મુન્દ્રા પોલીસ. જન સેવા અને સેવાભાવી લોકો વ્હારે આવ્યા ..
મુન્દ્રા ના વડાલા નજીક આજે બપોર બાદ અંદાજે 54વર્ષ ના મહિલા પગે જઈ રહ્યા હતા ત્યારે ગાંધીધામ થી મુન્દ્રા તરફ આવતા કમલેશ ભાઈ રાજપૂત પોતાની ગાડી માઁ મુન્દ્રા પોલીસ સ્ટેશન લાવ્યા હતા .. બાદ માઁ મુન્દ્રા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફ ના મથુરજી કુડેચા એ જન સેવા ના રાજ સંઘવી ને ફોન કરતા તાત્કાલિક પોલીસ મથક પહોંચી મહિલા ના ખબર અંતર પૂછ્યા હતા ..
મુન્દ્રાબારોઇ નગરપાલિકા ના ડાહ્યાલાલ આહિર પણ ત્યાં પહોંચી વ્રુધ્ધા ને દિલાસો આપ્યો હતો અને એ રસ્તોભટકેલા માજી ને દિલાસો આપી તરત જ વાહન ની વ્યવસ્થા કરી ભુજ ની માનવજ્યોત સંસ્થા ના વડા પ્રબોધ ભાઈ મુનવર સુધી પહોંચતા કરવા ની વ્યવસ્થા કરી હતી ..
જન સેવા ના રાજ સંઘવી એ ભુજ ની માનવ જ્યોત સંસ્થા ના પ્રબોધ ભાઈ મુનવર ને ફોન કરી એ મહિલા ને ભુજ માનવ જ્યોત માઁ મોકલવાનું કહેતા તેમણે સહયોગ આપ્યો હતો ..
છેલ્લા બે માસ થી કચ્છ માઁ ભૂલ થી આવી ગયેલા છતીસગઢ઼ ના દુર્ગ જિલ્લા ના ભીલાઈ ગામના સોના બેન વાસનિક ઉંમર 54હોવાનું તેમણે કહ્યું હતું અને છતીસગઢ઼ થી ભૂલ માઁ ટ્રેન મારફતે કચ્છ આવી ગયેલા નું જણાવ્યું હતું ..
રસ્તો ભટકેલ મહિલા એ તેમના પરિવાર માઁ એક પુત્ર એક પુત્રી હોવાનું જણાવ્યું હતું .. તેમજ કચ્છ માઁ બે માસ થી જુદા જુદા વિસ્તારો માઁ રહ્યા હોવાનું જણાવ્યું હતું ..
રસ્તો ભટકેલ એ મહિલા તંદુરસ્ત અને હિન્દી ભાષા માઁ વાત કરતા હતા ..
આ સેવાકીય પ્રવ્રુતિ માઁ મુન્દ્રા પોલીસ મથક ના પી આઈ જે વી ધોળા અને પોલીસ સ્ટાફ નો સહયોગ રહ્યો હતો ..
અહેવાલ :- ઇમરાન અવાડિયા