સાંસદ, ધારાસભ્ય, ભાજપ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિ, તા.૨૧, ૨૨, ૨૩ ત્રણ દિ’ જાહેર જનતાને રેત શિલ્પ નિહાળવા પ્રમુખ જિગર તારાચંદભાઈ છેડાનું નિમંત્રણ
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નો દેશ અને દુનિયાના સૌ ભારતીયોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી
રહ્યો છે. આ ઉજવણીમાં સૌ ને જોડાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહ્વાનને ઝીલી સમગ્ર દેશવાસીઓ ઉમંગભેર
જોડાઈ રહ્યા છે. ત્યારે ભુજ કવીઓ જૈન મહાજને પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલી લીધું હોવાનું સંસ્થાના
પ્રમુખ જિગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું છે. સંસ્થા રેત શિલ્પની પ્રતિકૃતિના નિર્માણ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા
મહોત્સવની ઉજવણીમાં સહભાગી થશે. ભુજના વિજયનગરમાં સંસ્થાના વિવિધલક્ષી સંકુલમાં ૨૧ જાન્યુ.ના આયોજિત
સમારોહમાં સવારે ૯.?૦ વાગ્યે આ રેત શિલ્પને સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ખુલ્લું મૂકાશે. આ પ્રસંગે કચ્છ ભાજપ
પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા
પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ જૈન સાત સંધના પ્રમુખ શ્રી સિસ્મિતભાઈ ઝવેરી, સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો
ખાસ ઉપસ્થિત રહેશે. રેત શિલ્પ ક્ષેત્રે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નામના મેળવી ચૂકેલ કલાકાર અનિલ જોશી
અયોધ્યામાં નિર્માણ થયેલ રામ મંદિરની પ્રતિકૃતિ રેતી દ્વારા બનાવશે. મૂળ માંડવીના અનિલભાઈ છેલ્લા ૧૫ વર્ષ થયા
વિવિધ રેત શિલ્પો બનાવી અનેક ઈનામો મેળવી ચૂક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સંસ્થાના દિવંગત પ્રમુખ અને પૂર્વ
રાજ્યમંત્રી અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડા રામ મંદિર માટેની કાર સેવામાં જોડાયા હતા. સમગ્ર કચ્છવાસીઓ ને આ રેતશિલ્પ નિહાળવા પ્રમુખ જિગરભાઈ છેડાએ અપીલ કરી છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા