આજરોજ તા.૦૯/૦૧/૨૦૨૪ મંગળવાર, ગામ ઝુરા તા. ભુજ (કચ્છ) મધ્યે ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત લાઈફ કેર હોસ્પિટલ તથા કે.સી.આર.સી (અંધજન મંડળ) ભુજ ના સંયુક્ત ઉપક્રમે આંખનું નિદાન, સારવાર અને ઓપરેશન ના મેઘા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કે.સી.આર સી. (અંધજન મંડળ ) ભુજના આંખના નિષ્ણાંત ડોકટરો અને ઈરફાનભાઈ કાનીયા, પચાણભાઈ ગઢવી, જયદીપ સિંહ જાડેજા એ દર્દીઓને તપાસ કરી નિદાન સારવાર આપી હતી.
૧૧૮ જેટલા દર્દીઓ એ સારવાર લીધી જેમાં 29 લોકોની સ્થાનિકે ચશ્મા આપવામાં આવેલ અને મોતિયો, વેલ, કોર્નીયા અને રેટીના આમ ૧૯ જેટલા દર્દીઓ ઓપરેશન લાયક જણાયાં હતા. તે દર્દીઓને અમદાવાદ ના જાણીતા ઓપથલ સર્જન ડો.દિપ જોષી અને ડો.આતીશ પટેલ દ્વારા ભુજ ખાતે કે.સી.આર.સી.( અંધજન મંડળ) હોસ્પિટલ ભુજ મધ્યે તારીખ ૨૦/૦૧/૨૦૨૪ અને૨૧/૦૧/૨૦૨૪ એમ ૨ દિવસે ઓપરેશન કરી આપવામાં આવશે.
આ કેમ્પને ભાનુશાલી તુષારભાઈ (સરપંચ ઝુરા) ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહેમાનો જાનમામદ લુહાર, જત જાકબભાઈ, નિતિન ભાનુશાલી ઈબ્રાહિમભાઈ લુહાર વગેરે રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજન અને વ્યવસ્થા સૈયદ હબીબશા, ગની જત, હાસમશા સૈયદ, સૈયદ શરીફશા, લોકેનદ્ર સિંહ સોઢા, અમિત પાયણ, અયુબ જત, સમીર જત, કાનજી સોઢા, અલ્પેશ ભદ્રુ, ભીલાલ જત, અનિલ ઓઢાણા વગેરે એ સંભાળી હતી. એવું ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રવક્તા સૈયદ જલાલશા સૈયદ ની યાદી માં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા