પવિત્ર રમજાન મહિનો શરૂ થઈ ગયો છે આવી કાળી ગરમીમાં આશરે ૧૪ કલાક અન્નના એક પણ દાણા અરે પાણીના એક ઘૂંટ વગર રહેવું ખરેખર ખુબ જ મુશ્કેલ અને અઘરું કામ છે આ ખુબ જ ધીરજ અને સબર માંગી લે એવું કામ છે.
આપના બધા જ ઘરોમાં આપની મા બહેન દીકરીઓ વહેલી સવારે ૪ વાગે ઊઠી પરિવારના બધા જ નાના મોટા સભ્યો માટે એમની પસંદગી અને માંગ મુજબ વાનગીઓ સતત એક મહિનો બનાવે છે એક તો આપણે ત્યા મહિલા વર્ગને ઘરનું કામ પતાવતા મોડી રાતે માંડ માંડ સુવાનું મળે છે એમાં પાછુ વહેલી સવારે ચાર વાગે ઊઠી સહેરીની તૈયારી કરવી પડે છે વળી આ મહિલાઓ બધા જ રોજા કરતી હોય છે વળી આટલુ ઓછું હોય એમ સાંજની ઈફ્તારી માટે રાતના જમણ માટે તૈયારી કરવી પડે છે સતત દિવસ રાત આટલી ગરમીમાં ભૂખ્યા પ્યાસા રહી ચૂલા આગળ ઉભા રહેવું કઈ ખાવાના ખેલ નથી.પાક પરવર દિગાર આપની સાથે મહિલાઓની ઈબાદત નમાજ અને રોઝા કબૂલ કરે.
રોઝામાં સવારે સૂર્યોદય પહેલા ખાવાપીવાનું બંધ કરવું પડે છે.આશરે ૧૪ કલાક પછી સૂર્યાસ્ત પછી સુરજ આથમ્યા પછી રોઝા ખોલી શકાય છે
કોઈ જબરદસ્તી નહી.કોઈ દાબ દબાણ નહી કોઈ કહેવાવાળુ નહી કોઈ બોલવાવાળુ નહી કોઈ તમને રોકવાવાળુ નહી છતાં આખી દુનિયામાં લાખો પરિવારો ઈબાદત નમાજ રોઝા એક જ સમયે એક સરખી રીતે પુરા કરે છે.એ એક રેકોર્ડ છે.
રોઝા રાખનારે પાંચ સમયની નમાજ અને તરાવિહની નમાજ પઢવી ફરજીયાત છે.નમાજ પઢવા માટે વુજુ કરવી ઝરૂરી છે અને વુજુમા મોઢામાં કુલ્લી કરવી પડે છે સખત ગરમી કલાકોની પ્યાસ મોઢામાં પાણી છતાં પાણીની એક બુંદ પણ કોઈ ગળા નીચે ઉતારતા નથી આ ખરેખર એક નવાઈ પમાડે એવી કાબિલે તારીફ વાત છે.
રોઝુ ખાલી ભૂખ્યા પ્યાસા રહેવાનું નામ નથી રોઝામાં તમને શરીરના તમામ અવયવોને સંયમમા કાબુમાં રાખવાના છે આંખ કાન નાક જીભ મો હાથ પગ બધાને રોઝા કરાવવાના હોય છે એટલે કે આંખથી કોઈ ખરાબ વસ્તુ જોવી નહી કાનથી કોઈ પણ ખરાબ વાત સાંભળવાની નથી નાકથી કોઈ ખરાબ વસ્તુ સુંઘવાની નથી.જીભને કોઈ ભી રસ ટેસ્ટ આપવાનો નથી મોથી કોઈ પણ અપશબ્દો કે ગાળ બોલવાની નથી મોહ માયા લાલચથી દુર રહેવાનું હોય છે આપની અંદરની બુરાઈઓનો નાશ કરવાનો હોય છે.આપનું મનોબળ દ્રઢ કરવાનો મોકો હોય છે.આપનો આત્મવિશ્વાસ વધારવાની તક હોય છે.
કોઈ પણ ફાલતુ ગેરવાજબી ટીકા ગીબત પંચાત કરી શકાતી નથી કોઈને એલફેલ બોલવાનું નથી કોઈની ઉપર પણ ગુસ્સો કરવાનો નથી તમારી વાણી વર્તન ચાલઢાલ મા એક પ્રકારની શાલીનતા સભ્યતા દેખાવી જોઈએ આ અમલ બારે મહિના અમલ કરવા જેવો છે
ગરીબો યતીમો મજબુરો જરૂરિયાતમંદને જકાતના હકદારોને ૧૦૦ રૂપિયા પર અઢી રૂપિયા જકાતના ફરજીયાત અલગ કાઢી આપવાના છે.જો દુનિયાની તમામ કોમ આ રીતે ૧૦૦ રૂપિયા પર અઢી રૂપિયા જેવી મામૂલી નજીવી રકમ અલગ કાઢીને જરૂરિયાતમંદને આપે તો દુનિયામાં કોઈ ભૂખ્યા પ્યાસા રહે જ નહી.દુવા સોથી મોટી વસ્તુ છે તમે કોઈના માટે દુવા કરો છો તો યકીન વિશ્વાસ રાખજો કોઈ તમારા માટે દુવા ચોક્કસ કરતું હશે.આપણાથી બને એટલું તો કરવું જ જોઈએ.
પાક પવિત્ર કુરાન -શરીફ રમજાન પછી એટલા ઉપરના મુકાવા જોઈએ કે આવતા રમજાન સુધી આપના હાથ ના પહોંચે.
રોઝામાં આપને કેવી ધીરજ સબરથી કામ લીધું કેટલી શાંતિથી ઘરના વેપારના કામો કર્યા? કશા પણ હોહા કે ઘોઘાટ વગર દિવસ આરામથી ચેનથી પસાર કર્યા એવી જ રીતે આપને કાયમ જીવીએ તો આપના જીવનની મોટાભાગની તકલીફો મુસીબતો દુર થઈ જાય.આપને હળવાફૂલ બની જઈએ.
પાક પવિત્ર કુરાન – શરીફની તિલાવત કરીએ એ પ્રમાણે અમલ કરીએ તો આપના બધાના જીવન સરળ અને સીધા બની જાય આપને હમેશા શાંતિથી સુકુનથી ચેનથી દિવસો પસાર કરી શકીએ ખોટા કામોથી બચીએ આપણાથી બને એટલી લોકોને મદદ કરીએ
એક સારા સાચા ઇન્સાન બનવાની કોશિશ કરીએ તો આપનો બેડો પાર થઈ જાય.
ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા