ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ
અંજાર, તા.૧૦/૦૨/૨૦૨૪,
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કચ્છ જીલ્લા કલેકટર ને ફરી પત્ર પાઠવી અનુરોધ કરાયો છે કે કચ્છ જીલ્લાના દેશલપર (ગુંતલી) થી હાજીપીર તરફ જવા માટે નો ૩૨ કિમી નો રસ્તાના નવીનીકરણ માટે સંસ્થા દ્વારા ગુજરાત સરકાર તથા સબંધિત વિભાગોને રજૂઆત કરાયેલ હતી. જેને ધ્યાને લઇ કચ્છ જીલ્લા ની સંકલન સમિતિમાં આ ૧૫ વર્ષ થી લટકતી રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે સામેલ કરેલ હતો. જે પૈકી ના જવાબમાં કાર્યપાલક ઈજનેરશ્રી ની પેટા કચેરી નખત્રાણા તથા કાર્યપાલક ઈજનેરશ્રી ની કચેરી ભુજ દ્વારા સંસ્થાને પત્રો પાઠવી હાજીપીર થી દેશલપર (ગુંતલી) સુધીનો ૩૨ કિમી રોડ જે પૈકી ના ૧૬ કિમી ના અડધા રસ્તાનો કામ પૂર્ણ કરવામાં આવેલ હતું તેવું જણાવવામાં આવ્યું હતું. જેમાં કાર્યપાલક કચેરીઓ દ્વારા ના પત્રમાં એ પણ જણાવાયું હતું કે આગળ નો કામ વન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. પણ વાસ્તવ માં એ રસ્તો હેમ ખેમ અવસ્થા માં છે જેના પર વાહન ચલાવવું અશક્ય સમાન છે. ઉપરોક્ત બંને પત્રો માં જણાવ્યા અનુસાર આ માર્ગ પર એક કરતા વધારે ખાનગી મીઠાની કંપનીઓ ના મીઠાં ભરેલા અતિ ભારે વાહનો તથા પવનચક્કી ની ખાનગી કંપનીઓ ના અતિ ભારે વાહનો રસ્તા પરથી સતત પસાર થતા હોય છે. મીઠાના વાહનો માંથી સતત મીઠું રસ્તા ની સપાટી પર ઢોળાય છે. મીઠાના ખારાશ વાળા પાણી ને કારણે તથા મીઠા અને પવનચક્કી ના અતિ ભારે વાહનો ના સતત અવર-જવર ના કારણે તેમજ વખતો-વખત થયેલ ભારે વરસાદ ના કારણે આ રસ્તા ને નુકસાન થયેલ છે. કિમી ૦૦ થી ૧૬ કિમી વચ્ચે ઈજારદારશ્રી દ્વારા એફ.એમ.જી. અન્વયે તેઓના સ્વખર્ચે મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. તથા કિમી ૧૬ થી ૩૨ વચ્ચે હયાત રસ્તા ને મોટરેબલ કરવા ઈજારદાર ને સુચના આપવામાં આવેલ છે. તેવું પત્રમાં જણાવ્યું છે. સરકારી તંત્ર પોતના આ રસ્તા સબંધી કામ ને એક બીજા પર ઢોળતી હોય એવું જણાય છે. જેનો ભોગ હાજીપીર જનારા પ્રવાસીઓ તેમજ આજુબાજુ ના ગામો ના સ્થાનિક રહેવાસીઓ બને છે.
સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે કે જે તે જવાબદાર એજન્સીઓ દ્વારા વહેલી તકે તે રસ્તા ની મરામત કરાવી વાહનો ચલાવી શકાય તે પ્રકાર નો મજબુત કરવા યોગ્ય આદેશ કરવામાં આવે. તેમજ કિમી ૧૬ થી ૩૨ કિમી સુધી ના રોડ પર મીઠાના અને પવનચક્કી ના હેવી વાહનો ચલાવતી કંપનીઓ રોડ ને રીપેરીંગ કરવાની જવાબદારી ત્યાં કરોડો રૂપિયાનું રેવન્યુ જનરેટ કરનારી કંપનીઓ ની છે. જે કંપનીઓ પોતાની જવાબદારી નિભાવતી નથી. દેશલપર (ગુંતલી) થી હાજીપીર ના રસ્તાનો પ્રશ્ન લગભગ છેલ્લા ૧૫ વર્ષ થી વણ ઉકેલ્યો છે. તંત્ર પોતાની જવાબદારી એક બીજા પર ઢોળતું હોવાથી આ રસ્તાનું કામ થતું નથી. હાલમાં આ રસ્તા પર દ્વિચક્રી વાહન પણ ચાલી શકે તેમ નથી. જેથી કચ્છ કલેકટર સાહેબ જાતે સ્થળ નું નિરીક્ષણ કરી આ રસ્તો બનાવવા ઝડપભેર કાર્યવાહી કરવા અને વહેલી તકે રોડ નું રીપેરીંગ કરી વાહનો ચલાવવા લાયક બનાવવા તેમજ વર્ષો થી જર્જરિત હાલતમાં પડેલા રસ્તા નું નવીનીકરણ કરી આ વિસ્તાર ની રસ્તા સંબંધી સમસ્યાઓ કાયમી ધોરણે હળવી થાય તે માટે યોગ્ય આદેશ થવા ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા, સંસ્થાના સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમાં, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ કચ્છના પ્રમુખ હૈદરશા પીર, તથા સમસ્ત સંસ્થા પરિવાર દ્વારા હાજીપીર થી દેશલપર સુધીના રસ્તા નું નવીનીકરણ કરવા અનુરોધ કરાયો છે. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા