અંજાર-કચ્છ, તા. ૦૯/૦૩/૨૦૨૪,
ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ની જનરલ કારોબારી મીટીંગ સંસ્થા ના સીનીયર ટ્રસ્ટી અને મુસ્લિમ આગેવાન હાજી જુમ્મા ભાઈ રાયમાના અધ્યક્ષ સ્થાને યશફાર્મ ધ્રબ(મુન્દ્રા) મધ્યે મળી હતી.
મીટીંગ ની શુરુઆત સૈયદ અનવરશાહ બાવા દ્વારા તિલાવત એ કુરઆન થી કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ હાજી મોહમદભાઈ આગરીયા એ ગત મીટીંગમાં એજેન્ડા પર થયેલ તમામ કાર્યોની વિસ્તૃત જાણકારી આપી હતી. મીટીંગ ના અજેંડા મુજબ ભુજ તાલુકા ના લોરિયા ગામ પાસે પાવરપટ્ટી વિસ્તાર તથા બન્ની વિસ્તારના ગરીબ અને જરૂરતમંદ લોકો આરોગ્યલક્ષી લાભ લઇ શકે તે હેતુ થી એક મીનીમલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ બનાવવા માટે ની જરૂરી જમીન ખરીદી કરાયેલ તેના પર હોસ્પિટલનું નિર્માણ કાર્ય માટે સહુનો સહકાર મળી રહેશે જેને હાજરસભા સભ્યો સહમતી દર્શાવેલ.
હાજીપીર દરગાહના વિકાસ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવા સહીત ના વિકાસ ના કાર્યો ઝડપથી થાય તે માટે સંસ્થાએ પ્રયત્નો કરવા તેમજ દેશલપર ગુતલી થી હાજીપીર સુધીનો માર્ગ વહેલી તકે બને તે માટે યોગ્ય રજુઆતો કરવા સહિતના નીર્ણયો લેવાયા.
ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ને લગતા કાર્યો સંસ્થા કરી રહી છે જેમાં ગુજરાત ભરમાં વધુમાં વધુ લોકો લાભ લે તે માટેનું સંસ્થા દ્વારા અભિયાન ચલાવવાનો નીર્ણાય લેવાયો.સંસ્થા દ્વારા મહિલાઓ માટે ચાલી રહેલ સ્વનિર્ભર તાલીમકેન્દ્ર નો લાભ વધુમાં વધુ જરૂરતમંદો સુંધી પહોચે તેવો નિર્ધાર કરાયો.
આગામી સમયમાં સંસ્થા દ્વારા કચ્છ જીલ્લાના જુદા-જુદા તાલુકા સેન્ટરો પર લગ્ન સબંધી પસંદગી પરિચય મેળાનું આયોજન કરવામાં આવશે તેમજ સંસ્થા દ્વારા આરોગ્યા અને શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ કેળવી ૧૦મી અને ૧૨મા પછી ઉચ્ચશિક્ષણ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે શિબિરોનું આયોજન કરી વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો નિર્ધાર કરાયો.
આ મીટીંગ માં સંસ્થા ના સીનીયર ટ્રસ્ટી અને મુસ્લિમ આગેવાન હાજી જુમ્મા ભાઈ રાયમા, સંસ્થાના પ્રમુખ હાજી મોહમદભાઈ આગરીયા, સૈયદ અનવરશાહ બાવા,સાદીકભાઇ રાયમા, સૈયાદ હબીબશાહ,હાજી દાઉદ ભાઈ બોલીયા,નાઝીમભાઈ અબ્બાસી,શાહનવાઝ ભાઈ શેખ,અશરફભાઈ તુર્ક,રફીકભાઈ તુર્ક ,ઈરફાનભાઈ તુર્ક,ફકીરમામદરાયસી,હાજી નુરમામદભાઈ મંધરા,સીરાજભાઈ મલેક,શહીદભાઈ મેમણ,કાસમભાઈ ખલીફા,રજાકભાઈ ઉઠાર,અશરફભાઈ જત ,રફીકભાઈ માંજોઠી,અબ્દુલભાઈ આગરીયા ,મુસાભાઈ રાયસી,ઈબ્રાહીમ રાયસી,સાહુભાઈ પઠાણ, સદામભાઈ ખત્રી,હારૂનભાઈ કુંભાર,સુલતાનભાઈ આગરીયા,ઓસમાણભાઈ આગરીયા,સુલતાનભાઇ તુર્ક,મજીદ ભાઈ તુર્ક , સબ્બીરભાઈ કુરેશી,અબ્દુલભાઈ કુંભાર,હયાતભાઈ નોડે, સહીત ના સભ્યો ઉપસ્થિત રહી મીટીંગ ની ચર્ચાઓ માં ભાગ લીધો હતો. કાર્યક્રમ ના અંતે મોલાના મુબારક જત દ્વારા દુઆએ-ખેર કરાઈ હતી.કાર્યક્રમ નું સંચાલન અશરફભાઈ તુર્ક તરફ થી કરાયું હતું.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા