માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સોલર રૂફટોપ અર્પણ : બોર્ડના વિદ્યાર્થીઓ માટે યોજાયો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ
માંડવીની શેઠ ગોકુલદાસ હંસરાજ વિવિધલક્ષી વિદ્યાલયમાં સોલાર રુફટોપની અર્પણ વિધિનો તેમજ ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષતામાં યોજાયો હતો. આ તકે માંડવીની આ શાળાનું સમગ્ર કેમ્પસ ગ્રીન કેમ્પસ બનતા ધારાસભ્યએ આનંદ વ્યક્ત કર્યો હતો.
માંડવીની શેઠ ગોકલદાસ હંસરાજ ત્રણ ટુકર વિવિધલક્ષી વિદ્યાલયમાં શ્રી જયાબેન મેમોરિયલ ટ્રસ્ટ ( મેટ્રો સાઇકલ મુંબઇ)ના સહયોગથી લગાવાયેલ સોલાર રૂફટોપની અર્પણ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે શાસ્ત્રોકત વિધિ સાથે સોલાર રૂફટોપનું ઉદ્ઘાટન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું. આ તકે રૂફટોપ અર્પણ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન કાર્યક્રમની દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમના પ્રારંભે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનું પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટો સાથે ત્રણ ટુકર વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય કૌશિકભાઈ ગોકુલગાંધીએ સન્માન કર્યું હતું. તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવીનું પુષ્પગુચ્છ અને શાલ સાથે કોલેજના ડાયરેક્ટર પ્રવીણભાઈ પોપટે જ્યારે માંડવી નગરપાલિકાના નગરસેવક પારસ ભાઈ સંઘવીનું ગોકુલ વિદ્યામંદિરના આચાર્ય નિશાંત ભાટીયા એ કર્યું હતું.
શાબ્દિક સ્વાગત શ્રી પ્રવીણ પોપટે તેમજ પ્રાસંગિક ઉદબોધન શ્રી કૌશિકભાઈ ગોકુલ ગાંધીએ કર્યું હતું. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પે ચર્ચા અંતર્ગત બોર્ડમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા આપી હતી તેમજ માંડવીમાં ૧૧ ૧૨સાયન્સના વર્ગો પણ શરૂ થાય તેના પર પણ ભાર આપ્યો હતો. શાળાને શિક્ષણ ક્ષેત્રે કોઈપણ જરૂરિયાતો હશે તો તેમા સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમજ સોલાર રૂફટોપ અંગે જણાવ્યું હતું કે માંડવીની આ પ્રથમ શાળાનું કેમ્પસ છે જે કેમ્પસમાં આવેલી શાળા સોલાર રૂફટોપથી સજજ છે જેથી પ્રથમ ગ્રીન કેમ્પસ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૈલાશભારથી ગોસ્વામી જ્યારે આભાર વિધિ શ્રીમતી ઝવેરબાઈ કન્યા વિદ્યાલયના આચાર્યા તૃપ્તિબેન પંડ્યાએ કરી હતી. શાસ્ત્રોકત વિધિ દર્શન રાજગોરે કરાવી હતી.કાર્યક્રમને મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ કે વેદ, ટ્રસ્ટી ભાવનાબેન કે ગોકુલ ગાંધી,યુપીએલ લિમિટેડના ચેરમેન શ્રી રજજુ ભાઈ શ્રોફ, શ્રીમતી સાન્દ્રા શ્રોફ, યુપીએલના ડાયરેક્ટર ઓફ ફાઇનાન્સ શ્રી અરૂણભાઇ આશરે શુભેચ્છા પાઠવી હતી. વ્યવસ્થા ધવલભાઇ પટેલ,હરિલાલ ચૌહાણ, મનોજભાઈ શીલુ, દેવાંગીબેન ગોસ્વામી, શક્તિબેન માંકડ, નેહાબેન ધોળુ, વિશાલ ઉદાસી, જયંતીલાલ કન્નડ, હિતેશ ગોસ્વામી, ઇમરાન સુમરા,દેવરાજ ગઢવી, રાજેશ ભટ્ટીએ સંભાળી હતી.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા