેવું જણાવ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાય નાં સંત સ્વામી અક્ષરપ્રકાશદાસજી એ શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવી કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પી જણાવ્યું હતું કે , દરેક સમાજ નાં મોભી અને સંત સમુદાય ને પણ આવા કોમી એખલાસ ભરેલા વાતાવરણ ને ઉતેજન આપવું જોઈએ.કૌશરઅલી બાપુ જેવા વ્યક્તિ ને હર હંમેશ કોમીએકતા અને સેવા નાં કાર્યો માં સાથ સહકાર આપવા જણાવ્યું હતું.
રામસખી મંદિર નાં મહંત શ્રી કીર્તિચંદ મહારાજે પોતાનાં શુભેચ્છા સંદેશ માં સૌના દુઆગીર અને કોમીએકતા નાં પ્રતીક હાજીમખદુમઅલી બાપુ ને યાદ કરી જણાવ્યું કે , એક અલ્લાહ નાં શાંતિદૂત હતા , એમણે કોમી એકતા અને એખલાસ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અને તેજ માર્ગ પર તેમના પુત્ર પીર સૈયદ કૌશરઅલી બાપુ ચાલી રહ્યા છે જે બદલ શુભકામનાઓ પાઠવી હતી.
પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે , કચ્છ ની કોમીએકતા અને ભાઈચારા ની નોંધ સમગ્ર વિશ્વ માં લેવાઈ રહી છે.પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ એ ૫૦ વર્ષ સુધી કોમીએકતા અને ભાઈચારા માટે ની મિશાલ સમગ્ર કચ્છભર માં ફેલાવી હતી. પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ કોઈ એક કોમ નાં ધર્મગુરુ નહીં પરંતુ સમસ્ત સમાજ નાં ધર્મગુરુ હતા.જે બદલ તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી કોટી કોટી વંદન કર્યા હતા. મોટાસલાયા મધ્યે આવા સુંદર કોમીએકતા નાં કાર્યક્રમ નું આયોજન કરવા બદલ બાપુ નાં બન્ને પુત્રો પીર સૈયદ કૌશરઅલીશા અને પીર સૈયદ અસગરહુસૈન બાપુ શુભકામનાઓ પાઠવી હતી વિશેષ માં તેમણે કરબલા નાં અમર શહીદો ની યાદ માં યોજાતી આ મજલિસ અંગે જણાવ્યું હતું કે ,આપના દેશ ની પરંપરા છે કે જે ધર્મ અને રાષ્ટ્ર ની રક્ષા કરવા માટે બલિદાન આપનાર ને અંજલિ આપવા માં આવે છે.આવા ૭૨ કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા , ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ જિલ્લા કલેકટર અમિત અરોરા , એસ.પી. બાગવાન વગેરે એ આવા ઐતિહાસિક કાર્યક્રમ બદલ અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં પ્રમુખશ્રી પીર સૈયદ કૌશરઅલીશાહ બાપુ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે આઈ.જી.પી. શ્રી ચિરાગ કોરડીયા એ કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવી આવા કોમી એકતા નાં આયોજન બદલ પીર સૈયદ કૌશરઅલીશા બાપુ ને અભિનંદન પાઠવી બિરદાવતા જણાવ્યું હતું કે , ભારત ની આન-બાન અને શાન ને જાળવી રાખવા આંતરિક વિખવાદો ને ભુલી એક થવા પર ભાર આપ્યો હતો. ઇમામ સાહેબ ની શહાદત ને યાદ કરી ને સીમા પર આપણા દેશ નાં વીર જવાનો ૨૪ કલાક શહાદત ની તૈયારી સાથે દેશ ની સુરક્ષા માટે તૈનાત છે.
મિયાણા સમાજ નાં પ્રમુખશ્રી અલીમામદભાઈ રોહા , ભડાલા જમાત નાં પ્રમુખ હાજી ઈશા થૈમ , મખદુમ હાજીઈબ્રાહીમ દરગાહ નાં મુતવલ્લી હાજીઆદમ (ભોલુશેઠ) એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સ નાં વાડીલાલભાઈ દોશી એ કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી આવા કાર્ય કરવા બદલ કૌશરઅલી બાપુ નો વિશેષ સન્માન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સુન્ની મુસ્લિમ ભડાલા જમાત નાં પ્રમુખશ્રી થૈમ હાજીઈશા હાજીસિધિક પટેલ નું સેવાકીય કાર્યો કરવા બદલ સહકાર યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ મજલીસ માં સૂફી સંતો-મહંતો, માંડવી તાલુકા મામલતદાર શ્રી ગોકલાણી સાહેબ , કચ્છ જિલ્લા નાં માનનીય અધિકારી સાહેબશ્રીઓ , પીર સૈયદ અસગરહુસૈન બાપુ સ્થાનિક અધિકારીશ્રીઓ ,પીર સૈયદ લતીફશા (સીનુગ્રા) , હાજીઈશા (પટ્ટાશેઠ) ,માંડવી નગરપાલિકા બાંધકામ વિભાગ નાં ચેરમેન શ્રી કાનાણી , નયેનભાઈ સોની , જુણેજા સમાજ નાં પ્રમુખ ઈબ્રાહીમભાઈ જુણેજા ,મહેન્દ્રભાઈ કંદોઈ ,હાજી આધમ હાજીસિધિક થૈમ ,હાજીશકુરભાઈ થૈમ , હુસૈનભાઈ જુણેજા , સુલેમાન શિરૂ , પીર સૈયદ નસીબશા હબીબશા , પીર સૈયદ અશરફશા હુસૈનશા , અકબરભાઈ નોડે ,ઉંમરભાઈ ભટ્ટી , બાવાભાઈ વાઘેર , નિલેશભાઈ ઝાલા ,લાલજીભાઈ મહેશ્વરી , ઈશા માડવાણી,આશીફ સુમરા , ફિરદોષ વાઘેર , ફિરોઝ વાઘેર,સમદ નારેજા , સૌક્તભાઈ ખત્રી , માંડવી શહેર અને તાલુકા નાં ઈમામવાડા નાં માતામીઓ ,તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓ અને વિવિધ સમાજ નાં આગેવાનો તથા મહાનુભાવો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ હાજરી આપી કોમીએકતા અને ભાઈચારા ને પ્રોત્સાહન આપવા બદલ અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી નાં પ્રમુખશ્રી પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલી બાપુ એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ ની પુર્ણાહુતી રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી દ્વારા દસ્તારબંધી ની પ્રશાદી થી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલી બાપુ ના માર્ગદર્શન હેઠળ અખિલ કચ્છ અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં સભ્યો વગેરેએ જહેમત ઉઠાવી હતી.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા