ભુજમાં શ્યામાપ્રસાદ મુખરજીને જન્મ જયંતી એ વિવિધ સેવા કાર્યો કરાયા

ભુજ આજે ભુજ ખાતે શ્યામાપ્રસાદ મુખરજીની 123મી જન્મ જયંતી આજે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઈ હતી પ્રથમ વંદના કાર્ય યોજવામાં આવ્યો હતો ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં કપડાઓનું વિતરણ નોટબુકોનું વિતરણ બાળકોને અલ્પાહાર અને ટિફિન વ્યવસ્થા કરવામાં આવી હતી છાત્રોને નોટબુકો ધારાશાસ્ત્રી હિતેનભાઈ સોલંકી તેમજ શ્રીરામ ગ્રુપગાંધીધામના જખાભાઈહુંબલ તરફથીઆપવામાં આવી હતી જ્યારે દરમિયાન ટિફિન વ્યવસ્થા અમદાવાદના શ્રીમતી નીના બેન ઋષિકેશભાઇ પટણી દ્વારા કરવામાં આવી હતી.

આજના દિને બાળકોને અલ્પાહાર ની વ્યવસ્થા પણ ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન અને ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવક સેનિટેશન ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરી દેવામાં આવી હતી દરમિયાન કપડાઓની વ્યવસ્થા ભુજના ભાસ્કરભાઈ માકડ અને ભાવનાબેન માકડ દ્વારા કરી દેવામાં આવી હતી આજના દિને સત્યમના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી નરેન્દ્ર ભાઈ સ્વાદીયા નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ તેમજ નયન ભાઈ શુક્લ વગેરે સંભાળી હતી દરમિયાન ભુજના પાટીદાર મહિલા અગ્રણી રામુબેન પટેલ દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી અને નયનભાઈ શુક્લા દ્વારા પણ સહયોગ મળ્યો હતો વાહન વ્યવસ્થા ધીરેનભાઈ ઠક્કર રામુબેન પટેલ અને હિતેનભાઈ ગોસ્વામી દ્વારા કરી આપવામાં આવી હતી.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *