સત્ય અહિંસા અને માનવતાના મસીહા મોહનદાસ કરમચંદ ગાંધી

આજના રાજકારણીઓ દિવસમાં ચાર જોડી કપડાં બદલી વીમાનમા ઉડાઉડ કરે છે સલામતી માટે ડઝન મોંઘી કારો સિક્યુરિટીની આખી ફોઝ લઈને ફરે છે ત્યારે બાપુની વધારે યાદ આવે છે.
ગાંધીબાપુ વખતે મોબાઈલ પણ નહોતા આજની જેમ આટલા બધા અખબારો પણ નહોતા છતાં ગાંધીબાપુનો પડ્યો બોલ આખા દેશમા ઝીલાતો હતો.
આજે વધારે નહી માત્ર એક નેતા ભારત તો ઠીક આખા વિશ્વમાંથી મને બતાવો જેના એક જ બોલ પર આબાલ વૃદ્ધ યુવાનો દીકરીઓ મહિલાઓ વકીલો વેપારીઓ બધા જ ઘરબાર છોડી બાપુને સમર્થન આપવા નીકળી પડતા હતા.
પોરબંદર જેવા નાના શહેરમાંથી વિશ્વવિભૂતિ બનવું કઈ ખાવાના ખેલ નથી
બાપુ નીડર મુઠ્ઠી ઊંચેરા નખશીખ દેશભક્ત પ્રમાણિક નિખાલસ હતા.
વિશ્વને બાપુએ સત્ય અને અહીંસા બે અનમોલ શસ્ત્રો આપ્યા.જે આજે પરમાણુ યુગમાં વધારે પ્રસ્તુત છે
નેતિક મૂલ્યો સદાચાર સંપ સ્વાવલબી બનવું.સત્ય માત્ર સત્ય જ બોલવું.અહિંસા પર જ કાયમ ભાર મુકવો અંતરઆત્માનો અવાજ સાંભળવો અહીંયા તો બાપુ બધા જ રાજકારણીઓનો આત્મા જ મરી પરવાર્યો છે
અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી ગામ સુધી લગભગ ૪૦૦ કિલોમીટર પદયાત્રા કરી હતી ગામે ગામથી સેંકડો લોકો જોડાયા હતા છૂત અછૂત આભડછેડ સામે ઝુબેશ ઉપાડી હતી
આજે તમને એક પણ રાજકારણી એવો જોવા નહી મળે જે દેશની બેકારી ગરીબી જોઈ કાયમ માટે માત્ર પોટડી ધારણ કરી લે.કે ૨૫ કરોડ ભારતીયો એક સમય ભૂખ્યા સુવે છે તો માત્ર એક સમય એક ટંક ભૂખ્યા રહે
આજની પ્રજા અને રાજકારણીઓ ગાંધીજીને ક્યારેય સમજી શકવાના નથી એમનો પનો ટૂંકો પડે છે આપનું ગજુ પણ નથી
આજના તકસાધુઓ ચલતા પૂરજા નેતાઓ બાપુની તોલે કોઈ આવી શકે એમ જ નથી.
બાપુ સદા પ્રસ્તુત હતા અને હંમેશા રહેશે.
બાપુ હંમેશા કહેતા કે બધા જ ધર્મો સાચા છે આપના બધા જ ધર્મો સચ્ચાઈ ઈમાનદારી નીતિ એકતા ભાઈચારાનો સંદેશ આપે છે.
આજે આપને ઘરમાં બધા જ સભ્યો કમાતા હોવા છતાં રૂપિયાની હંમેશા ખેંચ રહે છે તે વખતે બાપુએ વરસો પહેલા કરેલી વાત યાદ રાખવા જેવી છે ઓછામાં ઓછી જરૂરિયાતો રાખો.લોન કોઈ દિવસ લેવી નહી ભોગવાદ ફાલતુ મોજશોખથી બચો.
બાપુએ કદી પણ કોઈ હોદ્દો પદ સ્વીકાર્યો નહોતો.બાપુનું સમર્પણ અર્પણ તર્પણ માત્ર રાષ્ટ્ર માટે જ હતું.
આવા મહાન યુગપુરુષની માલ મિલકત સંપત્તિ જુવો.બાપુ પાસે માલ મિલ્કતમા હાથે વણેલી ખાદી કેડે બાંધેલી વરસો જુની ઘડિયાળ લાકડી રેટીઓ હતા.
સ્વતંત્ર્ય સંગ્રામના કાર્યકમો સત્ય પ્રેમ અહિંસાથી પાર પાડનાર અને વિદેશી માલનો બહિષ્કાર મીઠા સત્યાગ્રહ માટે દાંડી કુચ “કરેંગે યા મરેંગે “ની વીર ઘોષણા સાથે ભારત છોડો આંદોલન સમાજ સુધારણા કલ્યાણકારી પત્રકારત્વ સાહિત્ય લેખન જોડણી કોર્ષ સર્જન આધ્યાત્મિક સુવાસ સાથે સર્વધર્મ સમભાવ.હિંસા કોમી રમખાણોમા હથિયાર વગર ધસી જઈ નફરત સામે પ્રેમપૂર્વક મક્કમતાથી પ્રતિકાર સાદાઈનું ઉત્તમ ઉદાહરણ બની જનાર આરોગ્ય માટે દેશી ઉપચારો ત્યાગ અને બલિદાન અગ્રેસર આવી અસંખ્ય બાબતો વાતો કાર્યો એક જ જીવનમાં એક વ્યક્તિથી સંભવ જ ન નથી બાપુ વગર ચૂંટણીએ રાષ્ટ્રપિતા બન્યા આજે પણ રાજઘાટ પર દુનિયાભરમાંથી સાદા માણસથી માંડીને વિવિધ દેશના મહાનુભાવો નતમસ્તક ફૂલ ચઢાવી બાપુને શ્રધ્ધાજલી અર્પે છે.આવા એકમેવ એક અલગારી વ્યક્તિત્વને આખી દુનિયાના સત્ય અહિંસામા માનનારા વ્યક્તિઓ તરફથી કોટી કોટી વંદન

ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *