અંજાર, તા.૦૩/૦૩/૨૦૨૪ ઇત્તીહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ ગુજરાતના તમામ જીલ્લા કલેકટરો ને પત્ર પાઠવી અનુરોધ કરાયો છે કે ઘણા સમય થી ગુજરાત રાજ્યમાં મોટા ભાગ ના જીલ્લાઓ ધાર્મિક મિલકતો જેમાં ખાસ કરીને સુફી સંતો ની મજારો (દરગાહો) તોડી પાડવા તેમજ અન્ય ધાર્મિક મિલકતોનું સરકારી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ધાર્મિક મિલકતો દુર કરવા નોટીસો પાઠવવામાં આવી રહી છે. તેમજ ઘણી જગ્યાઓ એ મામલતદાર તથા તાલુકા પંચાયત કક્ષાએ થી દરગાહો ને તોડવા સહિતની કામગીરી થઇ રહી હોવાનું જાણવા મળેલ છે. જે ઘટનાઓ નિંદનીય અને દુ:ખદ છે. કારણ કે આ ધાર્મિક મજારો (સુફી સંતો ની કબરો) સેંકડો વર્ષ જૂની છે. મોટા ભાગની દરગાહો દેશની આઝાદી પૂર્વેની છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વિના જ નોટીસો ની ફાળવણી કે ડીમોલીશન જેવી કામગીરીઓ થઇ રહી છે. જે વિવિધ ઘટનાઓને સંસ્થા દ્વારા સખ્ત શબ્દોમાં વખોડાઈ છે. તેમજ રાજ્યભર માં આ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવવા સરકાર અને વહીવટી તંત્ર ને અનુરોધ કરાયો છે.
દેશ અને રાજ્યની સરકાર ‘સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ એ સૂત્ર ને સાર્થક કરવા વિકાસના કામો માં આગળ વધી રહી છે. ત્યારે રાજ્ય ભરમાં ઇસ્લામ ધર્મના સુફી સંતો ની મજારો (દરગાહો) તોડી પાડવી અને મજારો ના વહીવટકર્તાઓ ને નોટીસો પાઠવી હેરાન પરેશાન કરવા એ યોગ્ય નથી. સંજોગો વસાત ધણી બધી ધાર્મિક મિલકતો અજાણતા અને અજ્ઞાનતા નાં કારણે સરકારી રેવન્યુ રેકર્ડ માં ધાર્મિક મિલકતોની નોંધણી બાકી રહી ગઈ હોઈ શકે છે. પરંતુ જે ધાર્મિક મિલકતો દેશ ની આઝાદી પહેલા થી જ સેકડો વર્ષો જૂની આવેલી છે તેવી મિલકતો ને સરકારી જમીન પર દબાણ ગણવું ન્યાય નાં હિત માં નથી. જેથી જે જે જગ્યા એ મજારો અને અન્ય ધાર્મિક મિલકતો સરકારી રેકોર્ડ મુજબ સરકારી જમીનો પર જણાય તેવી તમામ ધાર્મિક મિલકતો ના પૂર્વ ઈતિહાસની ખરાઈ જ્યાં ધાર્મિક મિલકતો આવેલી છે ત્યાં નાં સ્થાનિક શહેરી જનો, ગ્રામ જનો તેમજ સ્થાનિકે વસતા નાગરિકો પાસે થી જાણી જે ધાર્મિક મિલકતો સેંકડો વર્ષો પૂર્વેની (આઝાદી પહેલાની) આવેલી છે. તેવી ધાર્મિક મિલકતો ને નુકશાન પહોચાડવુ યોગ્ય નથી. વહીવટ તંત્ર દ્વારા માત્ર ને માત્ર એક જ ધર્મ અને સમાજ સાથે જોડાયેલી ધાર્મિક મિલકતોને દુર કરવા એક તરફી કાર્યવાહી કરવી યોગ્ય અને ન્યાયના હિત માં નથી. જેથી ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા તથા સમસ્ત સંસ્થા પરિવાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર અને સંબંધિત રાજ્યના વહીવટી તંત્ર થી રાજ્યના કોઈ પણ સ્થળે આવી ધાર્મિક મિલકતો ની સંપૂર્ણ ખરાઈ કરવા તેમજ સ્થાનિક લોકો ને વિશ્વાસ માં લેવા તેમજ દબાણ ના નામે થઇ રહેલ ડીમોલીશન ની કાર્યવાહી વહેલી તકે રોકવા અનુરોધ કરાયો છે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા