બેંકને વિકાસના પંથે લઈ જવા માં સભાસદોનો સિંહફાળો
આજરોજ તારીખ ૧૩/૦૪/૨૦૨૪ થી શ્રી ભુજ લોહાણા મહાજન વાડી છછ ફળિયા ભુજ મઘ્યેથી બેંક દ્વારા સભાસદ ભેટ 2024 ની વિતરણ કામગીરી શરૂ કરવામાં આવી તેમજ તા.૧૪/૪/૨૦૨૪ના પણ આજ સ્થળે અને સમય સવારે 9:00 કલાકે થી સાંજે પાંચ કલાક સુધી ભેટનું વિતરણ કરવામાં આવશે ઉપરાંત તા.૧૫/૪/૨૦૨૪થી બેંક ની હેડ ઓફિસ ન્યુ સ્ટેશન રોડ મધ્યેથી બેન્કિંગ સમય દરમિયાન સભાસદ ભેટ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે.સભાસદ ભેટ 2024 વિતરણ કામગીરી શરૂ કરતાં પહેલાં આપણી પ્રાચીન પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું જેમાં બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ ઠક્કર તેમજ ચેરમેન શ્રી રમેશભાઈ બી મહેશ્વરી, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ આર ઠક્કર, બેંકના ડાયરેક્ટરો સર્વે શ્રી કલ્પેશભાઈ આર ઠક્કર, હિતેશભાઈ સી ઠક્કર, શ્રીમતી રેશમાબેન ઝવેરી, શ્રી મનીષભાઈ પી ઠક્કર, પ્રોફેશનલ ડાયરેક્ટર શ્રી ધીરેન એમ શાહ ઉપરાંત બેંક ને આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહી ભુજ મતવિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભીમજીભાઇ જોધાણી, સિનિયર એડવોકેટ શ્રી દેવરાજભાઈ ગઢવી શ્રી જયેશભાઈ સચદે, બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી ગોદાવરીબેન ઠક્કરના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બેંકના ડાયરેક્ટર શ્રીમતિ રેશમાબેન ઝવેરીએ જણાવ્યું હતું કે બેંકની સુવર્ણ જયંતી વર્ષના અવસરે બેંક દ્વારા આયોજિત સભાસદ ભેટના કાર્યક્રમમાં પધારી સૌ મહાનુભાવો બેંકના ડાયરેક્ટર શ્રીઓ, અધિકારીઓ અને સ્ટાફગણની મહેનતના ફળ રૂપે આજના કાર્યક્રમનું આયોજન નિર્માણ પામેલ છે તેઓને બેંક વતી હૃદય પૂર્વક આવકારીએ છીએ .આજના કાર્યક્રમની સભાસદોની જાણકારી અર્થે દૈનિક સમાચાર પત્રોમાં જાહેરાત રૂપે તથા મેસેજથી જાણ કરવામાં આવેલ છે.
આજના કાર્યક્રમમાં બેંકના ડાયરેક્ટર શ્રી મધુકરભાઈ પી ઠક્કર, શ્રી ચેતનભાઇ આર શાહ અને પ્રોફેશનલ ડાયરેક્ટર શ્રી નયનભાઈ આર પટવા પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવી, અખિલ કચ્છ લોહાણા મહાજનના ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ આઇયા,
શૈલેન્દ્રસિંહ જાડેજા પૂર્વ મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ,હર્ષદભાઈ ભીદે પૂર્વ ડાયરેક્ટર ભુજ કોમર્શિયલ બેંક,નરેશભાઈ સોમૈયા પ્રમુખ રઘુવંશી ક્રેડિટ સોસાયટી તેમજ પૂર્વ ભુજ લોહાણા મહાજનના મહામંત્રી સતિષભાઈ શેઠિયા, શંભુભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એપીએમસીના ચેરમેન શ્રી હઠુભા જાડેજાનુ સન્માન બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.
તદુપરાંત બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ ઠક્કરે બેંકના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલ તમામ મહાનુભાવોનું હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સભાસદ ભેટ લેનાર સભાસદ પાસેથી કેવાયસી લેવાનું ફરજિયાત છે આ બાબત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની ગાઈડ લાઈનમાં જણાવવામાં આવેલ હોઇ ભેટ લેનારે કેવાયસીના પુરાવા રજૂ કરવા બંને માટે હિતાવહ છે. ત્યારબાદ બેંકના ભૂતપૂર્વ ચેરમેન અને સામાજિક અગ્રણી શ્રી જયેશભાઈ સચદેએ જણાવ્યું કે આજના સભાસદ ભેટ 2024 ની વિતરણ કામગીરીના આયોજન કરવા બદલ બેંકના ડાયરેક્ટર શ્રીઓ અધિકારીઓ તથા સ્ટાફ ગણને અભિનંદન પાઠવેલ. કેવાયસી ના પુરાવા લેવા જરૂરી છે જે બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે ખરેખર પ્રશંસનીય છે. વિશેષમાં જે સભાસદો એ ડિવિડન્ડ મેળવેલ નથી તેઓ માટે બેંક દ્વારા અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલનું શાલ ઓઢાડી બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે સન્માન કર્યું હતું. ભુજ તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભીમજીભાઇ જોધાણી નું શાલ ઓઢાડી બેંકના મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમભાઈ આર ઠક્કરે સન્માન કર્યું હતું.બેંકના પૂર્વ ચેરમેન શ્રી જયેશભાઈ સચદે નું શાલ ઓઢાડી બેંકના વાઇસ ચેરમેન રમેશભાઈ મહેશ્વરીએ સન્માન કર્યું હતું. સિનિયર એડવોકેટ શ્રી દેવરાજભાઈ ગઢવીનું બેંકના ડાયરેક્ટર શ્રી કલ્પેશભાઈ આ ઠકકરે સન્માન કર્યું હતું. બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર ગોદાવરીબેન ઠક્કરનું સાલ ઓઢાડી બેન્કના ડાયરેક્ટર રેશ્માબેન ઝવેરીએ સન્માન કર્યું હતું તદુપરાંત નવીનભાઈ આઇયાનું સાલ ઓઢાડી બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે સ્વાગત કર્યું હતું શ્રી સતિષભાઈ શેઠિયા નું બેંકના ડાયરેક્ટર શ્રી મધુકરભાઈ પી ઠક્કરે જ્યારે કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીનું બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર અને મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમભાઈ ઠક્કરે સન્માન કરેલ. તેમજ શ્રી ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી હઠુભા જાડેજા નુ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે સન્માન કર્યું હતું. ઉપરાંત બેંકના પ્રોફેશનલ ડાયરેક્ટર શ્રી ધીરેનભાઈ એમ શાહ નો જન્મદિન હોતા સૌએ તેઓને શુભેચ્છા પાઠવેલ હતી. આજના કાર્યક્રમમાં ભુજ મતવિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમના ટૂંકા પ્રવચનમાં જણાવેલ કે બેંકના પારદર્શક વહીવટ બદલ બેંકના ડાયરેક્ટર શ્રીઓ અધિકારીઓ અને સ્ટાફગણને અભિનંદન પાઠવતા જણાવ્યું કે બેંક દ્વારા સભાસદ ભેટ જેવા કાર્યક્રમો યોજવા બદલ સફળ કાર્યક્રમ થાય તે માટે ઉપસ્થિત સૌ સભાસદોને અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના પોતાના સહયોગની ખાતરી આપી હતી. આજના કાર્યક્રમમાં કેશુભાઈ પટેલના હસ્તે પ્રતિક રૂપે કાર્યક્રમના પ્રથમ સભાસદ ભેટ 2024 શ્રી ધર્મેન્દ્રભાઈ મોરારજી ચંદે ને આપવામાં આવી હતી આજના કાર્યક્રમનું સંચાલન સંબંધિત તમામ પ્રકારની કામગીરી બાબતે બોર્ડ મિટિંગમાં વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને તમામ ડાયરેક્ટર શ્રી ઓ દ્વારા સભા સદ ભેટ 2024 ની કામગીરી સુચારૂરૂપે કરવામાં આવેલ. આજના કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થામાં બેંકના જનરલ મેનેજર ધીરેનભાઈ એસ મજેઠીયા દ્વારા ખૂબ સક્રિય રહી કામગીરી કરવામાં આવી હતી તેમજ ભીડબજાર શાખાના મેનેજર ચેતનભાઇ ઠક્કર, નખત્રાણા શાખાના મેનેજર જય ભાઈ બુદ્ધદેવ, જીગરભાઈ મહેતા ભાર્ગવભાઈ કોટેચા, પારસ ભાઈ શાહ,જીગ્નેશભાઈ સોનેતા, દીપેન ઠક્કર, ચંદ્રેશ સોમૈયા,કપિલ પાઠક, કપિલ ગણાત્રા તથા સમસ્ત સ્ટાફગણે સંભાળેલ તેવું બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ ઠક્કર અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ આર ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
બ્યુરો રીપોર્ટ :- ઇમરાન અવાડીયા