અપહરણ તથા પોક્સોના ગુન્હાના આરોપી તથા ભોગબનનાર ને મોરબી જીલ્લાના હળવદ તાલુકાના શક્તિપરા ગામની સીમ વિસ્તારમાથી ગણતરીના દિવસોમા ઝડપી પાડતી લીલીયા પોલીસ ટીમ
લીલીયા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૪૦૧૧૦/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબ નો ગુન્હો તા.૨૫/૦૩/૨૦૨૪ ના કલાક ૧૩/૧૫ વાગ્યે રજી થયેલ હોય અને આ કામની હકીકત એવી છે કે,આ કામના આરોપી એ ફરીની ભોગ બનનાર સગીર વયની દિકરી ઉ.વ.૧૭ વર્ષ ૩ માસવાળી તેણી સગીર વયની હોવાનુ જાણવા છતા તા.૨૪/૦૩/૨૦૨૪ના ક.૧૪/૦૦ વાગ્યા થી ૧૪/૩૦ વાગ્યા આસપાસ લલચાવી ફોસલાવી ફરીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુન્હો કર્યા વિ બાબત ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં મિલ્કત સંબંધી ચોરીના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં શરીર સંબંધી તથા મિલ્કત રાબંધી ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપી હોય અને તેવા ગુન્હાઓનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી પાડવા સારૂ સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ ગુન્હાઓનાં ભેદ ઉકેલવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી ચિરાગ દેસાઈ સાહેબ, તથા l/c ના.પો.અધિ શ્રી એ.જી.ગોહિલ સાહેબ, સર્કલ પો.ઇન્સ. શ્રી વિ.એમ.કોલાદરા સાહેબ નાઓ દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ
લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.એસ.આર..ગોહીલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ ગૌતમભાઇ વલકુભાઈ ખુમાણ તથા પો. કોન્સ સંજયભાઇ જીવરાજભાઇ ઇટાળીયા તથા પો.હેડ કોન્સ એસ.કે.ઘાંઘળ તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા તથા પો.કોન્સ દિલીપભાઇ જયંતિભાઇ ખુંટ નાઓ દ્વારા સદર દાખલ થયેલ ગુન્હાના કામના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમ બનાવી લીલીયા પોસ્ટે વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ લગાવેલ સી.સી.ટી.વી.કેમેરા ચેક કરી આરોપી તથા ભોગ બનનારની માહિતિ હ્યુમન એન્ડ ટેક્નીકલ સોર્સ આધારે મેળવી અલગ-અલગ માણસોની પૂછ-પરછ કરી ચોક્કસ બાતમી હકિકતના આધારે આજરોજ મોરબી જીલ્લાના હળવદ તાલુકાના શક્તિપુરા ગામે આવેલ સીમ વિસ્તારમાથી સદર અપહરણ તથા પોક્સોના આરોપી તથા ભોગબનનારને પકડી ધોરણસરની કાર્યવાહી કરની લીલીયા પોલીસ ટીમ.
→ પકડાયેલ આરોપી:-
મુખ્ય આરોપી :- મોહસીનભાઈ રહિમભાઈ ચૌહાણ ઉ.વ.૨૧ ધંધો ડ્રાઇવીંગ રહે લીલીયા હનુમાનપરા તા. લીલીયા જી.અમરેલી તેમજ આરોપી ને મદદગારી કરનાર
સહ આરોપી 1.આશિષ.સગરભાઈ.ધોળકિયા રે.લીલીયા
2. અલ્પેશ ઉર્ફે કાળુ સુરેશભાઈ સેલાર રે.ટીબડી તાલુકો લીલીયા વાળા ને ગણતરી ના દિવસો માં પકડી પાડેલ આમ, આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.એસ.આર..ગોહીલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ ગૌતમભાઈ વલકુભાઇ ખુમાણ તથા પો.કોન્સ સંજયભાઈ જીવરાજભાઈ ઈટાળીયા તથા પો.હેડ કોન્સ એસ.કે.ઘાંઘળ તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા તથા પો.કોન્સ દિલીપભાઈ જયંતિભાઈ ખુંટ વિ. સ્ટાફના માણસો આ કામગીરીમા જોડાયા તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
અહેવાલ :- ઇમરાન પઠાણ