વિસ્તાર ની જનતા ના વિકાસ ને ધ્યાને લઈ કર્યો ભાજપ પ્રવેશ
લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરા આજરોજ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, મુકેશભાઈ સંઘાણી,લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા તેમજ સંગઠનના હોદ્દેદારો ની હાજરીમાં વિધિવત રીતે ભાજપ પ્રવેશ મેળવ્યો હોય ત્યારે સરપંચ દ્વારા પ્રેસ નોટ આપી જાહેર કરવામાં આવેલ કે લીલીયા ગ્રામ પંચાયતમાં ૧૩ વર્ષ પહેલા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવેલું જેનું આજ દિન સુધી ગટરના પ્રમાણમાં મોટું જટિંગ મશીન તથા ગટર મેન્ટેનન્સનું કામ ખોરંભે ચડેલ તેમજ પીવાના પાણીના હાઉસ કનેક્શનની વ્યવસ્થા તથા એસ ટી ડેપો ની જગ્યા ની ફાળવણી બાબતે તેમજ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ અને હાલ લોકસભા અમરેલીના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા પ્રમુખ બનતા ના ચોથા દિવસે મોટા જેટિંગ મશીન માટે રૂપિયા 45 લાખ જેવી માંતભર રકમ ફાલવેલ તેમજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા એ તારીખ 13/3/2024 ના રોજ લીલીયા એસ ટી ડેપોની જગ્યાની ગ્રામ પંચાયત દ્વારા એસ ટી વિભાગની જગ્યા ફાળવણી કરતા ની સાથે જ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તેમની આવડત અને કુનેહ મુજબ ગુજરાત સરકારના વર્ષ 2024/25 ના બજેટમાં થી રૂપિયા ત્રણ કરોડ તાત્કાલિક અસરથી ફાળવી આપેલ ભૂગર્ભ ગટર માટે 11 કરોડ રૂપિયાનું ટેન્ડર કરી આપવામાં આવેલ હોય ત્યારે આ ટેન્ડર ચૂંટણી પૂર્ણ થતા તાત્કાલિક અસરથી ભૂગર્ભ ગટર નું કામ પણ પંપિંગ સ્ટેશનથી શરૂ કરી દેવાની ખાતરી આજરોજ જીવનભાઈ વોરા ને આપવામાં આવેલ હોય જેના અનુસંધાને લીલીયા ની જનતાનું હીત વિચારીને આજરોજ તારીખ 29/3/2024 ના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાયેલ વિશેષ સરપંચ દ્વારા જણાવવામાં આવેલ કે લીલીયા ના વિકાસને હુંફ આપવા માટે ભાજપમાં જોડાયેલ છું અને આવનાર દિવસોમાં સરકારશ્રીની વિવિધ યોજના માંથી મારા લીલીયા ની જનતા માટે વિવિધ વિકાસ કામને વેગ આપવાના મારા પુરા પ્રયત્નો રહેશે તેવું એક પ્રેસ નોટ ના માધ્યમથી જીવનભાઈ વોરા દ્વારા જાહેર કરવામાં આવેલ છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે
અહેવાલ :- ઇમરાન પઠાણ