હાલ માં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ના કોર્ટ ઓફ કમિશ્નર – ગુજરાત રાજ્ય દ્વારા હાલ માં કચ્છ જીલ્લા માં સુગમ્ય ભારત અંતર્ગત તમામ સરકારી કચેરીઓ, તમામ બેંકો, તમામ જાહેર ઈમારતો તમામ હોસ્પિટલો મા દિવ્યાંગજનો માટે રેમ્પ,રેલીંગ, ટોયલેટ, પાર્કિંગ, તેમજ સાઈન બોર્ડ બ્રેઈલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ ? તે માટે ધ રાઈટ ઓફ પર્સન વિશ્વ ડીસીબીલીટી એક્ટ-૨૦૧૬ મુજબ ચકાસણી કરવા માટે કચ્છ જીલ્લા માં કમિટી ની રચના કરવામાં આવેલ છે જેના અધ્યક્ષ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પાંચ સભ્યો ની નિમણુક કરવામાં આવેલ છે.
આ કમિટી માં દિવ્યાંગો માટે છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ના મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ જણસારી ની નિમણૂક કરવામાં આવેલ છે. તે બદલ આજરોજ સહકાર યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને આ હોથો મળેથી દિવ્યાંગ ને લગતી સુવિધાઓ માં વધારો થશે એવી આશા વ્યક્ત કરી અને શ્રી હેમેનાભાઈ જણસારી ને અભિનંદન પાઠવ્યા હતા. અને વધુ ને વધુ સેવાકીય પ્રવૃત્તિ કરવા ની કુદરત શક્તિ આપે એવા આશ્રીવાદ આપ્યા હતા.
આ કાર્યક્રમ માં ઉમરભાઈ સમા – કચ્છ મોટરીંગ પબ્લિક સેવા સલાહકાર કમિટી ના પ્રમુખ સહકાર યુવક મંડળ ના પ્રમુખ ઝહિરભાઈ સમેજા માનવ જ્યોત સંસ્થા ના શભુભાઈ જોષી,નગર સેવક કિરણભાઈ ગોરી,નવીનભાઈ ગોસ્વામી,સહકાર યુવક મંડળ ના ઉપ પ્રમુખશ્રી હિમાંશુભાઈ ગોર,ઈરફાનભાઈ હાલેપોત્રા – મહામંત્રી સૌ એ સાથે મળી ને શ્રી હેમેન્દ્રભાઈ જણસારી નું સન્માન કર્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા