આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં ૬ ડોક્ટરો નિ:શુલ્ક સેવા આપશે.
દવા 50 ટકા રાહત ભાવે અપાશે.
માંડવી તા. ૦૫/૦૨
માંડવી માં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામ કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રીસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીના ઉપક્રમે તા. ૦૬/૦૨ને મંગળવારના સવારના ૧૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે.
સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પમાં કુલ ૬ ડોક્ટરો નિ:શુલ્ક સેવા આપશે. જ્યારે દવા 50% રાહત ભાવે આપવામાં આવશે.
કેન્સર સંબંધિત સમસ્યાઓ માટે ડો. મોહિત મોદી (કેન્સર ફિઝિશિયન) સ્ટર્લીંગ રામકૃષ્ણ હોસ્પિટલ ગાંધીધામ, હૃદય, પેટ, કિડની, લોહી, રૂમેટોલોજિકલ, ચેપી, મગજ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ વગેરે રોગો તેમજ 2D ECHO (હૃદયની સોનોગ્રાફી) વગેરે તમામ પ્રકારના રોગોના સંસ્થાના M. D. ફિઝિશિયન ડો.નૈનેશ શાહ, એપેન્ડિક્સ, રસોડી, મસા, ચરબીની ગાંઠ, કિડની સ્વાદુપિંડ નો સોજો, પિતાશયની પથરી, પ્રોસ્ટેટ, થાઈરોઈડ રોગોના સંસ્થાના લેપ્રોસ્કોપી જનરલ સર્જન ડો.શ્યામ ત્રિવેદી(M.B.B.S.-M.S.),સંસ્થાના જનરલ ફિઝિશિયન ડો.જયેશ મકવાણા, ડો મમતા ધુલિયા(M.B.B.S.)અને સંસ્થાના માસ્ટર ઓફ (ફિઝિયોથેરાપી ઇન ન્યુરોલોજી) ફિઝીયોથેરાપીસ્ટ ડૉ. જીનલ આથા સેવા આપશે.
આ નિ:શુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા રજીસ્ટ્રેશન માટે 79900 99010 અને (02834) 284108 ઉપર સંપર્ક કરવા સંસ્થા ના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ અને સહમંત્રી મહેશભાઈ કંસારા એ જણાવેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા