ભુજ ખાતે રમાયેલી જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં સતત આઠમાં વર્ષે પ્રથમ નંબર મેળવ્યો.
હવે રંજનબેન ચંદારાણા રાજ્યકક્ષા એ કચ્છ નું પ્રતિનિધિત્વ કરશે.
માંડવી તા. ૦૫/૦૨
ભુજ ખાતે તાજેતરમાં રમાયેલી જિલ્લા કક્ષાની 40 વર્ષથી વધારે ઉંમરવાળા માટે ખેલ મહાકુંભમાં ચેસની સ્પર્ધામાં સતત આઠમાં વર્ષે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવીને રંજનબેન યોગેશભાઈ ચંદારાણા એ, માંડવી શહેરનું, પોતાના પરિવારનું અને માંડવીના લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.
આ અગાઉ પણ રંજનબેન ચંદારાણા અનેકવાર ચેસની સ્પર્ધામાં ચેમ્પિયન બની ચૂક્યા છે. તેઓ લોહાણા સમાજની રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં ચેમ્પિયન બની ચૂક્યા છે. હવે રંજનબેન ચંદારાણા ખેલ મહાકુંભમાં ચેસની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
રંજનબેન ચંદારાણા માંડવીની કરસનદાસ અરજણભાઈ ચંદારાણાના પુત્રવધુ અને અંજારના કલાવંતીબેન પ્રેમજીભાઈ ગણાત્રા ની પુત્રી થાય છે.
સતત આઠમાં વર્ષે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા બનવા બદલ રંજનબેનને ઠેર ઠેરથી અભીનંદન મળી રહ્યા છે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા