તા. ૦૨-૦૩-૨૦૨૪ સાજ ના કલાક ૫/- વાગ્યે શ્રી કપીરાજ હનુમાનજી મંદિર મીરઝાપર તાલુકા ભુજ ખાતે
આજે એવા એક પરિવારની વાત કરવી છે જેમાં માનવજ્યોત સંસ્થા ભુજ ના પ્રમુખશ્રી પ્રબોધભાઈ મુનવર તથા કપીરાજ હનુમાનજી મંદિર મીરઝાપર ના પુજારીશ્રી હરસુખભાઈ સુથાર નાઓ સહયોગી છે જેને માનવજ્યોત સંસ્થા ભુજના કનૈયાલાલ એચ.અબોટી તથા ઈતિહાસ કાર જગદીશચંદ્ર છાયા અમોએ પ્રત્યક્ષ જોયા છે. ભુજ નજીક મીરઝાપર ગામના એ પરિવાર પર જાણે કુદરત રૂઠી છે. બહેન સગુણાબેન રાઠોડ મજૂરી કરે છે. પતિ દાનાભાઈ રાઠોડના બંને પગમાં ખોટ છે તેથી ચાલતી વખતે કોઈનો સહારો લેવો પડે છે. તેઓ છકડો ચલાવી શકે છે પણ પોતાની માલિકીનો છકડો નથી. કોઈનો છકડો ચલાવે તો દૈનિક અઢીસો રૂપિયા છકડાના માલિકને આપવા પડે. પેટ્રોલ, સમારકામ, જાળવણીનો ખર્ચ કાઢતાં કશું બાકી રહેતું ન હોઈ, કમાણી થતી નથી. દાનાભાઈને પોતાનો છકડો મળી જાય તો તેઓ ઘરમાં ઉપયોગી થઇ શકે . એ માટે દાતાઓ સાથે મળીને દાન આપી શકે તો મોટી માનવ સેવા થઇ જાય. આશા રાખીએ, કોઈના દિલમાં રામ વસે આવી કરૂણ કહાની છે.
એમની પુત્રી શીતલ જન્મથી દિવ્યાંગ છે, એનાં તો હાથ ત્યાં હાથ ને પગ ત્યાં પગ છે. તદ્દન વિકલાંગ, પરવશ . એનો કોઈ ઉપાય પણ શક્ય નથી. પુત્ર વિપુલ 22 વર્ષનો છે, એ પણ અપંગ છે. ત્યારે કપીરાજ હનુમાનજી મંદિર ના સંચાલકો નું ધ્યાન દોરતાં કપિરાજ મંદિર મીરઝાપર નાં માધ્યમથી ગામના અક્ષર નિવાસી કાનજી કરસન ગોંડલિયા તરફથી વિકલાંગ વિપુલને ગોંડલિયા પરિવારનાં પૂરબાઈ, પરેશ, ચંદાબેન અને વૃષ્ટિના હસ્તે રૂ. દશ હજારની આ ટ્રાઇસીક્લ અર્પણ કરવામાં આવતાં વિપુલના ચહેરા પર હાસ્ય અને આનંદની લાગણી સ્પષ્ટ દેખાઈ આવી. ‘પંખીને જાણે પાંખ મળી ગઈ’. આ ઈશ્વરકાર્ય ગણાય.
જી, હાલમાં ગામમાં રાઘવ અને કપિરાજ મંદિરમાં શિવ મહા પુરાણ કથા ચાલે છે. વ્યાસપીઠ પરથી સાંગનારાનાં મહંત ગિરિજાગિરિદેવી કથાનું વિદ્વતાપૂર્ણ સદ્રષ્ટાંત રસપાન કરાવી રહ્યાં છે ત્યારે વિશેષમાં આ પરિવાર માટે શક્ય આર્થિક સહયોગ આપવા ઝોળી ફેરવતાં, રૂ. દશહજાર એકત્રિત થઇ ગયા ને કથાકાર ગિરિજાગિરિદેવીના વરદ હસ્તે એ રકમ સગુણાબેનને અર્પણ કરવામાં આવી ત્યારે ભાવમય માહોલ સર્જાયો હતો.
દાનાભાઈના મોબાઈલ નં. ૭૫૬૭૪૧૫૨૮૪ છે જેની નોંધ લેવા વિનંતી જેથી ક્યારેક કશું આપવાની ઈચ્છા થાય તો સહયોગ આપી શકાય.
માનવસેવા એ જ ઈશ્વર સેવા. ભગવાન દરેકમાં વસે છે. સૌનું કલ્યાણ થાઓ. આવા દુખિયા પરિવાર ને કપીરાજ હનુમાનજી મંદિર મીરઝાપર દ્વારા સહયોગ પુજારીશ્રી હરસુખભાઈ સુથારનાઓ દાતાશ્રીઓના દાનથી સહયોગ મળે છે તે સરાહનીય છે અને સગુણાબેન દાનાભાઈ રાઠોડ ને હજુ દર મહિને રાશનકીટ – રોકડ ની વ્યવસ્થા તથા દીકરાઓ માટે નવા કપડાં મળે તેવી વ્યવસ્થા કરેલ છેજે ધન્યવાદ પાત્ર છે
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા