શ્રી ભુજ ક.વી.ઓ. જૈન સંધ સંચાલીત ભગવાન મુનિસુવ્રત સ્વામી જીનાલય વિજયનગર અને ભગવાન મુનિસુવ્રત સ્વામિ જીનાલય નવનીત નગર-કોવઈ નગર બંને જીનાલયનો ધ્વજારોહણ ત્રિ દીવસીય કાર્યક્રમ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ધ્વારા ઉજવવામાં આવ્યો હતો. શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ.શ્રી ગુણસાગરસુરીશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપાએ તપસ્વીરત્ન પ.પૂ. આ.ભ.શ્રી ગુણોદયસાગરસુરીશ્વરજી મ.સા., સાહિત્ય દિવાકર, રાજસ્થાન-દક્ષિણ દિપક અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.,વર્ષીતપ આરાધક ૫.પૂ.આ.ભ.શ્રી કવીન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા.,પ.પૂ.આ.ભ.શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના આર્શિવાદી પ.પૂ. સાધ્વી વિચક્ષણાશ્રીજી મ.સા.ના શિષ્યા ૫.પૂ. સાધ્વી દિવ્યગુણાશ્રીજી મ.સા. અને પ.પૂ.સાધ્વી કોટીગુણાશ્રીજી મ.સા.ની નિશ્રામાં ચાલુ ૨૦૨૪ના વરસની વિજય નગર રથાકાર જીનાલય મધ્યે ધ્વજારોહણ નો લાભ રમેશચંદ્ર ચંદુલાલ શાહ હસ્તે શ્રી નીશીથભાઈ શાહ પરિવારે લીધો હતો. જયારે આવતા ૨૦૨૫ના વરસથી ધ્વજારોહણનો લાભ માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવારે લીધો છે. નવનીત નગર/કોવઈ નગર મધ્યે આવેલ જીનાલય ની ચાલુ ૨૦૨૪ના વરસની ધ્વજારોહણ નો લાભ શ્રી હેત લક્ષ્મીકાંતભાઈ કારાણી પરિવારે લીધો હતો. જયારે આવતા ૨૦૨૫ના વરસથી ધ્વજારોહણનો લાભ માતૃશ્રી રમીલાબેન હિરજી નાગડા પરિવાર હસ્તે આજ્ઞા, કથા, પ્રિયંકા એ લીધો છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા, મહાજન અને સંધના ટ્રસ્ટીશ્રીઓના શુભ હસ્તે ભગવાન મુનિસુવ્રત સ્વામી નિરણ કેન્દ્રનું ઉદઘાટન ગાય માતાનું પુજન કરી તેમને ગોળઅને નિરણ આપી કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે શ્રી જીગર તારાચંદભાઈ છેડા એ જણાવ્યુ હતુ કે જીવદયાએ જૈનોની કુળદેવી છે. જયારે એક બાજુ ગૌ માતાની હત્યા થાય છે જયારે આપણે ત્યાં ગૌ માતાનું પુજન થાય છે ત્યારે આ લડાઈ સંસ્કૃત્તિ અને વિકૃત્તિ વચ્ચેની છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે પુરૂષાર્થ આપણો અને અનુગ્રહ પરમાત્માનો હોય ત્યારે તેની સફળતા વિશે કોઈ જ શંકા નથી.ત્યારે શ્રી જીગરભાઈ છેડાએ ઉપસ્થિત લોકોને જીવદયા ફંડ માટે અપીલ કરી હતી.આ પ્રસંગે જીવદયા માટે દાનની અપિલ કરતા સ્થળ ઉપરજ રૂ.૧ લાખ થી વધુની રકમ એકત્રિત થઈ ગઈ હતી.
આ પ્રસંગે વિજય નગર જીનાલય મધ્યે ચંદ્ર દર્શનનો લાભ માતૃશ્રી ઉર્મિલાબેન મોહનલાલ પાસડ પરિવારે,
સુર્ય દર્શન,મંગળ દિવો અને પ્રથમ પુજાનો નો લાભ માતૃશ્રી મણીબેન તારાચંદભાઈ દેઢીયા પરિવારે, આરતીનો
લાભ માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવારે લીધો હતો.શાંતિ કળશનો લાભ
ધ્વજારોહણના લાભાર્થી પરિવારને આપવામાં આવ્યો હતો. જયારે નવનીત નગર /કોવઈ નગર જીનાલય મધ્યે
ચંદ્ર દર્શનનો લાભ માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે શ્રીમતી શીલાબેન લ્હેરીભાઈ છેડા પરિવારેઘ, સુર્ય
દર્શનનો લાભ માતૃશ્રી લક્ષ્મીબેન લક્ષ્મીચંદભાઈ વોરા પરિવારે, આરતી અને મંગળ દિવાનો લાભ શ્રી રાજેશભાઈ
રવિલાલ ગોગરી પરિવારે, પ્રથમ પુજનો લાભ શ્રીમતી જુલીબેન ભરત ગાલા પરિવારે લીધો હતો. શાંતિ કળશનો
લાભ ધ્વજારોહણના લાભાર્થી પરિવારને આપવામાં આવ્યો હતો. બંને જીનાલય મધ્યે ધ્વજારોહ પ્રસંગે
પ્રભાવનાનો લાભ માતૃશ્રી ઝવેરબેન મોરારજી સૈયા હસ્તે શ્રી હિરાલાલભાઈ મોરારજીભાઈ સૈયા પરિવારે લીધો
હતો. જયારે વિજય નગર જીનાલય મધ્યે સ્વામિવાત્સલ્યનો લાભ માતૃશ્રી મણીબેન તારાચંદભાઈ દેઢીયા
(કોટડારોહા, હાલે ભુજ) પરિવારે, નવનીત નગર/કોવઈ નગર જીનાલય મધ્યે સ્વામિવાત્સલ્યનો લાભ
માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા (મોટા કાંડાગરા, હાલે ભુજ) પરિવારે લીધો હતો.
મહોત્સવના દ્વિતીય દિવસે નવનીત નગર-કોવઈ નગર જીનાલય મધ્યે પ.પૂ. સાધ્વીજી મ.સા.ની નિશ્રામાં
શ્રી ક.વી.ઓ. સખીવૃંદ દ્વારા પંચ કલ્યાણક પુજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સમાજના લોકો હાજર
રહી પુજાનો લાભ લીધો હતો. આ પ્રસંગે વિધીકાર શ્રી દિપકભાઈ કોઠારી એન્ડ પાર્ટીએ સંગીતમય શૈલીમાં
લોકોને ભકિતના રસમાં તરબતોળ કર્યા હતા. આ ત્રિવસીય ધ્વજારોહણ મહોત્સવમાં શ્રી ક.વી.ઓ. જૈન મહાજન
ના ટ્રસ્ટીઓ, શ્રી સંધના ટ્રસ્ટીઓ, યુવા પાંખના મેમ્બરો, સખીવૃંદની બહેનો અને સમાજના લોકો તથા ભકતોબહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવીહતી.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા