શ્રી કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન મહાસંઘ આયોજીત અને શ્રી માંડવી આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ત્રિ દિવસીય આચાર્ય પદવીદાન સમારોહ માંડવીમાં જૈનપુરીમાં રવિવારથી શુભારંભ થયો

માંડવી, તા.૧૭

શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન મહાસંઘ આયોજીત અને માંડવી આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ ના ઉપક્રમે માંડવીમાં ૪૦ વર્ષના લાંબા સમય બાદ આચાર્ય પદવીદાન સમારોહના ત્રિ-દિવસીય કાર્યક્રમનો આજ રોજ તા. ૧૭-૩ ને રવિવારથી જૈન પુરીમાં શુભારંભ થયો હતો. આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ ના ૮ સાધુ ભગવંતો અને ૩૪ મહાસતીજીઓની પાવન નિશ્રા માં એક ખાસ કાર્યક્રમ જૈનપુરીના એ.સી. હોલ માં યોજાયો હતો.

દાદાવાડીથી નિકળેલા ભવ્યાતિ ભવ્ય સામૈયામાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

મહાવીર બેન્ડ પાર્ટી તથા ઢોલ અને શરણાઈના નાદ સાથે વિવિધ ધાર્મિક બેનરો અને ધજા સાથે નિકળેલી ભવ્યાતિભવ્ય સામૈયામાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ધર્મમય બની ગયું હતું અને શહેરમાં સારૂં એવું આકર્ષણ જગાડેલ હોવાનું જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું.

માંડવીની જૈનપુરી ના એસી હોલમાં ભાવિકોથી ખીચોખીચ ભરેલા હોલમાં રાષ્ટ્રસંત પરમ પૂજય આચાર્ય ગુરૂદેવશ્રી છોટાલાલજી મહારાજ સાહેબના સુશિષ્ય, સંયમ સ્થવિર, સંપ્રદાયના વરિષ્ઠ પરમ પૂજય ગુરૂદેવશ્રી નવિનચંદ્રજી મહારાજ સાહેબે મંગલાચરણથી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

શ્રી કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતા અને માંડવી આઠ કોટી મોટી પક્ષ શ્રી જૈન સંઘના પ્રમુખ ભાવિનભાઈ સંઘવી એ સ્વાગત પ્રવચનમાં સૌનો આવકારીને રવિવારથી ત્રણ દિવસીય કાર્યક્રમની વિગતો આપી જણાવ્યું હતું કે, ૪૦ વર્ષ બાદ માંડવી સંઘના આંગણે આચાર્ય પદવીદાનનો શુભ અવસર પ્રાપ્ત થયો છે તે ઐતિહાસિક ઘટના છે. તા. ૧૯/૩ ના ફાગણ સુદ-૧૦ ના છોટાલાલજી મ.સા. નો દીક્ષા દિવસ હોઈ તે અતિ મહત્વનો દિવસ લેખાવેલ.

મહારાજા ધિરાજના રંગબેરંગી વસ્ત્ર પરિધાનમાં ભુષણભાઈ મહેતા અને સુષ્માબેન મહેતાએ સાધુ ભગવંતોને આવકાર આપેલ હતો.

આ પ્રસંગે પૂજય પ્રશાંતમુનિ મહારાજ સાહેબે ભાવવાહી રીતે નવકાર મહામંત્રની ધૂન બોલાવી હતી, જયારે મોટી પક્ષના કાર્યવાહક પરમ પૂજય તારાચંદમુનિ મહારાજ સાહેબે ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે, આવો પ્રસંગ વારે ઘડીએ આવતો નથી. પ્રસંગમાં હદય થી જોડાવું જોઈએ. માંડવીમાં ૨૮ વર્ષ પહેલા પણ પદવીદાનના પાંચ પ્રસંગો ઉજવાયા હતા. પૂજય નવિનમુનિ મહારાજ સાહેબને ગુરૂની કરેલી સેવાનું ફળ મળેલ છે અને આચાર્ય પદ પ્રાપ્ત થઈ રહ્યું છે.

માનવ મંદિરના પ્રણેતા પરમ પૂજય દિનેશચંદ્રજી મહારાજ સાહેબે ભાવિકોને સંબોધમાં જણાવ્યું હતું કે, પુણ્યશાળી આત્માને આચાર્ય પદ મળે છે.પૂજય નવિનમુનિ મહારાજ સાહેબે પોતાના ગુરૂ આચાર્ય છોટાલાલજી મહારાજ સાહેબની ખૂબ જ સેવા કરેલ છે.નવિનમુનિ દિવ્ય શકિત ધરાવે છે એટલું જ નહીં તેઓ અલ્પ ભાષી અને મિત ભાષી છે. તેમને ગુરૂની સેવાની કારણે જ આચાર્ય પદ પ્રાપ્ત થઈ રહ્યું છે. પંચ પરમેષ્ઠનો મહત્વ સમજાવી, સંઘ માટે પ્રેરક બળ, સંચાલક હોય છે. આચાર્યનો મતલબ તેઓએ પંચાચારના પાલનહાર હોવાનું જણાવેલ. હાલમાં તેઓ મનોનીત આચાર્ય તરીકે ઘોષીત છે. તે તા. ૧૯-૩ના આચાર્ય તરીકે ઘોષીત થશે.

પ્રારંભમાં સંઘના બહેનોએ સ્વાગત ગીત, નવકાર મંત્રની સ્તુતી, દેવજી સ્વામીની સ્તુતી અને અભિનય

સાથે ભાવવાહી ગીતે સૌ શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દિધા હતા. આ પ્રસંગે મુંબઈ થી પ્રદિપભાઈ શેઠ અને અશોકભાઈ શેઠ અને ભુજ થી મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતા મનોજભાઈ હેણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે માંડવી આઠ કોટી મોટીપક્ષ જૈન સંઘના પ્રમુખ ભાવિનભાઈ સંઘવી, મંત્રી નિલેશભાઈ સંઘવી, કારોબારીના સૌ સભ્યો, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવી ત્રણ ગચ્છ જૈન સંઘ અને અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, જન કલ્યાણ મેડીકલ સાસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા, આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર વસંતભાઈ સંઘવી, બાબાવાડી જૈન સંઘના અગ્રણી મનસુખભાઈ શાહ સહીત માંડવીના પાંચેગચ્છના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને ચારચાંદ લગાડી દિધા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધી આઠ કોટી મોટીપક્ષ જૈન સંઘના પ્રમુખ ભાવિનભાઈ

સંઘવીએ કરેલ હતી. જયારે સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ સંચાલન ભારતીબેન નૈષદભાઈ ભંડારીએ કરેલ હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આઠ કોટી મોટીપક્ષના પ્રમુખ ભાવિનભાઈ સંઘવી અને સમગ્ર કારોબારીએ જહેમત ઉઠાવી હતી.

બપોરના જૈન પુરીના એ. સી. હોલમાં પાંચેગચ્છના બહેનો માટે યોજાયેલા સાંજી ના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *