કારાઘોઘા ગામના પ્રવેશ દ્વારે શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત તથા શ્રી કારાઘોઘા બોચા જૂથ ગ્રામ પંચાયત ના સહકાર સાથે માતુ શ્રી હીરબાઇ પોપટલાલ ભીમશી નાગડા પરિવાર સુપત્રો શ્રી રમેશ ભાઈ નાગડા શ્રી અનિલ ભાઈ નાગડા ના ઉદાર દાન ના સંયોગ સાથે તારીખ:01/03/2024 ને શુક્રવાર ના રોજ સવારે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહીપત સિંહ ગાભુભા જાડેજાના શુભ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ અવસરે તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી સોમાભાઈ રબારી કારોબારી ચેરમેન યુવરાજ સિંહ જાડેજા ગામ કારાઘોઘાના શ્રીમુલચંદ ભાઈ સૈયા ,શ્રી મુકેશ ભાઈ શેઠિયા સરપંચ શ્રી મેગજીભાઈ રબારી શ્રી રમેશભાઈ બુધીયા મહેશ્વરી તલાટી શ્રી હસમુખભાઈ હેમુભા બાપુભા તથા પ્રાથમિક શાળા ના આચાર્ય બાબુભાઇ શિક્ષીકા ભૂમિબેન ગોર પધારેલ પ્રમુખ શ્રી મહીપત સિંહ જાડેજા એ કારાઘોઘા ગામના આંગણે સુંદર ઊદ્યયાન નુ નિર્માણ થાયે એ સમસ્ત ગ્રામ જનો માટે ખુજ અભિનંદન ને પાત્ર છે.
મુંબઈ મા રહીને વતન પ્રેમનુંસરસ ઉદારહણ પુરૂપાડનાર ને ખૂબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યુ કે ગામના વિકાસ ના કાર્યો માટે તાલુકા પંચાયત આપની સાથે તેમને જોગી સમાજ ની શેરી મા ગટર લાઈન, કોલી સમાજ વાડી જોગી સમાજ વાડી રોડ લાઈટ પ્રધાન મંત્રી આવાશ યોજના પાણીની લાઈન જૈન મહાજન અને પંચાયત ની ગટર લાઈન નુ કામ, શાળા ના બાળકો માટે સેપ્ટી રેલીગ રોડ તથા આશાપુરા પદયાત્રી કેમ્પ પેવર બ્લોક અનેક વિકાસ ના કાર્યો નુ લોકાપણ કર્યુ હતુ.
આ કાર્યમાં શ્રી સોમાભાઈ શ્રી યુવરાજ સિંહ જિલ્લા પંચાયત સદયસ દેવસી ભાઈ પાતારીયા તથા તાલુકા પંચાયત સદસયો ધારાસભ્ય અનિરુદ્ધભાઈદવે નુ ખુબજ ઊમદા સહકાર મળેલ છે.
ગામ ની સુરક્ષા માટે સીસી ટીવી કેમેરા ખુબજ અંગત્ય ના છે. એ કાર્ય ને સફળ બનાવ વા માટે શ્રી યુવરાજ સિંહ ની પ્રેણા થી શ્રી આશાપુરા માઈન કેપ તરફ થી 2 કેમેરા જેના રૂપિયા.30,000 તથા મુલચંદ ભાઈ સૈયા તરફથી 1 કેમેરો જેના રૂપિયા.15,000 સરપંચ શ્રી મેગજીભાઈ રબારી તરફ થી 1 કેમેરો જેના રૂપિયા.15,000 શ્રી રમેશભાઈ મહેશ્વરી જેના રૂપિયા. 15,000 એક સદગ્રહસ્થ જૈન સમાજ તરફ થી 1 કેમેરા જેના રૂપિયા 15,000 તથા એક સદ્ગૃહસ્થ જૈન સમાજ તરફ થી 2 કેમેરા મળેલ છે તેના રૂપિયા 30,000 શ્રી યુવરાજ સિંહ બગીચા ના નિર્માણ માટે દાતા શ્રી ઓ નુ અભિવાદન કર્યું હતુ અને તાલુકા પંચાયત ની અનેક યોજનાઓ ગામ માટે ફાળવી છે.
તથા અવિરતસહકાર આપવાની ખાતરી આપીહતી.
ગામના ઉદાર દિલ દાતા શ્રી ઓના સહકાર થી પંચાયત ના વેરા ડિજિટલ પદ્ધતિ થી ભરી શકાય વતન થી દૂર રહેતા ગ્રામ જનોને એ સેવાનો લાભ મળે એમાટેની વ્યવસ્થા ગામ કારાઘોઘા ના માતુશ્રી રતનબેન મોણસી ખેરાજ સાવલા હસ્તે એમના સુપુત્રો તરફથી ઉમદા દાન મળેલ છે તેમજ પંચાયત મા પ્રીટર માટે કુંજલ બેન રૂબીન શેઠિયા ગામ વડાલા હસ્તે વનિતા બેન નવીન છેડા ગામ કારાઘોઘા તરફ થી અર્પણ કરવામાં આવ્યુ છે
ગામની પ્રાર્થીમિક શાળા મા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 1,20,000 ની કિમત ના (35) નંગ બેંચીસ શ્રી આકાશભાઈ જીતુભાઇ જુઠાલાલ ગુટકા ગામ સલાયા જામનગર તરફથી અર્પણ કરવામાં આવ્યા. આ કાર્ય માટે તરુણભાઇ રાંભીયાં, મુકેશ ભાઈ શેઠિયા, જ્યંતી ભાઈ જોલાપરા સેતુ બન્યા હતા. તથા કારાઘોઘા ગામ માં સફાઈ અભિયાન શ્રી કાંતિભાઈ પ્રેમજી ભીમશી નાગડા પરિવાર ઉદાર સંહયોગ થી કરવામાં આવે છે મુન્દ્રા તાલુકા પંચાયત મા પ્રમુખ શ્રી મહીપતસિંહ ના જન્મ દિવસે નિમિતે વોટર કૂલર ગામ કારાઘોઘા ના સ્વ ચેતનાબેન પ્રવીણ કાનજી વોરા ગામ છશરા ના ભરત ગાગજી ગોગરી કચ્છ યુવક સંઘ ના પ્રમુખ તરફથી અર્પણ કરવામાં આવ્યું આ માટે કારાઘોઘા ના દિનેશભાઇ શેઠિયા સેતુ બન્યા હતા.
આકાર્યક્રમ માં જૈન સમાજ ,રાજપૂત ક્ષત્રિય સમાજ ,વિષ્ણુ સમાજ ,મહેશ્વરી સમાજ ,મુસ્લિમ સમાજ ,કોળી સમાજ ,જોગી સમાજ ના લોકો તેમજ પ્રાથમિક શાળા ના શિક્ષકો ને બાળકો હાજર રહીને શોભા વધારી હતી.
આ અવસર ને સફળ બનાવામા ચંદ્રેશ જોલાપરા ,કિશોર વેદાંત, ધનજી કેરાઈ હીરજી પટેલ શામજી મહેશ્વરી ,તખુભા, મહેન્દ્ર છેડા ,અનસાદ ખલીફા સલીમ ખલીફા નીરવ વેદાંત સહીત અનેક કાર્યકરો સેવા આપી હતી
વિષેશમા બોચા ગામમાટે સ્નાન ગાટ વાકોલ માં મંદિર શેડ પાણી ની લાઈન સ સી રોડ ના કામો તાલુકા પંચાયત એ કરી આપવા ખાતરી આપી છે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ ભાઈ દવે તથા જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ના સહકાર સાથે શ્રી મહીપત સિંહ જાડેજા , શ્રી યુવરાજ સિંહ જાડેજા , મુકેશ ભાઈ શેઠિયા ના અથાગ પ્રયાશો થી કારાઘોઘા ભુજપુર રોડ પર પુલ તેમજ કારાઘોઘા વાકી રોડ નુ અધુરૂ કાર્ય પુરૂ કરવા નુ તેમજ નદિ પર પુલ બનાવવા નુ વિરાટ કાર્ય મંજુર કરાવેલ છે..
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા