મુન્દ્રા ની જન સેવા દ્વારા જૂના કપડાં. રમકડાં તેમજ જીવન વપરાશ ની વિવિધ વસ્તુઓ નું દાતા ઓ પાસે થી પ્રાપ્ત કરી જરૂરત મંદ લોકો સુધી પહોંચતી કરાય છે.
અદાણી ગ્રુપ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહ ની પ્રેરણા અને માર્ગદર્શન થી અદાણી ફાઉન્ડેશન અને અદાણી પબ્લિક સ્કૂલ ના સહયોગ થી 50,000જેટલા જૂના કપડાં. રમકડાં. પગરખા તેમજ જીવન વપરાશ ની વિવિધ સામગ્રીઓ મુન્દ્રા ની જન સેવા ને સુપ્રત કરી હતી. .
આ સેવાકીય પ્રવ્રુતિ ના પ્રારંભે અદાણી પબ્લિક સ્કૂલ ના પ્રિન્સિપાલ અને અદાણી ફાઉંડેશન ના પારસ ભાઈ મહેતા શહેર ની ગરીબ વસાહત પહોંચ્યા હતા અને જન સેવા સાથે રહી જરૂરત મંદ લોકો ને કપડાં. બાળકો માટે રમકડાં. પગરખા. ભોજન માટેની પ્લેટો નું વિતરણ કરાયુ હતું. .
આ સેવાકીય પ્રવ્રુતિ માં અદાણી પબ્લિક સ્કૂલ ના કો ઓર્ડીનેટર પરિમલ પરમાર. હિતેશ ઠક્કર. પ્રીતિ બેન શર્મા તેમજ અદાણી ગ્રુપ ના મીડિયા વિભાગ ના રમેશ ભાઈ આયડી ઉપસ્થિત રહ્યા હતા.
અદાણી ફાઉન્ડેશન ના હેડ કો ઓર્ડીનેટર પારસ ભાઈ મહેતા એ જણાવ્યું હતું કે છેવાડા ના દિન દુઃખીયા લોકો સુધી પહોંચી સેવા કરવી એ ઉતમ સેવા છે. .
અદાણી પબ્લિક સ્કૂલ ના પ્રિન્સિપાલ ડૉ મયૂર ભાઈ પાટડીયા એ જણાવ્યું હતું કે સ્કૂલ ના અંદાજે 2000જેટલા છાત્રોં એ 15દિવસ સુધી આ બધી સામગ્રી શાંતિવન કોલોની માંથી એકત્રિત કરી સેવાયજ્ઞ કર્યો હતો. .
તેમણે જણાવ્યું કે છાત્રોં માં મૂલ્ય વર્ધક શિક્ષણ ની પ્રાપ્તિ થાય અને સહિષ્ણુતા નો ભાવ આવે એ માટે આ સેવાકીય પ્રવ્રુતિ હાથ ધરાઈ હતી. .
આ પ્રસંગે જન સેવા ના રાજ સંઘવી એ ઉપસ્થિત મહેમાનોને વિવિધ સેવાકીય પ્રવ્રુતિઓ ની માહિતી આપી હતી. .
આ સેવાકીય પ્રવ્રુતિ અંદાજે એક Stands સુધી ચાલશે અને વિવિધ વસાહતો માં આ સામગ્રીઓ નું વિતરણ કરવા માં આવશે. .
આ સેવાકીય પ્રવ્રુતિ માં જન સેવા ના ભગીરથ સિંહ ઝાલા. કપિલ ચોપડા. દેવજી જોગી. કાના ભાઈ. અસલમ માંજોઠી અને ભીમજી જોગી સહયોગ આપી રહ્યા છે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા