સ્પોર્ટસ મીટ-૨૦૨૪ અંતર્ગત જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના મોહાડી ગામ ખાતે જખૌ મરીન પોલીસ અને ગ્રામજનો વચ્ચે વોલીબોલ રમતનું આયોજન

પશ્વિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટસ મીટ – ૨૦૨૪ નો શુભારંભ ભુજ ખાતે તા.૦૯/૦૨/૨૦૨૪ ના રોજ ગુજરાત રાજયના પોલીસ વડાશ્રી વિકાસ સહાય સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ.

શ્રી વિકાસ સહાય સાહેબ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા શ્રી જે.આર.મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ -ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ – ભુજ તથા શ્રી બી.બી.ભાગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જખૌ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.ચૌધરી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તમામ તમામ સમાજ વર્ગને એક સાથે લઈ ચાલવાના તેમજ સરકારી વિભાગો અને સુરક્ષા એજન્સીઓ સાથે વધુ સંકલન કરવાના તથા ટ્રાફિક અવેરનેસ, ડ્રગ્સ નાબુદી, સાયબર ક્રાઈમ જાગ્રુતિ અને બોર્ડર સીક્યુરીટીને વધુ સુદ્રઢ કરવાના ઉમદા હેતુસર પશ્વિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટસ મીટ – ૨૦૨૪ ના નેજા હેઠળ જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના મોહાડી ગામ ખાતે પોલીસ સ્પોર્ટસ મીટ ૨૦૨૪ અંતર્ગત જખૌ મરીન પોલીસ અને ગ્રામજનો વચ્ચે વોલીબોલની રમતનુ આયોજન કરવામાં આવ્યુ.

વોલીબોલ રમતમાં ભાગ લીધેલ ટીમો:-

(૧) જખૌ મરીન પોલીસ સ્ટાફ ટીમ ખેલાડીઓના નામ:-
૧. શ્રી ડી.આર.ચૌધરી  પોલીસ ઇન્સપેક્ટર
૨. બિપીનભાઈ લવજીભાઈ મકવાણા પો.હેડ કોન્સ.
૩. યોગેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ પો.હેડ કોન્સ.
૪. શ્રીરામભાઈ ધુડાભાઈ બ્રાહ્મણ પો.કોન્સ.
૫. અજય મહેન્દ્રકુમાર પરમાર પો.કોન્સ.
૬. રવીન્દ્રકુમાર કેશવભાઈ રાઠોડ પો.કોન્સ.
૭. મેહુલભાઈ શંકરભાઈ લીંબડિયા પો.કોન્સ.
૮.લાલાભાઈ મગનભાઈ રબારી પો.કોન્સ.

(૨) મોહાડી ગામની “સુપર – ૦૬” ટીમ ખેલાડીઓના નામ:-
૧. જત અબુબકર આમદભાઈ
૨. જત લતીફભાઈ આમદભાઈ
૩. જત સરીફભાઈ હમજાભાઈ
૪. જત સીદ્દીકભાઈ આમદભાઈ
૫. જત જુસબભાઈ અબ્દુલકરીમભાઈ
૬. જત હુસેનભાઈ અલીભાઈ
૭. જત મોહમદહનિફભાઈ ઈબ્રાહિમભાઈ
૮. જત જુસબભાઈ ઈશાભાઈ

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *