આપને ત્યાં હવે સામાન્ય રીતે કોઈનું મુત્યુ થાય તે વખતે મુત્યુ પામનારને બહાર ક્યારે કાઢવાને છે તે એકબીજાને ફોન પર પૂછી તે સમયે માત્ર દેખાડો કરવા માત્ર 10 કે 15 મિનિટ નવા અસ્ત્રીબંધ કપડામાં હાજર રહેવાનો દંભ કરીએ છીએ.
આપને શારીરિક રીતે તો ત્યાં હાજર હોઈએ છીએ પણ માનસિક રીતે 100 ટકા સદંતર ગેરહાજર હોઈએ છીએ અને બીજી એક વાત તમે નોંધ કરજો કે દરેક ના હાથમા મોબાઈલ હોય છે મોબાઈલ જાણે મુત્યુ પામનારને ત્યાં પ્રવેશવાનું જાણે લાઇસન્સ હોય અરે ભાઈ તમે ક્યા આવ્યા છો? ક્યા કામ માટે આવ્યા છો? એ તો વિચારો બસ જ્યા હોય ત્યાં તમારે વટ મારવો છે? પોતાનો રુવાબ બતાવવો છે? તમારા શારીરિક હાવભાવ શુ પ્રદશિત કરી રહ્યા છે ભાઈ?
આવા પ્રસંગે તમને શું કરવાનું છે એ યાદ છે કે ભૂલી ગયા છો?
મુત્યુ પામનાર ના અંતિમ દર્શન કરી બે હાથ જોડી વંદન કરવાના છે ત્યાં અવાજ શોરબકોર ઘોંઘાટ કરવાનો નથી એક હાથમા મોબાઈલ રાખી આગળ વધવાનું નથી ગરદી કે ધક્કામુક્કી કરવાની નથી શાંતિથી મોબાઈલ ખિસ્સામાં રાખી ગમગીન ચેહરે ધીમે ધીમે હળવા પગલે આગળ વધવાનું છે. ત્યાં પહોંચી શાંતિથી મુત્યુ પામનારના બે હાથ જોડી નતમસ્તકે ઉદાસ ગમગીન ચેહરે દર્શન કરી વેરાગ્ય ભાવ તમારા મનમાં લાવવાનો છે પછી થોડા આગળ આવી જોરશોરથી વાતો કરવાની નથી મોબાઈલ હાથોમાં લઈ ઘાંટો પાડવાનો નથી
મુત્યુ પામનારને ઘરમાંથી બહાર કાઢી ઘર બહાર પહેલાથી ઉભેલી શબવાહિનીમા મુકવાના હોય એ વખતે માત્ર ચિત્ર કે સિરિયલ જોતા હોય એ પ્રમાણે વર્તન કરવાનું નથી પ્રસંગની ગરિમા ગંભીરતા જાળવવાની છે
મુત્યુ પામનારના કુટુંબીજનો હાથ જોડે એટલી જ વાર હોય છે બધા ફટાફટ ઉતાવળમાં હાથ જોડી ભાગવા માંડે છે જાણે કોઈ કેદીને લાંબી જન્મટીપની સજા પછી જાણે જેલમાંથી છુટ્ટી મળી હોય
પહેલા ઘરેથી સ્મશાનઘાટ સુધી બે ત્રણ કિલોમીટર મુત્યુ પામનારની ઠાઠડીને ખભે ઉંચકી વારાફરતી ખાંધ અપાતી હતી એ દ્રશ્ય જાહેરમાર્ગ પર દેખાતું સંદતર બઁધ થઈ ગયું છે હવે આપને એટલા વ્યસ્ત અને આધુનિક થઈ ગયા છે કે કોઈની પાસે જરા પણ સમય નથી આપને માણસ નહીં નિર્જીવ બેજાન પૂતળા બની ગયા છે લાગણી સંવેદના અપનાપન હૂંફ આપના બધાના જીવનમાંથી ગાયબ લુપ્ત થઈ ગયા છે
સ્મશાન સુધી માત્ર આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ જાય છે એ પણ ગાડી પર દેહ પુરેપુરો પંચમહાભૂતમા ભળે ત્યા સુધી માત્ર પાંચ કે સાત વ્યક્તિ જ હાજર હોય છે
બેસણામાં પણ જાણે પીકનીક પર આવ્યા હોય વિડિઓ શુટિંગ થતું હોય એમ આપને હાજરી પુરાવીએ છીએ આપને કેટલા દંભી બની ગયા છે એનો પુરાવો તમને દરેક બેસણામાં મળી આવશે બનાવટ કરતા કરતા આપને ક્યાંથી ક્યાં પહોંચી ગયા?
વળી પાછુ વોટ્સઅપ પર મરનારને શ્રદ્ધાજલી આપવા બધા જ એક નાકેથી મંડી પડીએ છીએ આપને મરનારને ઓળખતા હોય કે ના હોય કોઈ દિવસ મરનારને જોયા હોય કે ના જોયા હોય કોઈ દિવસ મળ્યા હોય કે ના મળ્યા હોય બસ ધડાધડ મેસેજ પર મેસેજ કરી આખું ગ્રુપ ભરી દઈએ છીએ પછી શું થાય છે બધા જ પોતાના મોબાઈલમા એક પણ મેસેજ કે ફોટો જોયા વગર બધા જ મેસેજ ડીલીટ મારી દઈ હાશ અનુભવે છે બોલો ખરી વાત છે કે નહી? એમાં પાછા મરનાર કોઈ પહોંચેલી શ્રીમંત કે વ્યક્તિના સગા કે સબંધી હોય તો તો પછી પૂછવું જ શું?
ભાઈઓ ખરેખર આપણામાં ને ચાવી દીધેલા નિર્જીવ રોબર્ટમા કોઈ ફરક હવે રહ્યો છે ખરો?
ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા.