આપના હરદીલ અઝીઝ હરફન મૌલા સેંકડો યાદગાર ગીતો આપનાર આપના મન મસ્તિકમા અનેરી જગ્યા કરનાર
મોહમ્મદ રફી સાહેબે ૩૧ મી જુલાઈ ૧૯૮૦ ના દિવસે કારમી વિદાય લીઘી હતી.એ વખતે ચોમાસાની સીઝન હતી.
મોહમ્મદ રફી સાહેબની અંતિમ યાત્રામા દેશવિદેશના લાખો મોહમ્મદ રફી સાહેબના ચાહકો જોરદાર વરસાદ હોવા છતાં ઉમટી પડ્યા હતા.મોહમ્મદ રફી સાહેબની આસમાન પણ રડતું હતું.તે વખતે પવિત્ર રમજાન માસની ૧૬ મી તારીખ હતી.
મોહમ્મદ રફી સાહેબની વિદાય પછી એક કાશ્મીરી યુવક ઠેઠ કાશ્મીરથી મુંબઈ રફી સાહેબના ઘરે આવી પહોંચયો.રફી સાહેબના સાલાસાહેબએ દરવાજો ખોલ્યો.બોલો ભાઈ કોનું કામ છે? પૂછતાં પેલા કાશ્મીરી યુવકે જવાબ આપ્યો મને રફી સાહેબને મળવું છે.સાળાસાહેબે કહ્યું કે આપકો માલુમ નહી હે સાબ તો અલ્લાહ કો પ્યારે હો ગયે.સાંભળી પેલો યુવક ધ્રુસકે ધ્રુસકે પોક મુકી ખુબ જોરજોરથી રડવા લાગ્યો સાળાસાહેબે પેલા યુવકને ઘરની અંદર હાથ પકડીને લીધો.પેલો યુવક સોફા પર બેસી રડતો જ રહ્યો.થોડી વાર પછી બોલ્યો સાહેબ મને દર મહિને ૩૦૦ રૂપિયા મનીઓર્ડર મારા ઘરે કાશ્મીર નિયમિત મોકલતા હતા ત્રણ મહિનાથી સાહેબનું મનીઓર્ડર નહી આવતા હું તપાસ કરવા જ સાહેબને મળવા આવ્યો છું.
આપના સુરતમા રફીપ્રેમી જે.બી.વાડીયા.સાહેબ રફી સાહેબની વાત નીકળતા એક વખતે કહ્યું હતું કે સાહેબ સેટ પર ગીતો ગાવા આવે ત્યારે હાથોમાં એક થરમોશ ઘરેથી લઈને આવતા હતા તેમાં ખાસ સ્પેશ્યલ બદામવાલી ચાહ હોય.આ બદામવાલી ચાહ રફી સાહેબ ત્યા હાજર નિર્માતા નિર્દેશક ફિલ્મના કલાકારો સંગીતકાર ગીતકારને પીવડાવતા હતા
બીજા એક પારસી સજ્જન દારાભાઈ રફી સાહેબના જબરા ચાહક છે દર વરસે રફીસાહેબની મજાર પર આજે ૪૩ વરસ પછી પણ અચૂક જઈ ચાદર ચડાવે છે.દારાભાઈ હાલ વડોદરા રહે છે.
એવી માન્યતા છે કે પવિત્ર રમજાનમા તમારું મુત્યુ થાય તો તમારા બધા ગુના માફ થઈ ગયા કહેવાય રફી સાહેબ ફિલ્મ લાઈનમા હોવા છતાં શરાબ સિગારેટને હાથ લગાડતા નહોતા હજ પણ પઢી આવ્યા હતા.
મોહમ્મદ રફી સાહેબને ભારત રત્ન એવોર્ડ મળે એવી દેશવિદેશના રફીસાહેબના ચાહકોની વરસો જુની માંગણીને મોદીસાહેબ ક્યારે ન્યાય આપશે ખરા?
ફ્રીલાન્સ પત્રકાર :-અબ્બાસભાઈ કૌકાવાલા