ધ્વજાના ચડાવા (ઉછામણી)નો રેકોર્ડ તોડી ભાવિકો મન મૂકીને વરસ્યાં.
માંડવી તા:08-03-2024
નખત્રાણા તાલુકાની કચ્છની કામણગારી શ્રી મંજલનગરે પ્રાચીન તીર્થ શ્રી અજીતનાથજી જિનાલયની 194મી ધ્વજારોહણનો બે દિવસીય કાર્યક્રમ ભક્તિ ભાવપૂર્વક રંગેચંગે સંપન્ન થયો હતો.
પરમ પૂજ્ય ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ આદિથાણા અને પરમ પૂજ્ય ભદ્રપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય ગુણપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ આદિથાણા ની પાવન નિશ્રામાં ધ્વજારોહણના બે દિવસીય કાર્યક્રમમાં જિનાલયની ધ્વજાના ચડાવા (ઉછામણી)નો અત્યાર સુધીનો રેકોર્ડ તોડી ભાવિકો મન મૂકીને વરસ્યા હોવાનું મંજલ જૈન સંઘના પ્રમુખ અરવિંદભાઈ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.
પ્રથમ દિવસે નવકારસીના કાર્યક્રમ બાદ શ્રી મંજલ જૈનસંઘની નિયાણીઓના સૌજન્યથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન કરવામાં આવ્યું હતું. બપોરના લાભાર્થીના સૌજન્યથી સ્વામીવાત્સલ્ય અને સાંજે ચોવિહારના કાર્યક્રમો યોજાયાં હતાં. સંધ્યા આરતી, પ્રભુભક્તિ-ભાવના અને બહુમાનના કાર્યક્રમો પણ યોજાયાં હતાં.
ધ્વજાના થાળ, પ્રભુજીના ચરણે ધરાવવાના ઉપકરણોના થાળ, સામગ્રીના થાળ વાજતે-ગાજતે લઈ જવામાં આવ્યાં હતાં.
બીજા દિવસે સ્નાત્રપૂજા, સતરભેદી પૂજા, ગુરુદેવશ્રીનું માંગલિક પ્રવચન અને આવતા વર્ષની ધ્વજારોહણની ઉછામણીના આદેશો અપાયાં બાદ લાભાર્થી પરિવારના હસ્તે વિજયમૂહુર્તે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. વિધીકાર તરીકે દીપેનભાઈ શાહ (સુરેન્દ્રનગર) અને સંગીતકાર તરીકે ભાવિકભાઈ શેઠ (ધાંગધ્રા)એ સંગીતની રમઝટ જમાવી હતી.
શ્રી ચંદ્રપ્રભુજી ભગવાનની ધ્વજારોહણનો લાભ માતુશ્રી દિવાળીબેન જીવરાજભાઈ શાહ પરિવારે, શ્રી પદ્મપ્રભુજી ભગવાનની ધ્વજારોહણનો લાભ માતુશ્રી ચંચળબેન મોહનલાલ લવજીભાઈ શાહ પરિવારે, રંગમંડપની ધ્વજારોહણનો લાભ માતુશ્રી ચંચલબેન મોહનલાલ લવજીભાઈ શાહ પરિવારે, યુગપ્રધાન દાદાશ્રી જીનદત્તસૂરીશ્વરજીની ધ્વજારોહણનો લાભ શાહ મોહનલાલ મૂળજી પરિવારના પૌત્રોએ, શ્રી આરાધના નગરીનો લાભ માતુશ્રી રેખાબેન શશીકાંતભાઈ મહેતા પરિવારે, શ્રી ભરતચક્રવર્તિ ભોજન ખંડનો લાભ માતુશ્રી કુમુદબેન જયેન્દ્રભાઈ શાહ પરિવારે, બે દિવસીય મહોત્સવના મુખ્યદાતાનો લાભ આસકરણભાઈ કુંવરજીભાઈ શાહ પરિવાર (લાલનવાલા) એ, સવારની નવકારસીનો લાભ માતુશ્રી પ્રભાવતીબેન પદમશીભાઈ શાહ પરિવારે, બપોરના સ્વામીવાત્સલ્યનો લાભ શાહ મોહનલાલ મૂળજી પરિવાર (હસ્તે: શ્રીમતી મંજુલાબેન કાંતિલાલ શાહ પરિવાર અને શ્રીમતી હેમલતાબેન જયેન્દ્રભાઈ શાહ પરિવારે, સાંજના ચોવિહારનો લાભ અ.સો. મૌસમીબેન ભાવિનભાઈ શાહ પરિવાર (વડોદરા) (રસિકલાલ પ્રેમચંદભાઈ શાહની સુપુત્રી)એ પ્રથમ દિવસનો લાભ લીધો હતો.
બીજા દિવસે સવારની નવકારસીનો લાભ માતુશ્રી ચંચળબેન મોહનલાલ પોપટલાલ શાહ પરિવાર (મંજલ-માંડવી)એ બપોરના સ્વામીવાત્સલ્યનો લાભ મોહનલાલ મૂળજી શાહ પરિવાર (હસ્તે મધુબેન કિશોરચંદ્ર શાહ)એ લીધો હતો.
મહોત્સવના સુવર્ણ સ્તંભના દાતાનો લાભ માતુશ્રી ચંચળબેન મોહનલાલ લવજીભાઈ શાહ પરિવાર, માતુશ્રી વસંતબેન મનસુખલાલ લાલજીભાઈ શાહ પરિવાર, માતુશ્રી વર્ષાબેન વાડીલાલભાઈ શાહ પરિવાર અને માતુશ્રી ચંદ્રાવતીબેન ચીમનલાલ શાહ પરિવાર એ લીધો હતો. જ્યારે સુવર્ણ આધાર સ્તંભનો અન્ય દાતાશ્રીઓએ લાભ લીધો હતો.
આ પ્રસંગે પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામના પ્રમુખ વીરસેનભાઈ શાહ, મંજલના અગ્રણી જયેન્દ્રભાઈ, સાકરીયા જશોદાબેન બાબુલાલ પરિવાર, માકપટ જૈન સમાજના ટ્રસ્ટીઓ, માંડવી, ભુજ, માધાપર, વર્ધમાન નગર અને મુંબઈના ગામવાસીઓ પોતાના માદરે વતન મંજલ ગામે બહોળી સંખ્યામાં પધાર્યા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
ધ્વજારોહણના બે દિવસીય કાર્યક્રમને સુપેરે પાર પાડવા મંજલ જૈનસંઘના પ્રમુખ અરવિંદભાઈ શાહ તેમજ ટ્રસ્ટીઓ, સુનિલભાઈ શાહ, નીતિનભાઈ શાહ, ધીરેનભાઈ લાલન, લક્ષ્મીચંદભાઈ શાહ, દિનેશભાઈ શાહ (મુંબઈ), પ્રજ્ઞેશભાઈ મહેતા અને બીપીનભાઈ શાહ વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા