ગઈ તા:- ૦૬-૦૩-૨ ૦૨૪નાં રોજ ભૂજ સી. ટી ના વિસ્તારમાંથી એક જાગૃત નાગરીકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવ્યુ કે એક અજાણી મહિલા નો તેમના પતિ સાથે ઝઘડો થતા હમીરસર તળાવ માં કુદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કરેલ.હાલ મહિલાને હમીરસર તળાવ કુદકો મારતા રોકી દીધા છે. પરંતુ પીડિતા મહીલા આત્મહત્યા કરવાનું જ વારંવાર જણાવતા હોવાથી તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે.
જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બૂ ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર તેમજ પાઇલોટ ખંભુ ભાવેશભાઇ ઘટના સ્થળે અજાણી મહિલાની મદદ માટે પહોચ્યા ત્યારબાદ પીડિતા મહિલા ના કાઉન્સેલીંગ કરેલ. પીડિત મહિલા સાથે વાતચીત કરી તેમની પ્રાથમિક માહિતી લીધી.જેમાં પીડિત મહિલાએ જણાવેલ કે મારા લગ્નને ૨ વર્ષ થયેલ હોય મારે સંતાનમાં એક ૧૨ માસનો દીકરો હોય.પીડિતા ના પતિ જે કામધંધો કરે છે તે વ્યસનમાં પૈસા વેડફી નાખે છે ને ઘરે ગુજરાન માટે પૈસા આપતા નથી તેમજ રોજ વ્યસન કરીને ઘરે આવી મારઝૂડ કરે છે.પીડિતા ના પતિ ના અન્ય સ્ત્રી સાથે લગ્ન બહારના સંબંધો છે તેવી જાણ પીડિતા થતા તે બાબતે લઈ ને અવાર- નવાર તેમના પતિ સાથે તેમનો ઝઘડો થતાં હતો. પીડિતા છૂટાછેડા લઈ તેમના બાળકની સાથે અલગ મકાન રહેવા માંગતા હતાં પરંતુ તેમના પતિ છૂટાછેડા પણ આપતા નો હતાં. પીડિતા ના માતા તેમના પતિ પાસે પૈસા માંગતા હતા એ બાબત લઈ પીડિતા નો તેમના પતિ સાથે આજે રોજ ઝઘડો થયો હતો.પીડિતા માતા પણ તેમના પતિ ને જ સાથ-સહકાર આપતા હતા. પીડિતા પતિ એ તેમની માતા ઝઘડો થયા પછી વિડિયો કોલ કરેલ ત્યારે પીડિતા ની માતાએ પીડિતા ને ગળે ફાંસો ખાઈ ને આપઘાત કરી લેવાં જણાવેલ.પરતું ફરી પિયર આવજે નહીં એવું કહ્યું તે બાબતથી ખૂબ જ દુઃખી થયેલ અને આત્મહત્યા કરવાનો વિચાર કરેલ.
પીડિત મહિલાને તેના પતિ ના ઘરે લઇ ગયેલ તેના પતિની મુલાકાત લીધેલ તેને સમજાવેલ કે બાળક નાનું હોવાથી તેની પત્નીને આપી દે.બંનેપક્ષને સલાહ-સુચન-માર્ગદર્શન આપેલ, મહિલા પોલીસ સ્ટેશનની, કાયદાકીય પ્રાથમિક માહિતી આપેલ.પીડિતા ના પતિ એ રાજી -ખુશીથી તેની પત્ની ને બાળક સોંપેલ હાલ સમજાવટથી ૧૨ માસ નું બાળક હંગામી ધોરણે અરજદાર ને રાજીખુશી થી સોપવામાં સફળ થયા હતા.તેમજ પીડિતાનું કાઉન્સેલિંગ કરેલ તેમને સમજાવેલ કે આત્મહત્યા કરવી એ સમસ્યાનું નિવારણ નથી તથા તેમના બાળકો નિરાધાર થઈ જશે તેવી સમજણ આપેલ તથા આત્મહત્યા કરવી એ ગુનો છે. માટે ક્યારેય જીવનમાં આત્મહત્યા કરવાનો વિચાર કરવો નહીં .પીડિતા મહિલાએ જણાવેલ કે હવે પછી ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર કરશે નહીં. પીડિતા મહિલાએ આત્મહત્યા કરવાનો વિચાર ડિપ્રેશનમાં આવીને કરેલ હતો. આમ ૧૮૧ ટીમે કુશળ કાઉન્સેલિંગ કરી પીડીતા મહિલા ને જીવવાની જિજ્ઞાસા જગાડેલ. હાલ પીડિતા તેમના પતિ કે પિયર માં રહેવાં જવાં માંગતા નો હતાં તેથી મહિલાને આશ્રય તથા લાંબાગાળાના કાઉન્સિલિંગ ની જરૂર હોય તેથી પીડિતા મહિલાને સુરક્ષિત આશ્રય સખી વન સ્ટોપ સેન્ટર માં અપાવેલ છે
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા