પ્રથમ વખત ગાંધીનગરમાં ગૃહ મંત્રી શ્રી તેમજ સીજી એ મીટીંગ બોલાવી
ભુજ: ગુજરાત રાજ્યમાં ગત 13 /3/ 24 ના રોજ સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ગુજરાત રાજ્યમાં નવનિયુક્ત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી ઓની મીટીંગ બોલાવવામાં આવી હતી આ મિટિંગમાં ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત રાજ્ય હોમગાર્ડ ના વડા કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ દ્વારા મીટીંગ ને સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં
ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નવ નિયુક્ત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રીઓની શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજ્યો હતો ઉપસ્થિત રહેલ સૌ નવનિયુક્ત જિલ્લા હોમગાર્ડસ કમાન્ડન્ટ શ્રીઓને જણાવ્યું હતું કે હોમગાર્ડ એ પોલીસ નો ભાગ છે અને પોલીસ સાથે ખભે થી ખભા મિલાવી અને જિલ્લા પોલીસ વડા ના સંકલનમાં રહી કામગીરી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું તેમજ જિલ્લા કમાન્ડન્ટ શ્રી ઓને સંપૂર્ણ નિષ્ઠા પ્રમાણિકતા અને સંવેદનશીલતા થી ફરજ બજાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો શરૂઆતમાં કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ દ્વારા અનેક નવ નિયુક્ત જિલ્લા હોમગાર્ડસ કમાન્ડન્ટ શ્રી ઓને હજારો અરજી આવી હતી તેમાંથી સિલેક્ટ થયા હોવાનું જણાવી અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ ચૂંટણી બંદોબસ્ત દરમિયાન હોમગાર્ડ સભ્યો અધિકારીઓએ શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને પોતાના જિલ્લાના હોમગાર્ડ દળ ના સભ્યો વધુમાં વધુ ચૂંટણી દરમિયાન ફરજ ઉપર જોડાય અને ચૂંટણી દરમિયાન સ્થાનિક તેમજ અન્ય વિસ્તાર માં ગમે ત્યાં ફરજ બજાવવા મોકલવામાં આવશે તેવું જણાવ્યું હતું તો માનદ અધિકારીઓ દ્વારા અને હોમગાર્ડ સભ્યો ની દૈનિક ફરજો બાબતે જેતે પોલીસ સ્ટેશનમાં રૂટિન પ્રમાણે ફરજો આપવા માટે ભાર આપ્યો હતો તો છેલ્લા એક વર્ષમાં કલ્યાણ નીતિની સહાયની વિગતો એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીમાં આપવામાં આવી હતી જિલ્લાઓ માં કામગીરી યોગ્ય રીતે થાય છે તેવું જણાવવામાં આવેલ હતું.
તો પશ્ચિમ કચ્છ જિલ્લાના હોમગાર્ડસ કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટ દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર પડી રહેલ વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી જેમાં જિલ્લા કચેરી, હોમગાર્ડસ માટે પરેડ ગ્રાઉન્ડ, વાહન ,હોમગાર્ડ નું સંખ્યાબળ, તેમજ યુનિટ કચેરી માટેની જગ્યાઓની રજૂઆત કરી હતી વધુમાં કચ્છ જિલ્લો સરહદી હોવાથી આ જિલ્લામાં વધુમાં વધુ હોમગાર્ડ સભ્યો ભરતી થાય તે માટે મંજૂરી આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી તેમજ હોમગાર્ડ સભ્યોના વેલફેર ફંડ માટે ના પ્રશ્નોની પણ રજૂઆતો કરી હતી તો આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તમામ રજૂઆતો સાંભળવામાં આવી હતી તો આ બાબતે યોગ્ય કરવા જે તે કચેરીને જણાવ્યું હતું .
પશ્ચિમ કચ્છ જિલ્લાના જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ સાથે પૂર્વ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ભૂમિતભાઈ વાઢેર પણ ઉપસ્થિત રહ્યા હતા..
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા