માંડવી તા. ૧૪
ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા શિક્ષકો માટે મિરઝાપરના ગોકુલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૧૫ માં ચાણક્ય કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ ખાવડા – દિનારા – તુગા અને કોડકી ગ્રુપ વચ્ચે રમાઇ હતી જેમાં કોડકી ટીમ ચેમ્પિયન બની હતી. જિલ્લા શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ રશ્મિ પંડ્યાના હસ્તે ટૉસ ઉછાડવામાં આવ્યો હતો.
જેમાં ખાવડાની ટીમે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી . કોડકીની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૧૬ ઓવર માં ૪ વિકેટે ૧૬૯ રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા પચ્છમની ટીમે ૧૬ ઓવરમાં ૯ વિકેટ ના ભોગે ૧૧૫ રન્સ બનાવી શકી. આમ ૫૪ રનથી કોડકી ટીમ વિજેતા બની. મેચ માં સૌથી વધુ ૯૩ રન બનાવનાર કોડકીના જશવંતસિંહ રાજપૂતને પ્લયેર ઓફ ધ મેચ જાહેર કરાયેલ જયારે સમગ્ર ટુર્નામેન્ટ માં સારો દેખાવ કરનાર ધર્મેશ પ્રજાપતિ ને પ્લેયર ઓફ ધ સિરીઝ, જયારે સૌથી વધુ વિકેટ લેનાર અજય સુથાર શ્રેષ્ઠ બોલર, અને મિલન ગોઝારિયા બેસ્ટ બેટ્સમેન જાહેર થયા હતા. જેમને ઉપસ્થિત દાતાઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાએ આયોજનને બિરદાવી ચેમ્પિયન અને રનર્સ ટીમને અભિનંદન આપ્યા હતા અને આ પ્રકારના આયોજનથી શિક્ષકોમાં ખેલદીની અને સંગઠનની ભાવના વિકસે છે તેવું જણાવ્યું હતું. તો જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ સૌ દાતાઓનો આભાર માની આગામી દિવસોમાં યોજાનાર જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ તથા મહિલા શિક્ષિકાઓ અને બાળકો માટે યોજાનાર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની માહિતી આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામત વસરા અને બી.આર.સી. ભરત પટોડિયાએ શુભેચ્છા પાઠવી હતી. આ તકે કેળવણી નિરીક્ષક ઉમેશ રૂઘાણી તેમજ શિક્ષક સંગઠનના વિલાસબા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજેશ ગોર, ધીરજ ઠક્કર, રશ્મિ ઠક્કર, ગણેશ કૉલી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં મિત્તલબેન ભદ્રા, તાલુકા- જિલ્લા શિક્ષણ મંડળી, હરિભા સોઢા, ભૂપેશ ગોસ્વામી, વસંત ગોર, રમીઝખાન પઠાણ, જીતુ ઠક્કર, ડૉ. મયુર ભાનુશાલી, ડૉ. અશોક જાટિયા, ચિંતન જોબનપુત્રા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કુશાલ દવે ઉપરાંત વિવિધ શિક્ષકોનો આર્થિક સહયોગ સાંપડ્યો હતો. પારલે જી કંપની તરફથી ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમાપન સમારોહ પ્રસંગે પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાએ સૌને આવકાર્યા હતા અને પ્રસંગ પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મંત્રી મેહુલ જોષીએ જ્યારે આભારવિધિ ખજાનચી કાંતિભાઈ સુથારે કરી હતી.મેચમાં સ્કોરર તરીકે ગીરીશ ચૌહાણ, બ્રિજેશ બૂચ, કૉમેન્ટર તરીકે હિતેન સોલંકી, અશોક રાવલ જ્યારે અમ્પાયર તરીકે ઉત્તમ મોતા અને ઇન્દ્રજીતસિંહ જાડેજાએ સેવા આપી હતી. જયેન્દ્રસિંહ ઝાલા, મયુરસિંહ જાડેજા, નિલેશ અજાણી,ગોરધન વાઘેલા, અનિલ રૂપારેલ,હાર્દિક ત્રિપાઠી, ધવલ ત્રિવેદી વગેરેએ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ ના પૂર્વ મહામંત્રી દિનેશભાઇ શાહે જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા