આ નિ:શુલ્ક કેમ્પમાં દવા પણ નિ:શુલ્ક આપવામાં આવશે.
બ્લડ સુગર ની તપાસ તેમજ ઇ.સી.જી.પણ નિ:શુલ્ક કરી અપાશે.
માંડવી ની જનકલ્યાણ મેડિકલ સોસાયટી નું આયોજન.
માંડવી તા. ૨૯/૦૩
શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મહારાજની જન્મ દીક્ષા ભૂમિમાં સ્મૃતિ નિર્મિત સમેત શીખરાવતાર શ્રી ગુણ પાશ્વનાથ જૈન તીર્થ (દેઢિયા તા. માંડવી) મધ્યે શ્રી ગુણ પાર્શ્વનાથ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ અને માંડવીમાં 31 વર્ષથી કાર્યરત જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીના આયોજનથી તા. 31/03 ને રવિવારના સવારના 9:30 થી 1:30 દરમ્યાન ગુણ પાર્શ્વનાથ જૈન તીર્થ (માંડવી નલિયા નેશનલ હાઈવે) (દેઢીયા તા. માંડવી) મધ્યે નિ:શુલ્ક મેગા મેડિકલ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.
માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને સંસ્થાના ટ્રસ્ટી/પ્રવક્તા દિનેશભાઈ શાહે નિ:શુલ્ક મેગા મેડિકલ નિદાન કેમ્પની માહિતી આપતા જણાવ્યું હતું કે, તીર્થ પ્રેરક, સંઘ શાસન, કૌશલ્યાધાર, પરમાર્થ મૂર્તિ, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મહારાજ ની પ્રેરણા અને તેમના આશિષથી આ કેમ્પમાં દવા પણ નિ:શુલ્ક આપવામાં આવશે. કેમ્પમાં બ્લડ સુગરની તપાસ તેમજ ઇ.સી.જી.પણ નિ:શુલ્ક કરી અપાશે. દર્દીઓએ પોતાની જૂની ફાઈલ સાથે લાવવાની રહેશે.
આ નિશુલ્ક મેડિકલ કેમ્પમાં ડો. શ્યામ ત્રિવેદી (એમ.એસ.જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન), ડો.નૈનેશ શાહ (એમ.ડી.ફિઝિશિયન), ડો. મયુર કાચા (એમ.ડી.પીડિયાટ્રીક), ડૉ. જેનીલ પટેલ (એમ.ડી.મેડિસીન, ટી.આર.એન.બી.કાર્ડિયોલોજિસ્ટ), ડો. શ્યામા બરંદા (એમ.એસ.ગાયનેકોલોજીસ્ટ), ડૉ. જયેશ મકવાણા (મેડિકલ ઓફિસર), ડૉ. વિંકલ ધનાણી (સ્પાઇન ઓર્થોપેડિક સર્જન કચ્છ ઓર્થોપેડિક-ભુજ), ડૉ. અભિલાષા નાણાવટી (જનરલ ફિઝિશિયન) અને ડો જીનલ આથા (એમ.પી.ટી.ફિઝીયોથેરાપિસ્ટ ઈન ન્યુરોલોજી) સેવા આપનાર છે.
આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત ઓપરેશન પણ નિ:શુલ્ક કરી આપનાર હોવાનું સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા અને સલાહકાર શ્રી વી. કે. સોલંકી એ જણાવ્યું હોવાનું સંસ્થાના ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. રજીસ્ટ્રેશન માટે મો. 7990099010 (જનકલ્યાણ) અને મો. 9510325761 ( દેઢીયા તિર્થ) નો સંપર્ક કરવા જણાવ્યું છે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા