પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ
પહોંચે તેવા કરેલા વાણીવિલાસના તિવ્ર
પડઘા સમગ્ર હાલાર સહીત સમગ્ર ગુજરાત મા પડ્યા છે. આ મામલે વિરોધ દર્શાવી આ મામલે કાયદા મુજબ કડક કાર્યવાહી ત્વરીત
કરવાની તીવ્ર માંગણી સમગ્ર રઘુવંશી સમાજ કલેકટર કચેરી, મામલતદાર, પોલીસ સ્ટેશન પર આવેદનપત્ર પાઠવી રહ્યા છે.
ત્યારે આજ રોજ બારાડી લોહાણા મહાજન ના સંગઠન હેઠળ ભાટીયા લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિ ની મિટિંગ યોજી જામનગર ના કહેવાતા વેપારી એવા મનોજ ખેતવાણી દ્વારા સમગ્ર લોહાણા સમાજ માટે અભદ્ર ભાષા નો પ્રયોગ કરેલ હોય જેને સખ્ત શબ્દો મા વખોડી કાઢેલ હતો. સમગ્ર લોહાણા સમાજ ને મનોજ ખેતવાણી ના આવા કૃત્ય થી આઘાત પહોંચેલ.બારાડી લોહાણા મહાજનના હોદ્દેદારો તથા સમિતિના સભ્યો
તેમજ સમસ્ત બારાડી લોહાણા
સમાજના હોદ્દેદારો અને વેપારી,
આગેવાનો એકઠા થઈને આજ રોજ ભાટીયા ઓ. પી ખાતે પી. એસ. આઈ શ્રી ને જામ કલ્યાણપુર લોહાણા મહાજન દ્વારા જામ કલ્યાણપુર પો. સ્ટે ખાતે તેમજ રાવલ લોહાણા મહાજન દ્વારા રાવલ પોલીસ ને ઉગ્ર રોષ સાથે લેખિત મા આવેદન આપી આરોપીઓ સાથે કાયદાકીય કડક મા કડક કાર્યવાહી કરવા ની ઉગ્ર માંગ કરેલ જેમાં પોરબંદર નિવાસી રઘુવંશી તન્મય લલીતભાઇ કારીયાને જામનગર નિવાસી રાજ શિવશક્તિ બેકરીનાં માલીક મનુભાઇ ખેતવાણી દ્વારા ટેલીફોનમાં ધાક ધમકી આપી રઘુવંશી સમાજ બાબતે અપશબ્દો બોલી સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનું અપમાન કરેલ હોય.તેમણે જ્યારે ધાક ધમકી આપી ત્યારે હર્ષભાઇ ખેતવાણી પણ તેમની સાથે હતા તેથી આ બન્નેને કાયદાનુ ભાન થાય તેમજ આવા અપરાધી કૃત્યો બીજીવાર ના કરે એ માટે કડકમાં કડક
પગલા ભરવા રઘુવંશી સમાજની માંગણી છે. આ મનુભાઇ અને હર્ષભાઇ ઉપર કડક કાયદાકીય પગલા ભરવા અમારા સમગ્ર સમાજની માંગણી છે. તેમજ આ બન્ને વ્યક્તિઓ સમગ્ર રઘુવંશી લોહાણ સમાજની માફી માંગતો વિડીયો બનાવે એવી અમારી માંગણી છે. બીજીવાર
કોઇપણ વ્યક્તિ રઘુવંશી સમાજ વિશે ખરાબ બોલતા અચકાઇ તેવા પગલા ભરવા અમારી માંગણી માંગતું લેખિત મા આવેદન પત્ર પાઠવેલ
આ સમગ્ર ઘટનાની વિગતો જે બહાર આવી છે તે મુજબ જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનોજભાઇ (મનુભાઈ) ખેતવાણીએ તા.૧૭ ડીસેમ્બરના રોજ પોરબંદરના બેકરી ચલાવતા વેપારી સાથે ટેલીફોનીક વાતચીત દરમીયાન નાણાંની લેવડ દેવડના પ્રશ્ને લોહાણા સમાજ
માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અપશબ્દો કહ્યા હતાં. આ વાતચીતનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં સમગ્ર સૌરાષ્ટ્ર રઘુવંશી સમાજમાં રોષ મિશ્રિત ઘેરા પડઘા પડયા છે.
મળતા સમાચાર મુજબ પોરબંદર ના બેકરી સંચાલક રઘુવંશી વેપારી તન્મય લલીતભાઇ કારીયા દ્વારા આ મામલા અંગે પોરબંદર પોંલીસને લેખિત ફરિયાદ આપેલી છે.
અહેવાલ :- અનિલ લાલ