પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ, ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારીઓ/માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
તા.૨૫/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.નાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીની તપાસમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. બાબાભાઇ હરકટ તથા પો.કો. એજાજખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે, સુરત શહેર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઠગાઇના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ધવલભાઇ કનુભાઇ સરવૈયા રહે.શિહોર જી ભાવનગરવાળો શિહોર બસ સ્ટેન્ડ ખાતે ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતા નીચે મુજબના ગુનામાં નાસતાં-ફરતા હોવાનું જણાવતા કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી સુરત શહેર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ.
નાસતાં-ફરતાં આરોપીઓ:-
ધવલભાઇ કનુભાઇ સરવૈયા ઉ.વ-૩૨ રહે પ્રગટનાથઢાળ કાશીબાવાનો ઢોરો,સિહોર તા સિહોર જી ભાવનગર
પકડવાના બાકી ગુન્હાની વિગત :-
સુરત શહેર,સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૦૬૨૨૩૦૩૩૪ ઇ.પી.કો. કલમઃ-૪૨૦,૧૨૦ બી મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, બાબાભાઇ હરકટ, હરિચંદ્દસિંહ દિલુભા, એજાજખાન પઠાણ
બ્યુરો રિપોર્ટ :- ઇન્ડિયા નાઈન ન્યૂઝ