સ્પોર્ટસ મીટ-૨૦૨૪ અંતર્ગત ભદ્રેસ્વર coastal out post વિસ્તાર ની અદાણી સ્કૂલ ખાતે વિવિધ દરિયાઈ સીમા ધરાવતા ગામો/વિસ્તાર તથા સુરક્ષા એજન્સીઓ વચ્ચે વોલીબોલ સ્પર્ધા નું આયોજન કરવા માં આવેલ

પશ્વિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટસ મીટ – ૨૦૨૪ નો શુભારંભ ભુજ ખાતે તા.૦૯/૦૨/૨૦૨૪ ના રોજ ગુજરાત રાજયના પોલીસ વડાશ્રી વિકાસ સહાય સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ.

શ્રી વિકાસ સહાય સાહેબ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા શ્રી જે.આર.મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ -ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ – ભુજ તથા શ્રી આર.ડી. જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના દ્વારા ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તમામ તમામ સમાજ વર્ગને એક સાથે લઈ ચાલવાના તેમજ સરકારી વિભાગો અને સુરક્ષા એજન્સીઓ સાથે વધુ સંકલન કરવાના તથા ટ્રાફિક અવેરનેસ, ડ્રગ્સ નાબુદી, સાયબર ક્રાઈમ જાગ્રુતિ અને બોર્ડર સીક્યુરીટીને વધુ સુદ્રઢ કરવાના ઉમદા હેતુસર પશ્વિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટસ મીટ – ૨૦૨૪ ના નેજા હેઠળ સરહદના જિલ્લામાં ગ્રામજનો, સુરક્ષા એજન્સીઓ તથા પોલીસ વચ્ચે તાલમેલ વધે અને સૌહાર્દ જળવાય તે અન્વયે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.

જે અન્વયે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભદ્રેસ્વર કોસ્ટલ આઉટ પોસ્ટ વિસ્તાર ની અદાણી સ્કૂલ ખાતે વોલીબોલ સ્પર્ધા નું આયોજન કરવા માં આવેલ જેમાં વિવિધ એજન્સીઓ દવારા ભાગ લેવા માં આવેલ તથા સ્થાનિક આગેવાનો ગ્રામજનો બહોળી સખ્યામાં ઉપસ્થિત રહ્યા શ્રી કોનર્ક શર્મા સાહેબ સ્ટેશન ઇન્ચાર્જ મુન્દ્રા કોસ્ટ ગાર્ડ,જે.વી.ધોળા સાહેબ મુન્દ્રા પી.આઈ. તથા વિવિધ સિસ્ટર અજેન્સીઓ ના અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યકમ ની શુભ શરૂઆત કરી જેમાં લુણી ગ્રામ સાગર રક્ષક દળ ની ટીમ વિજેતા તથા મુન્દ્રા કોસ્ટ ગાર્ડ ની ટિમ runners up થયેલ બંને ટિમ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા
વોલીબોલ રમતમાં ભાગ લીધેલ ટીમો:-


1.કોસ્ટ ગાર્ડ ટિમ મુન્દ્રા
2.લુણી સાગર રક્ષક દળ (SRD) ટિમ
3.ભદ્રેસ્વર સાગર રક્ષક દળ (SRD ) ટીમ
4.પોલીસ ટિમ
5.કમલમ ટિમ

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *