હાલમાં આપની લોકશાહી સાથે ખુલ્લેઆમ મજાક થઈ રહી છે.એક પાર્ટીના દલબદલું મુખ્યમંત્રી સવારે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપી દે છે.કેમ ભાઈ તમને સવાર સવારમાં રાજીનામુ આપવું પડે છે? શું તમારી પાસે બહુમત નથી? શું તમારી સરકાર અલ્પમતમા આવી ગઇ છે? ના એમ રાજ્યપાલશ્રી એ પૂછયુ જ નહી ને બીજા સૌથી મોટા પક્ષને સરકાર રચવા કે બહુમતી સાબિત કરવા આમંત્રણ આપ્યું જ નહી..રાજ્યપાલશ્રીએ નવા મુખ્યમંત્રીની નિમણુંક ના થાય ત્યાં સુધી રખેવાળ મુખ્યમંત્રી પદે રહેવાનો આદેશ પણ ના કર્યો અને એક જ દિવસમાં સાંજે પેલા રાજીનામુ આપનાર. મુખ્યમંત્રીને ફરી પાછા મુખ્યમંત્રી બનાવી દીધા.તપાસ કરવામાં આવી નહી કે સવારે કેટલા ધારાસભ્યો તમારી સાથે હતા અને અત્યારે કેટલા ધારાસભ્યો તમારી સાથે છે?
કોંગ્રેસમુક્ત ભારતનું સપનું જોનાર પક્ષમા મૂળ વરસો જુના ભાજપીઓ કરતા આયાતી કોંગ્રેસીઓને શા માટે ડાયરેક્ટ મંત્રી બનાવી દેવામા આવે છે?ધીમે ધીમે ભાજપમા ભાજપીઓ કરતા કોંગ્રેસીઓની સઁખ્યા વધી રહી છે.સનીષ્ઠ વરસો જુના પક્ષ માટે જાત ઘસી નાખનારા કાર્યકરોનો કોઈ ભાવ પણ પૂછતું નથી.
હાલમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે.મોદીનું વિઝનરી ચુંબકીય નેતૃત્વ છે.રૂપિયા પણ બેસુમાર છે સમાજના દરેક વર્ગ યુનિયન પર સારી પકડ સરકારી અને હવે તો સહકારી સંગઠનો પર પકડ પાછુ રામમંદિરને કારણે ઊભો થયેલો હિન્દુત્વનો કટ્ટર જુવાળ છતાં ભાજપની કઈ એવી મજબૂરી છે કે ફાલતુ કોંગ્રેસીઓને ભાજપમાં યેનકેન પ્રકારે શામ દામ દંડ ભેદની નીતિને અનુસરીને ભાજપમા લાવવામા આવી રહ્યા છે
: રોજ જ ભાજપનો વિરોધ કરતા તેમજ ભાજપ અને મોદીને વ્યક્તિગત ટાર્ગેટ કરતા હતા એ બધું ભૂલીને તેમને શા માટે ગળે વળગાડાવામાં આવી રહ્યા છે?
૨૦૧૬ થી ૨૦૨૦ સુધીમાં આશરે ૪૩૩ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો છે એમાં ૧૭૦ કોંગ્રેસી ધારાસભ્યોનો સમાવેશ થાય છે
આપને ત્યાં પક્ષપલટો કરનાર ધારાસભ્યો સાંસદોનો પર પગલાં ભરાતા નથી.કોઈ કડક કાયદો અમલમાં લાવવાની તાત્કાલિક જરૂર છે.
ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા