28મી જાન્યુઆરીના માટુંગા-મુંબઈમાં યોજાનારા શાનદાર સમારોહમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા (પાખાડી) સાક્ષી મોરબીયા નું સન્માન કરશે.
માંડવી તા. ૦૯/૦૧
શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજમાં ફર્સ્ટ ક્લાસ મેળવીને એમ.બી.બી.એસ.માં ભારતભરમાં પ્રથમ નંબર મેળવીને મૂળ માંડવીના હાલે ભુજ રહેતા કુમારી સાક્ષી મનીષભાઈ શશીકાંતભાઈ મોરબીયાએ માંડવીના જૈન સમાજ નું ગૌરવ વધારેલ છે.
અગામી 28મી જાન્યુઆરી 2024 ના રોજ માટુંગા-મુંબઈમાં યોજાનારા એક શાનદાર સમારોહમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ તેજસ્વી વિદ્યાર્થીની કુમારી સાક્ષી મનીષભાઈ મોરબીયા(MBBS) ને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધી ઇયરનો એવોર્ડ એનાયત કરી ને સન્માન કરનાર હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
કુમારી સાક્ષી મોરબીયા NHL(SVP) મેડિકલ કોલેજ અમદાવાદમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, કુમારી સાક્ષી, નાનપણથી જ ડાન્સ, પેઇન્ટિંગ અને હેન્ડીક્રાફ્ટ જેવી પ્રવૃતિઓમાં રસ ધરાવતા હતા તેમણે ALOHA માં ચેન્નઈ મુકામે નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવામાં ભાગ્યશાળી બનેલ છે. આ ઉપરાંત વાગડ બે ચોવીસી સમાજ દ્વારા મુંબઈ સન્મુખાનંદ મધ્યે 2015માં યોજાયેલ V. B. C. HUNT મા પણ પ્રથમ સ્થાન મેળવેલ હોવાનું ઇનરવીલ ક્લબ ઓફ માધાપર ના પ્રમુખ ડો. મમતાબેન ભટ્ટે જણાવેલ હતું.
કુમારી સાક્ષી મોરબીયા, શ્રીમતી પ્રતિમાબેન મનીષભાઈ મોરબિયાની પુત્રી તેમજ છ કોટી જૈન સંઘના સેવાભાવી શશીકાંતભાઈ ખીમજીભાઇ મોરબીયા (માંડવી હાલે ભુજ) અને કમલાબેન મોરબિયાની પૌત્રી થાય છે.
કુમારી સાક્ષી મોરબિયાની આ સિદ્ધિ બદલ માંડવી છ કોટી જૈન સંઘ ના પ્રમુખ પુનિતભાઈ ભાછા અને ખજાનચી જયેશભાઈ જી. શાહ રાજ્ય/રાષ્ટ્રીય અને સમાજરત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવી ની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ વી. જી. મહેતા, ઇનરવીલ ક્લબ ઓફ માધાપર ના પ્રમુખ ડો. મમતાબેન ભટ્ટ વગેરે એ કુમારી સાક્ષી મોરબીયાને અભિનંદન પાઠવ્યા હતા.
કુમારી સાક્ષી મોરબીયાને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા