તેલંગાના ના એક માનસિક દિવ્યાંગ વ્યક્તિના સહારે પ્રાગપર પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સાર્થક કાર્ય કરાયું

આજરોજ પ્રાગપર પોલીસની હદમાં એક માનસિક દિવ્યાંગ પ્રાગપર પોલીસને મળી આવેલ હતા જેની પૂછપરછ કરતા તે તેલંગાના વિસ્તારનો જાણવા મળ્યું હતું. પોતે પ્લમ્બરિંગ કામ કરતા હતા અને પ્લમ્બરિંગ કામ માટે ગાંધીધામ બાજુ કામ અર્થે આવ્યા હતા. આકસ્મિત રીતે માનસિક સ્થિતિ ખરાબ તથા રખડતી ભટકતી હાલતમાં પોલીસ સ્ટાફ ને મળી આવ્યા હતા.

આપણે એક અવારનવાર સૂત્ર સાંભળતા હોઈએ છીએ. પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ખરેખર પ્રાગપર પોલીસ સ્ટેશનને સાર્થક કર્યું છે. અને માનવ સેવાના ભાવથી સેવા ભાવનાથી આ માનસિક દિવ્યાંગ વ્યક્તિને કાઉન્સિલિંગ કરી અને તેમના પરિવારનો સંપર્ક કરેલ અને તેમના પરિવારને જાણ કરી તેમનો કબજો લેવા માટે જણાવ્યું હતું.

આ માનસિક દિવ્યાંગ ને એમના પરિવાર હજારો કિલોમીટર દૂરથી તેમનો કબજો લેવા આવવાના છે આ માનસિક વ્યક્તિ સાથે ચર્ચા કરતાં તેમની એક દીકરી અને પત્ની પરિવારમાં છે.

આ માનસિક દિવ્યાંગને સુરક્ષિત રીતે આશરો આપવા માટે પ્રાગપર પોલીસ સ્ટેશન દ્વારા શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ- ભુજ તેમજ નગરપાલિકા કચેરી ભુજ દ્વારા સંચાલિત. ઘરવિહોણા લોકોનું આશ્રય સ્થાન આશ્રમ. શેલટર હોમ- રેન બસેરા. મધ્યે આસરા માટે પોલીસ દ્વારા મોકલવામાં આવ્યો હતો. અને સંસ્થાના ટ્રસ્ટીશ્રી દ્વારા આ માનસિક દિવ્યાંગને આશરો આપી અને

મેડિકલ સારવાર માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ખાસ વાત તો એ છે તેલંગાના થી કચ્છનો હજારો કિલોમીટર દૂરથી આવેલા વ્યક્તિને પડેલ તકલીફમાં પોલીસ સહભાગી બની છે અને ઉત્તમ સેવાનું કાર્ય પોલીસ સ્ટેશનના તમામ અધિકારી તેમજ સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ માનસિક વ્યક્તિને પ્રાંગપરથી ભુજ મોકલાવવા માટે વાહન માટેની વ્યવસ્થા પ્રાગપરની સેવા ભાવિ સંસ્થા શ્રી એન્કરવાલા આહિષાધામ ભગવાન મહાવીર પશુરક્ષાના સી.ઈ.ઓ શ્રી રાહુલભાઈ સાંવલા મદદરૂપ બન્યા હતા.

આ સેવા કાર્યમાં મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એચ. એસ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રાગપર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ શ્રી આર.એન. વાડવે સાહેબ તેમજ હેડ કોસ્ટેબલ નરેન્દ્રસિંહ પરમાર, અલ્પેશ સિંહ જાડેજા, ગૌતમભાઈ રાઠોડ. પોલીસ કોન્સ્ટેબલ. લાલજીભાઈ તેમજ ઈશ્વરભાઈ ચૌધરી નો સેવા કાર્યમાં સહયોગ રહ્યો હતો. આ ઉપરાંત રેન બસેરાના સંચાલક શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રીશ્રી હેમેન્દ્રભાઈ જણસારી તેમજ ટ્રસ્ટીગણ હર્ષાબેન સુથાર . રીન્કુબેન જણસારી. સંગીતાબેન.રવિભાઈ જેસર સહયોગી રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *