હેપ્પી કટ સ્ટાઇલથી અત્યારની હેર સ્ટાઇલ સુધીના જાણીતા કારીગર રફીક નું અવસાન
કચ્છનું મુખ્ય પાટનગર ભુજ અને ભુજ નું પાટનગર એટલે નાગર ચકલો નાગર ચકલાની જાહોજલાલી આખો દિવસ રહેતી અને તેની વચ્ચે નાગર ચકલામાં વર્ષોથી હાથી મેતાના ડેલાના પ્રવેશ દ્વાર પાસે જ ગ્રીન હેર ડ્રેસર નામની હેર કટીંગ અને તેમાં ફરજ બજાવતા રફીકભાઈ નામના હેર કટીંગ ના જાણીતા માસ્ટર તેનું તાજેતરમાં જ અવસાન થતા ભુજવાસી ઓએ આંચકો અનુભવ્યો હેપી કટ હેર સ્ટાઈલ ના જમાનાથી અત્યાર સુધીની હેર સ્ટાઇલોમાં જાણીતા હેર કટીંગ ના માસ્ટર રફીક નું થોડા દિવસ અગાઉ જ દુકાનની અંદર તબિયતવબગડી અને તેમના ઘેર પહોંચતા થોડી શરણોમાં તેનું મૃત્યુ થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ ની અંદર ગ્રીન હેર ડ્રેસર નું નામ ટોપ ઉપર હતું અને જેએ જમાનામાં હેપી ક્ટ વાળની ફેશન મતલબ કે અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના સ્ટાઈલના હેર રાખતા મોટા ભાગનો વર્ગ અહીં વાળ સેટ કરાવવા માટે અચૂક આવતા એટલું જ નહીં પણ વાળની હેર સ્ટાઈલ એ જમાનામાં બચ્ચન અને રજેશખનાનાની યુવા વર્ગ વાળા યુવાનો પોતાના બાળકોને પણ એ સ્ટાઈલ રખાવતા અને આસ્ટાઇલ માટે જાણીતા ગ્રીન હેર ડ્રેસર ના રફિકભાઈ હતા અત્રે ઉલ્લેખનીય છે કે રફિકભાઈ કોઈને ત્યાં જનોઈ પ્રસંગ હોય મુંડન પ્રસંગ હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય તેમાં રફિકભાઈ ની હાજરી હોય જ તેમને ઘેર પણ હેર કટીંગ માટે બોલાવતા આ ઉપરાંત માંદગીને બીછાને કોઈપણ હોય ત્યારે પણ રફીક ભાઈને ગ્રીન હેર ડ્રેસની દુકાનમાંથી ઘરે તેડી જતા અને બીમાર વ્યક્તિઓની પણ હજામત અને દાઠી રફિકભાઈ કરી આવતા હતા. રફિકભાઈ વહેલી સવારે આવી અને દુકાન ખોલી અને બેસે ત્યારે આખા દિવસ દરમિયાન તેમણે દુકાને કોઈપણ આવે ભિક્ષુક કે અન્ય તેને ક્યારેય પણ પાછા વાળતા નહીં કંઈ પણ રકમ આપીને તેઓ સંતોષ માનતા ઉપરાંત નાગરચકલા થી થોડે દૂર લંગાશેરી પાસે આવેલી સીટી ગેસ્ટ હાઉસમાં બહારના વિદેશીઓ આવતા જે સીટી ગેસ હાઉસ જવા માટે નાગર ચકલા માંથી પસાર થવું પડતું ત્યારે રફીકભાઈ તેમને અચૂક બોલાવતા અને ઊભા રાખીને ઇંગ્લિશમાં વાતચીત કરતા અને ફોટા પડાવતા એટલું જ નહીં પણ વિદેશીઓ પણ રફિકભાઈ પાસે વાળ કપાવતા હતા અને જે ફોટા પાડ્યા હોય તે ફોટા વિદેશો પાડી અને વિદેશથી તેમને પોતાના સરનામે એટલે કે રફિકભાઈ ના સરનામે ફોટા મોકલતા રફીક અખબારોના શોખીન હતા તેમની ગ્રીન હેર ની અંદર મોટાભાગના અખબારો આવતા અને જ્યારે ધુમગીરદી હોય ત્યારે બારે ખુરશીઓ મૂકી દેતા અને લોકો પ્રથમ અખબાર વાંચતા અને ત્યાર પછી નંબર આવે ત્યારે વાળ કપાવતા હતા જે સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે ભુજની અંદર એક જમાનામાં જ્યારે રવિવારે ફરવાનું મહત્વ હતું ત્યારે યુવા થી મોટા વર્ગના તમામ વર્ગના બચન સ્ટાઈલની હેર સ્ટાઈલની માટે ખાસ તેઓ અહીં સેટ કરાવવા માટે આવતા અને એટલી બધી ગિરદી કે દુકાનની બારે પણ લોકો ઉભા રહીને વાળ સેટીંગ કરાવતા અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીન હેર ડ્રેસર ની અંદર તે જમાનામાં રેડિયો હતો પણ ખાસ ટેપ મૂકવામાં આવતી હતી ને ટેપ ના ગીતો પણ અહીં વાગતા દિવાળીના દિવસો દરમિયાન દિવાળીની રાત્રે આખી રાત અહીં તમામ વર્ગના લોકો હેર સ્ટાઈલ કટીંગ તેમજ દાઢી મસાજ કરાવવા પણ અહીં જ આવતા આખી રાત સુધી તેમનો દબદબો રહેતો આમ નાગર ચકલા ની જાહોજલાલીમાં ગ્રીન હેર ડ્રેશનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે ગ્રીન હેર ડ્રેસર નો જમાનો હતો ગ્રીન હેર ડ્રેસર ના રફીક ભાઈના અવસાન થી ભુજે એક હેર સ્ટાઈલ ના જાણકાર ગુમાવ્યો છે તેમની નીકળેલી સ્મશાન યાત્રામાં પણ અનેક લોકો જોડાયા હતા અને તેમની ઝિયારતમાં પણ લોકોએ હાજરી આપી હતી રફિકભાઈ ગ્રીન હેર ડ્રેસર ની અંદર ખુરશી પર બેઠા હોય અને જે કોઈ પસાર થાય તેમને અચૂક બોલાવતા આમ એક ભુજ નાગર ચકલા એએક હેર સ્ટાઇલ નો કારીગર ગુમાવ્યો છે માત્ર નાગર ચકલો નહીં પણ સમગ્ર ભુજે એક મહાન હેર સ્ટાઈલ ગુમાવ્યો છે,
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા