અખિલ કચ્છ સૈયદ આલે રસુલ સમાજની દ્વિતીય સમૂહશાદીનાં આયોજન અંગેની બેઠક યોજાઈ.

તા. ૦૩/૦૨/૨૦૨૪નાં રોજ મેમણ જમાત ખાના ભુજ મધ્યે અખિલ કચ્છ સૈયદ આલે રસુલ સમાજ ની દ્વિતીય સમૂહશાદીનાં આયોજન અંગેની બેઠક સૈયદ આલે રસુલ સમાજના જિલ્લા પ્રમુખ પીર સૈયદ હાજી તકિશા ઇબ્રાહિમશા બાવા નાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ કાર્યક્રમનું આરંભ સૈયદ અહમદશા અલહુસૈની બાપુએ તિલાવતે કુરઆન પઢીને કર્યું હતું. આ બેઠકમાં સૈયદ આલે રસુલ સમાજના હોદ્દેદારો તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. આ આયોજનમાં દ્વિતીય સમૂહશાદીની તારીખ ૨૬/૦૫/૨૦૨૪ રવિવાર અને સ્થળ મખ્દુમ ઇબ્રાહિમની દરગાહ કમ્પાઉન્ડ, માંડવી મધ્ય નક્કી કરવામાં આવ્યું છે. સમૂહશાદીનો ઉદેશ્ય લગ્નમાં થતાં કુરિવાજો અને ખોટાખર્ચ પર નિયંત્રણ જેવા પરિબળો સાર્થક કરવા કચ્છનાં તમામ તાલુકાનાં સૈયદ સાદાતનાં આગેવાનોને આ સમૂહશાદીમાં આલે રસુલ સમાજનાં વધુમાં વધુ દીકરા-દીકરીઓનું નિકાહ થાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ દરમિયાન સમૂહશાદીની જિલ્લા કાર્યવાહક સમિતિની રચના કરવામાં આવેલ જેમાં તાલુકા અને શહેર દીઠ આગેવાનો નીમવામાં આવેલ છે. જેની નામાવલી આ મુજબ છે. અબડાસા તાલુકા – સૈયદ મુહમ્મદશા અભામિયા (કોઠારા), સૈયદ યુસુફશા ઈસ્માઈલશા (મોથાળા). ભૂજ શહેર – સૈયદ અશરફશા હાજી નજમૂલહસન, સૈયદ રઝાહુસેન હાજી યુસુફશા, સૈયદ યુસુફશા મુહમ્મદશા, સૈયદ ગુલામશા ઇબ્રાહિમશા. માંડવી તાલુકા/શહેર – સૈયદ હાજી હુસેનશા હાજી અહમદશા, સૈયદ કાદરશા લતીફશા (સિરવા), સૈયદ મુહમ્મદશા મુરાદશા, સૈયદ હાજી કરમશા નૂરશા, સૈયદ અલીશા કરીમશા. મુંદ્રા તાલુકા/શહેર – સૈયદ ઈસ્માઈલશા ઇબ્રાહિમશા (ભુજપર), સૈયદ અબ્દુલરસુલશા નસીબશા, સૈયદ અકરમશા નસીબશા. લખપત તાલુકા – સૈયદ અબ્દુલ્લાહશા બાપુમિયા (પીપર), સૈયદ જમનશા હાજીબાવા (બરન્દા). નખત્રાણા તાલુકા – સૈયદ ગુલામશા મલૂકશા (મંજલ), સૈયદ મુહમ્મદશા સાકરશા (રોહા), સૈયદ અલીહૈદર કરમશા (ડાડોર), સૈયદ હૈદરઅલી કરમશા (નેત્રા). ગાંધીધામ તાલુકા – સૈયદ તાલિબહુસેન શાહબુદ્દીનશા (ખારી રોહર), સૈયદ હાજી અભામિયા અબ્દુલ કાદરશા (મીઠી રોહર), સૈયદ કાદરશા બાવા (ખારી રોહર), સૈયદ અભામિયા રફીકશા (ખારી રોહર), સૈયદ ડાડામિયા રાજનશા (કિડાણા). અંજાર તાલુકા – સૈયદ કાસમશા અભામિયા, સૈયદ અનવરશા મહેબૂબશા, સૈયદ અહમદશા ખેડોઈવાળા. ભચાઉ તાલુકા – સૈયદ ઉસ્માનશા હાજી કાસમશા (સામખિયારી), સૈયદ લતીફશા અલીઅકબરશા (ચિરઈ). રાપર તાલુકા – સૈયદ અનવરશા ઇબ્રાહીમશા (રાપર).
આ કાર્યક્ર્મમાં સૈયદ મહબૂબ્શા બાવા (અંજાર) સૈયદ હુસેનશા હાજી અહમેદશા બાવા (માંડવી), સૈયદ મુહમ્મદશા અભામિયા (કોઠારા), સૈયદ ઉસમાનશા હાજી કાસમશા (સામખીયારી), સૈયદ જલાલશા નાદિરશા, સૈયદ અનવરશા ઇબ્રાહિમશા (રાપર), સૈયદ શેરઅલી બાપુ (ભચાઉ), સૈયદ અલીશા કરીમશા (લૂડવા), પીર સૈયદ હસનશા અતાઉલ્લાહશા, સૈયદ રઝાહુસેન હાજી યુસુફશા, સૈયદ અશરફશા નજમૂલહસન (ભુજ), સૈયદ લતીફશા અલીઅકબરશા (ચિરઈ), સૈયદ અખ્તરશા હાજી ગુલામશા, સૈયદ ગુલામશા ઇબ્રાહિમશા, સૈયદ નશીબશા ગુલામશા (માધાપર), સૈયદ જૂસબશા મુહમ્મદશા (ભુજ), સૈયદ ગુલામશા મલૂકશા (મંજલ), સૈયદ અલીહૈદરશા કરમશા (ડાડોર), સૈયદ મુહમ્મદશા સાકરશા (રોહા), સૈયદ ઇર્શાદશા હાજી હુસેનશા (માંડવી), સૈયદ રફીકશા (સામત્રા), સૈયદ કાસમશા મુહમ્મદશા (નિરોણા), સૈયદ મોઇનુદ્દીન અમીરમિયા, સૈયદ નશીબશા આમદશા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન સૈયદ યુસુફશા મોથાળા વાળાએ કર્યું હતું.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *