વાત છે પાંચ દાયકા પહેલાની શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટની આજે પણ સ્વ.કલ્યાણજી માવજી પટેલ ની સેવાઓ લોક હૃદયના સ્થાનમાં છે
આજે બિદડા સર્વોદય ટ્રસ્ટને 50 વર્ષ પૂરા થાય છે ત્યારે 50 વર્ષ પહેલા બિદડા ગામે ગામના સરપંચ સ્વ. કલ્યાણજી માવજી પટેલે બિદડા સર્વોદય ટ્રસ્ટની સ્થાપના કરી પ્રથમ નેત્ર યજ્ઞ 1973-74 માં શરૂ કરેલ તે સમયે સ્વ.કલ્યાણજી માવજી પટેલ અને તેમની સાથે લીલાધર ગડા (અધા) જખુભાઈ ગેલા,દામજીભાઈ તેમજ અન્ય ગામના જૈન સમાજના અગ્રણીઓ એ નેત્ર યજ્ઞનો પ્રારંભ કર્યો હતો ત્યારે બિદડા પાંજરાપોળ ખાતે કંતાન બાંધી હોસ્પિટલ બનાવી હતી ત્યારે બિદડામાં નેત્રદંત યજ્ઞ જેમાં પ્રથમ આંખના સર્જન ડોક્ટર શિવાનંદજી અધ્વ્યુ સાહેબ અને તેની ટીમે આંખના ઓપરેશનો કર્યા હતા તેમ જ દંત યજ્ઞમાં પણ મુંબઈના નિષ્ણાંત ડોક્ટરો એ સેવા આપી હતી તે સમયે બિદડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક સ્વ.સતિષભાઈ જે. બુચે પોતાના હાથે પેન્ટિંગ પૂઠામાં દોરીને તેઓ રાત દિવસ જોયા વગર સેવા કરેલ છે તેમજ બિદડા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય સ્વ.નટવરલાલભાઈ અંતાણી અને બિદડા શાળાનો સ્ટાફ તેમજ બી બી એમ સ્કૂલ ના શિક્ષક સ્વ.ધનજીભાઈ ફૂરીયા અને સ્વ.યુ.ટી.ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ પણ શિક્ષક ભાઈ બહેનો રાત્રી સેવા કરતા હતા તેમજ બિદડા ખાતે નેત્ર યજ્ઞમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ તેમજ મુંબઈથી ખાસ ડોક્ટરોની ટીમ અને સ્વયંસેવકો બિદડા આવી રાત દિવસ જોયા વિના આઠ દિવસ આ નેત્ર યજ્ઞની સેવાઓ કરતા હતા એટલું જ નહીં માંડવીના અમલદારો આ કાર્યમાં જોડાતા હતા તેમજ બિદડા ખાતે સમગ્ર કચ્છ જિલ્લાના લોકો નેત્રદંત યજ્ઞમાં આવતા હતા દર્દી સાથે એક બરદાસીને પણ તમામ સેવાઓ બિદડા સર્વોદય ટ્રસ્ટ પુરી પાડતી હતી બિદડા સરકારી હોસ્પિટલના ડોક્ટરો તેમજ તેના કમ્પાઉન્ડરો અને તેની ટીમ તેમજ સ્વ.ખરાશંકર જોશીની પણ અમૂલ્ય સેવાઓ હતી બિદડા ના સરકારી કર્મચારીઓ ગામ લોકો ભાઈઓ બહેનો વગેરે સેવા કરતા નેત્ર યજ્ઞ પહેલા અનાજની સાફ સફાઈ ગામના બહેનો કરતા હતા ત્યારે તેમની ચા બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા તેમજ નેત્ર યજ્ઞ દરમિયાન ચાની સેવા વિભાકરભાઈ અંતાણી (બંટી)તેમજ ભાભુભાઈ ચા ની સેવા કરતા હતા એ સમયની તેમની સેવાઓની બિદડા સર્વોદયના ટ્રસ્ટના અગ્રણીઓ પણ નોંધ લેતા હતા જ્યારે આજે 50 વર્ષ થાય છે ત્યારે એ સેવા આપનાર સ્વ. કલ્યાણજી માવજી પટેલ (કચુ ભાઈ પટેલ)ને આજે સત સત વંદન છે કારણકે એમની સેવાઓ અનેરી હતી તે સમયે ટેલીફોન કે કોઈ વાહન વ્યવહારની વધારે સગવડો ન હતી તેમ છતાં સ્વ. કલ્યાણજીભાઈ ની સેવા અને તેની ટીમની સેવાઓને ક્યારેય પણ ભુલાશે નહીં તે સમયના ટ્રસ્ટી બચુભાઈ રાભૈયા,ભવાનજીભાઈ શાહ તેમજ મહેતાજી તરીકે શાંતિલાલભાઈ મહેતા સેવા આપતા હતા જ્યારે કમ્પાઉન્ડર તરીકે મહાદેવભાઇ ગોસ્વામી,રફીક ભાઈ લુહાર, કનૈયાલાલ જોશી,ધનજીભાઈ ની સેવાઓ આજે પણ યાદ છે તેમજ રતાંધણાપણુ દૂર થાય તે માટે સ્વ.કલ્યાણજીભાઈ તરફથી બિદડા શાળાના તમામ બાળકોને સવારે દૂધ અને ગાજર આપ આપવામાં આવતા હતા તેમજ ફોટો ગ્રાફર વિરેન્દ્રભાઈ આચાર્યની સેવાઓ તેમજ વર્તમાન પત્રોની સેવાઓ પણ આજે લોક હૃદયમાં સ્થાન ધરાવે છે ત્યારે આજે ફરી સ્વ.કલ્યાણજીભાઈ માવજીભાઈ પટેલ આરોગ્ય ધામ ના સ્થાપક તરીકે પણ તેમજ 50 વર્ષ તરીકેની સેવાઓ ને વંદન કરી ભાવાંજલિ આપીએ છીએ.
અહેવાલ :- ઇમરાન અવાડીયા