માંડવીના તમામ જિનાલયો, સ્થાનકો અને આયંબિલ શાળાના મહેતાજીઓ, પૂજારીઓ અને સ્ટાફ નું અડદિયા, લાડવા અને શાલથી અભિવાદન કરાયું.
કાર્યક્રમમાં મૂંગા પશુઓની 6000 કિલોગ્રામ નીલાચારાનું નીરણ કરવાની માંડવી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી જાહેરાત કરાઈ.
માંડવી તા. ૦૬/૦૧
અચલગચ્છાધિપતિ, સાહિત્ય સમ્રાટ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય ગણિવર્યશ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી, માંડવીના ગુર્જર જૈન સમાજ અભિયાનમંચના ઉપક્રમે પાર્શ્વનાથ જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક પ્રસંગે સાધર્મિકભક્તિ – અનુકંપા ભક્તિ અને જીવદયા ભક્તિના કાર્યો દાતાશ્રીઓના સહકારથી કરવામાં આવ્યા હતા.
સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ જિરાવલ્લા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા (હસ્તે:- શ્રીમતી પલ્લવીબેન લહેરીભાઈ શાહ-વડોદરા) ના આર્થિક સહયોગથી 400 કિલોગ્રામ લીલાચારાનું મૂંગા પશુઓને નિરણ કરાયું હતું. પક્ષીઓને 100 કિલોગ્રામ ચણ અને શ્વાનોને 20 કિલોગ્રામ બિસ્કીટ આપીને જીવદયા ના કાર્યો કરાયા હતા.
મહેતા વનેચંદભાઈ મૂળજીભાઈ (હસ્તે:- રજનીકાંતભાઈ (માંડવી-મુંબઈ) તથા સદગૃહસ્થ દાતાશ્રીઓના સહકારથી સાધર્મિક ભક્તિ અને અનુકંપા ભક્તિના કાર્યો કરાયા હતા. માંડવીના જરૂરતમંદ સાધર્મિકોને અડદિયા લાડુ અને શાલ થી ભક્તિ કરવામાં આવી હતી.
માંડવીના આંબા બજારમાં આવેલા ત્રણ ગચ્છના ઉપાશ્રયમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, સેવા મંડળ અને નાની પક્ષ જૈન સંઘના પ્રમુખ અશોકભાઈ શાહ, છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા (શાહ) અને અજીતનાથ જિનાલયના ટ્રસ્ટી વિનયભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી એ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકતા માંડવી ગુર્જર જૈન સમાજ અભિયાનમંચના અગ્રણી નરેશભાઈ શાહ અને અભિનંદન પાઠવતા મુંગા પશુઓ માટે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી 6000 કિલોગ્રામ નીલાચારાનું નિરણ કરવાની જાહેરાત કરી હતી. સ્વાગત પ્રવચનમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે સૌને આવકારી, દાતાશ્રીઓની અનુમોદના કરી, સંસ્થાના ભાવિ કાર્યક્રમની વિગતો આપી હતી.
આ પ્રસંગે માંડવી શહેરના તમામ જીનાલયો, સ્થાનકો અને આયંબિલ શાળાના મહેતાજીઓ, પૂજારીઓ અને સ્ટાફનું વાડીલાલભાઈ દોશી, દિનેશભાઈ શાહ, અશોકભાઈ શાહ, પુનિતભાઈ ભાછા, વિનયભાઈ શાહ તથા સંસ્થાના નરેશભાઈ શાહ, લહેરીભાઈ શાહ અને અજીતભાઈ પટવા ના હસ્તે અડદિયા લાડવા આપી, શાલ ઓઢાડીને અભિવાદન કરાયું હતું. દિનેશભાઈ શાહ અને પુનિતભાઈ શાહે પણ પ્રાસંગિક પ્રવચનમાં માંડવી ગુર્જર જૈન સમાજ અભિયાન જાગૃતિ અભિયાન મંચની સરાહના કરી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે કરી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા