કારણ વગર છુટા કરવા તેમજ પગાર ના ચૂકવવા બાબત
મજુર કાયદાઓ ની તમામ કડક કલમો સહિત વિવિધ સરકારી કચેરીમાં ફરીયાદ દાખલ કરાઈ
રાજકોટ સાપર સ્થિત એગ્રોલ્ટ સોલુયુશન પ્રાઇવેટ લિમટેડ કંપની માં એચ આર હેડ તરીકે જામનગર નાં કિરણ ભાઈ મહેશ્વરી ની નિમણુંક કરવામા આવી હતી તે અગાઉ ત્યાં મોનિકા જાની નામની વ્યક્તિ તે પદ પર હતાં અને તેઓ એ ત્યાંથી કોઇ કારણ સર રાજીનામું આપેલ હોય 25 જાન્યુઆરી 2024 થી કિરણ ભાઈ મહેશવરી ત્યાં ફરજ પર હાજર થયાં હતાં 4 તારીખે કંપની મુકામે ત્યાં નાં ડાયરેક્ટ શ્રી ઓ અને સી એફ ઓ સાહેબ દ્વારા કિરણ ભાઈ ને ઓફિસ માં બોલાવી ને એવું કહેવામાં આવ્યું કે કાલથી તમે નોકરી આવતાં નહિ કિરણ ભાઈ એ તેમને નોકરી પર થી છુંટા થવાનું કારણ પૂછ્યું તો તેઓ કોઇ પાસે કોઇ કાયદાકીય જવાબ નહોતો તેથી કિરણ ભાઈ તેમની પાસે આજીજી કરી 1 મહિના નો સમય માગ્યો કે હું જામનગર થી મારો પરિવાર છોડી આપના ભરોસે રોજીરોટી માટે આવ્યો છું આપ સાહેબ શ્રી આવું મારા કોઇ વાંક ગુન્હા વગર નાં કરી શકો તેમજ મજૂર કાયદો મુજબ કા મને ૨ મહિના નો પગાર આપી છૂટો કરી શકો છો અથવા મને ૧ મહિનો નોટિસ પીરયડ આપો કે જેથી હું બીજે ક્યાંય નોકરી સોધી સકું પરંતુ તેઓ લોકો કાયદા થી વિપરીત જઈ કિરણ ભાઈ સાથે મનફાવે તેવા ગેર વ્યજબી શબ્દો ઉચારી અદ્ધૂત કરી બહાર કાઢી મુકેલ અને તેમજ જે મકાન માં રહેતાં હતાં અને તેમાં કિરણ ભાઈ દ્વારા ખર્ચા ઓ કરી રહવાએ લાયક બનાવેલ તે મકાન માં પણ રહેવા નાં દેવાની ધમકી આપી ખાલી કરાવવા હુકમો કર્યા એથી આ બનાવ થી કિરણ ભાઈ ને ખોટું લાગી આવતા તેમને લેખિત માં માનહાનિ કેશ દાખલ કરેલ અને મજૂર કાયદા ની તમામ કલ્મો હેઠળ શ્રમ આયુક્ત કચેરી રાજકોટ, પી એફ ઓફિસ રાજકોટ, ફેકટરી inspector રાજકોટ, પોલીસ સુપ્રિ. રાજકોટ, સાપર એસોસિએશન,લેબર કમિશનર કચેરી ખાતે એગ્રોલટ સોલુંયુંસન પ્રાઇવેટ લિમટેડ કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ કંપની ભાડા કરાર આધારીત છે તેથી કંપની ની કરતુત જમીન ના મુખ્ય માલિકોને પણ જાણ કરવામાં આવે અને તેમને પણ આ ઘટના ની જાણ થાય કે તેઓ એ જેમની સાથે ભાડા કરાર કર્યા છે તે લોકો કાયદા નુ ઉલ્લંઘન કરે છે.તેમના કર્મચારી મોનિકા જાની ને આ ઘટના ની જાણ હોય અને કિરણ કુમાર ફફલ મહેશ્વરી ને કામ રખાવી આપનાર નેહા સોની નામ ના વ્યક્તિ જેઓ સ્કાય વિન સોલ્યુશન નામની એજન્સી ચલાવે છે તેમને પણ પુછપરછ કરી તેમનું પણ નિવેદન લેવામાં આવે. તેમજ આ બાબતે કિરણ ભાઈ ને ન્યાય નહી મળે તો કલેકટર કચેરી રાજકોટ મુકામે કંપની વિરુદ્ધ આંદોલન કરવામા આવશે તેવું કિરણ ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ કિરણ ભાઈ મહેશ્વરી આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ નાં ગુજરાત પ્રદેશ ના ઉપ પ્રમુખ, પત્રકાર સંઘ ના સભ્ય, ભારતીય મજદૂર સંધ નાં કોર કમિટીના સભ્ય, આર ટી આઇ એકટીવિસ્ટ, ઇન્ડિયન HR group નાં સભ્ય ભારતીય મજદૂર સંઘના પ્રચારક તરીકે પહેલેથી છે. હાલમાં તેઓ એગ્રોલટ નામની કંપની સાથે જોડાયા હતાં પણ ત્યાં થી તેમની ઉપરોકત વીગતો અનુસાર હકાલપટ્ટી કરવામાં આવી છે એટલે કિરણ ભાઈ દ્વારા ન્યાય માટે અપીલ કરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા