મુંબઈમાં નેશનલ લેવલે 19 મો નંબર મેળવ્યો.
માંડવી તા. ૦૯/૦૧
ચેસની ટૂર્નામેન્ટમાં મુંબઈમાં ભાગ લેવા ગયેલ માંડવીની તેજસ્વી છાત્રા એ નેશનલ લેવલે 19 મો નંબર મેળવીને તેજસ્વી છાત્રા ધ્વનિ સંજયભાઈ ચૌહાણે કચ્છનું ગૌરવ વધારેલ છે.
તાજેતરમાં એસ.આર.કે. ઇન્સ્ટિટયૂટ અંજાર ખાતે યુનિવર્સિટી ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. તેમાં ધ્વનિ ચૌહાણ તાજેતરમાં નેશનલ લેવલની ચેસ સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ હતી તેમાં નેશનલ લેવલે 19 મો નંબર મેળવીને ધ્વનિ ચૌહાણે માત્ર માંડવી જ નહીં પરંતુ કચ્છ જિલ્લાનું ગૌરવ વધારે હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ધ્વનિ ચૌહાણે ખેલ મહાકુંભમાં ૬(છ) વખત કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય કક્ષાએ ભાગ લીધેલ છે. આ ઉપરાંત તે બ્લેક બેલ્ટ કરાટેમાં ચેમ્પિયન બનેલ છે. ધ્વનિ ચૌહાણે ચેસ અને કરાટેમાં 23 ટ્રોફી, ૫(પાંચ) મેડલ અને 53 સર્ટીફીકેટ મેળવીને માંડવી નું ગૌરવ વધારેલ છે.
ધ્વનિ ચૌહાણ હાલમાં ભુજની એસ.કે.એલ.પી.લેવા પટેલ કોલેજમાં બી. એસ. સી. નર્સિંગ માં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.
ધ્વનિ ચૌહાણ ના પિતા સંજયકુમાર કાંતિલાલ ચૌહાણ ભુજમાં જી.એસ.ઇ.સી.એલ.માં એક્ઝિટ એન્જિનિયર તરીકે અને માતા શ્રીમતી તૃપ્તિબેન ચૌહાણ માંડવીમાં પી.જી.વી.સી.એલ.માં નાયબ એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
માંડવી અને કચ્છનું ગૌરવ વધારનાર માંડવીની તેજસ્વી છાત્રા ધ્વની ચૌહાણને ઠેર – ઠેરથી અભિનંદન મળી રહ્યા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા