શ્રી માંડવી સેવામંડળમાં યોજાયો શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
માંડવી, તા.ર૮
માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્યા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સ્વ. પ્રભાબેન ફુલચંદ વસાની આજે તા.૨૮-૩ને ગુરૂવારના માંડવીમાં દ્વિતીય પુણ્યતીથી જીવદયા અને માનવસેવા ના કાર્યો કરીને ઉજવાઈ હતી.
આજે માંડવીના શ્રી સેવામંડળ (મંછારામ બાપુના વાડા)માં શ્રી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખપદે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં જામનગરથી ડો. દિવ્યતા, ડો. દક્ષાબેન અને અતુલભાઈ વસા (પ્રભાબેનના ભત્રીજા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેવામંડળમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ, ડો. દિવ્યતા, ડો. દક્ષાબેન અને અતુલભાઈ વસા (પ્રભાબેનના ભત્રીજા), સેવા મંડળના ટ્રસ્ટી ચંદ્રશેનભાઈ શાહ, ભગવતી પ્રસાદ મોથારાઈ, જયેશભાઈ જી. શાહ અને ઓફિસના દિપકભાઈ સોની, સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ, ડો. પુલિનભાઈ વસા, ડો. પ્રાચીબેન, સ્ટાફ તથા અર્પણાબેન વ્યાસ, પ્રભાબેનની આજીવન સેવા કરનાર રૂકશાના બેને પુષ્પાલિ અર્પણ કરી, સ્વ. પ્રભાબેન વસાને શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી.
શ્રી સેવામંડળના ટ્રસ્ટી જયેશભાઈ શાહે પ્રભાબેન વસાની દ્વીતીય પૂણ્યતીથી નિમિત્તે તેમના કાર્યોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.
દિનેશભાઈ એમ. શાહ તથા અપર્ણાબેન વ્યાસે શિક્ષણ ક્ષેત્રે પ્રભાબેનની સેવાની નોંધ લઈ શ્રી સેવા મંડળ સંચાલિત કોચિંગ કલાસ માટે પોતાના સહયોગની ખાત્રી ઉચ્ચારી શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ.
અતુલભાઈ વસાએ પોતાના ફઈ પ્રભાબેનની વિદાયને બે-બે વર્ષ વિત્યાં છતાં માંડવીના લોકો સતત એમને યાદ કરે છે, કોચિંગ કલાસ અંગે આભારની લાગણી વ્યકત કરી. શ્રી સેવા મંડળ પરિવાર, દિનેશભાઈ શાહ, અર્પણાબેન વ્યાસ, ભારતીબેન ગોર, પુનિતભાઈ ભાછા, તેમજ ફઈ સાથે સતત રહેતા રૂકશાનાબેન તેમજ છ એ સ્ટાફગણનો આભાર વ્યકત કર્યો હતો.
સ્વ. પ્રભાબેન વસાની દ્વિતીય પુણ્યતીથી નિમિતે તેમની સ્મૃતિમાં તેમના ભત્રીજા અતુલભાઈ વસા, ડો. દક્ષાબેન અને ડો. દિવ્યતાબેને માંડવીનાં ભગીની મંડળ ને રૂા. ૫૧૦૦૦/- (એકાવન હજાર) અને સેવા મંડળને રૂા. ૧૧૦૦૦/– અગિયાર હજાર મળી કુલ ૬ર૦૦૦/- (બાસઠ હજાર) નું દાન આપેલ હતું.
સ્વ. પ્રભાબેન વસાની સેવામાં કાર્યરત સ્ટાફને ૧ વર્ષ સુધી પગાર તેમના જામનગર નિવાસી ભત્રીજા અતુલભાઈ વસા, ડો. દિવ્યતા અને ડો. દક્ષાબેને ચાલુ રાખેલ છે. તેમજ રૂકસાનાબેનને આજીવન દર મહિને રૂપિયા ર૦૦૦/- મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. આજ માંડવીની એક પગલું સંસ્થાના માધ્યમથી શહેરમાં રખડતા ભટકતા લોકોને બપોરનું ભોજન, શાહ એન્ડ શ્રમજીવી સંગઠનના માધ્યમથી શહેરમાં રખડતા-ભટકતા લોકોને રાત્રે ભોજન, માતૃભુમિ સેવા ટ્રસ્ટના માધ્યમથી શ્વાનોને રોટલા, જલારામ સેવા ટ્રસ્ટના માધ્યમથી જરૂરીયાતમંદોને ટીફીન સેવા, જૈન આશ્રમમાં રહેતા આશ્રિતોને સાંજે ભોજન, નવજીવન જીવદયા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી માંડવી પાંજરાપોળમાં ગાયોને નીરણ, શ્રી સેવા મંડળ સંચાલિત કોચિંગ કલાસમાં શૈક્ષણીક ઉપકરણ ભેટ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ દિકરીઓને બપોરે મિષ્ટાન ભોજન આપવામાં આવ્યું હતું. તથા માણીભદ્રવીર દાદા ગ્રુપના માધ્યમથી ગાયમાતા અને શ્વાનોને લાપસીનું ભોજન રવીવારે આપવામાં આવશે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા