અંજાર, તા.૧૯/૦૨/૨૦૨૪, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ભારત દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, દેશના આરોગ્યમંત્રી તથા ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ ને પત્ર પાઠવી અનુરોધ કરવામાં આવ્યો છે કે ભારત દેશમાં આજે હજારો ખાનગી હોસ્પિટલો કાર્યરત છે. જે રોજ ના કરોડો દર્દીઓ સારવાર તથા લાખો દર્દીઓ ના ઓપરેશન કરે છે. જેમાં અનેક પ્રકાર ના ઓપરેશન કરવામાં આવે છે અને લાખો કરોડો રૂપિયા હોસ્પિટલ્સ જનરેટ કરતી હોય છે. જે નાણા હોસ્પિટલ્સ ને એડવાન્સ માં ચૂકવવાના હોતા હોય છે. અને એક આમ નાગરિક પોતાના પ્રિયજન ને બચાવવા તે લાખો કરોડો રૂપિયા ચૂકવતો પણ હોય છે. સંસ્થાનો સરકારથી એક જ સવાલ છે કે આ હોસ્પિટલ્સ માં જે ઓપરેશનો થતાં હોય છે તે બધા ઓપરેશન્સ જરૂરી હોય છે ? જેનો જવાબ છે ના તે બધા જ ઓપરેશન્સ કરવા જરૂરી હોતા નથી. ઝી ન્યુઝ તથા સેવાભાવી એક એજન્સીઓની હાલ ની સ્ટડી પ્રમાણે દેશમાં ૪૪% ઓપરેશન ખોટા થતા હોય છે જે ફક્ત અને ફક્ત મજબુર વ્યક્તિઓ ના નાણા પડાવવા થતાં હોય છે. જે ખોટા ઓપરેશનમાં હાર્ટ સર્જરીના ૫૫%, યુટેરસ સર્જરીના ૪૮%, કેન્સર સર્જરીના ૪૭%, ની (ગોઠણ) રીપ્લેસમેન્ટ ના ૪૮% તેમજ સી.સેક્શન સર્જરી ના ૪૫% ઓપરેશનસ બિલકુલ બિનજરૂરી ફક્ત અને ફકત ગરીબ અને મજબુર દર્દીઓ ના નાણા પડાવવા થતાં હોય છે. આવી કોર્પોરેટ હોસ્પિટલો એ સેવાના માધ્યમને પૈસા પડાવવાનું હથિયાર બનાવ્યું છે. સંસ્થા એ સરકારને અનુરોધ કે આવા પ્રકાર ના ખોટા અને બિનજરૂરી ઓપરેશન કરવા એ એક ગરીબ અને જરૂરતમંદ દર્દી ના આરોગ્ય અને મહેનત ની કમાણી ના નાણા પડાવવા માટેનો એક હીન અને ગુનાહિત કૃત્ય છે જે દેશની અનેક ખાનગી હોસ્પિટલ્સ આચરી રહી છે જેને અટકાવવા આવી હોસ્પિટલ્સ વિરુદ્ધ એક સરકાર એક કમિટી નું ગઠન કરવા અને આવા હીન કૃત્યો આચરતી હોસ્પિટલ્સ વિરુદ્ધ એક નસિયત રૂપી કડક કાયદાની રચના કરવા સંસ્થા દ્વારા સરકાર ને અનુરોધ કરાયો છે.
ભારત સરકાર દ્વારા આજે મેડીકલ ક્ષેત્રે અનેક ગ્રાન્ટો અને સહાયો ‘આયુષ્યમાન કાર્ડ’ જેવા કાર્ડ્સના માધ્યમથી આપવામાં આવે છે જેનો દુરઉપયોગ આવી નાણા પડાવનાર હોસ્પિટલ્સ કરતી હોય છે. જ્યાં બિલકુલ સર્જરી ની જરુર નથી હોતી ત્યાં ફક્ત દર્દી ના નાણા કે સરકારી યોજના પ્રમાણેના નાણા આવી ખાનગી હોસ્પિટલ્સ પડાવતી હોય છે. આવી હોસ્પિટલ્સ માં ડોકટરો ને આપેલો ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે અને તે ટાર્ગેટ પૂર્ણ કરવાના બદલા માં તે ડોકટરો ને લાખો રૂપિયા પગાર ચુકવાતા હોય છે. આવા ડોકટરો કોન્ટ્રેકટ બેઝ પર આવી હોસ્પિટલ્સ માં નોકરીઓ કરતા હોય છે અને આગળનો પગાર તેમના પાછલા રેકોર્ડ પરથી એટલે કે તેમણે કરેલ જરૂરી કે બિનજરૂરી ઓપરેશન કરવાના આધારે પગાર વધારો કે ઘટાડો નક્કી કરવામાં આવે છે. આવી હોસ્પિટલોમાં દર્દીની પ્રાથમિકતા નથી હોતી પણ ફક્ત તેના દ્વારા મળતા નાણાને જ પ્રાથમિકતા આપવામાં આવે છે. આજની તારીખમાં દેશની અનેક ખાનગી હોસ્પિટલ્સ પૈસા કમાવવાના કોર્પોરેટ હાઉસ બની ગઈ છે જે મજબુર અને ગરીબ દર્દીઓના નાણા પચાવવા માટેજ કાર્યરત છે. આ હોસ્પિટલ્સ માં ઘણી વખત મૃત દર્દી ના પરિવાર પાસેથી નાણા પડાવવા માટે મૃત દર્દીને જીવિત હોવાનો દેખાવ કરવામાં આવે છે અને જયારે જોઈતા નાણા આ હોસ્પિટલ્સ તે દર્દીના પરિવાર થી મળી જાય છે ત્યારે તેને મૃત ઘોષિત કરવામ આવે છે. આવોજ એક કિસ્સો મુંબઈ ની એક હોસ્પિટલ માં જોવા મળ્યો હતો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની એક રીપોર્ટ પ્રમાણે મુંબઈ ની એક હોસ્પિટલ માં એક ૧૪ વર્ષીય કિશોર ને એના મૃત્યુ પછી ૧ મહિના સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો અને એક મહિના સુધી એના માતાપિતા પાસે હોસ્પિટલ ચાર્જીસ લેવામાં આવ્યા હતા જે કિસ્સો ખુલ્લો થતા હોસ્પિટલ દ્વારા તેના માતાપિતા ને રૂ.૫ લાખ વળતર પેટે ચૂકવવામાં આવ્યા હતા. આવા સેંકડો બનાવો દેશ ની આવી ખાનગી હોસ્પિટલ્સ માં બન્યા છે. આવા કૃત્યો માનવતા વિહીન કૃત્યો ને ધ્યાને લઇ સરકાર દ્વારા આવી ગેરરીતિઓ આચરતી હોસ્પિટલ્સ ના વિરોધ માં એક કમિટી નું ગઠન કરવા, તે હોસ્પીતાલ્સની તટસ્થ તટસ્થ તપાસ કરી અને એક એવા કાયદાનું ગઠન કરવામાં આવે કે જે આવી ગેરરીતિઓ અને ગુનાહિત કૃત્યો આચરનાર હોસ્પિટલ્સ અને હોસ્પિટલ પ્રસાસન ને નસિયત રૂપી કડક સજા આપવાની જોગવાઈઓ કરતો કાયદો અમલમાં આવે તે માટે ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા, સંસ્થા ના સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા, ઇનામુલ ઈરાકી, હૈદરશા પીર, હબીબશા સૈયદ, અનવરશા સૈયદ, નુરમામદભાઈ રાયમા, શાહનવાઝભાઈ શેખ, યુસુફભાઈ સંગાર, સુલતાનભાઇ માંજોઠી, સાદિકભાઈ રાયમા, અબ્દુલભાઈ આગરીયા, ઇદ્રીશભાઈ વ્હોરા, નજીબભાઈ અબ્બાસી, નાસીરખાન પઠાણ તેમજ સમસ્ત સંસ્થા પરિવારે સરકાર ને અનુરોધ કર્યો છે. એવું ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રવક્તા સૈયદ જલાલશા સૈયદ ની યાદી માં જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા